એરપોર્ટ પર સની લિયોને આપ્યા પોતાના ક્યુટ બાળકો સાથે જબરદસ્ત પોઝ -જોવો ફોટા

બોલિવૂડના કલાકારો આજકાલ પોતાની સાથે જ પોતાના ક્યુટ બાળકોને લઇને પણ સમાચારમાં રહે છે. જેમાં તૈમૂરનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે, પરંતુ આજે અમે તમને આ પોસ્ટમાં સની લિયોનીના બાળકો વિશે બતાવવા જઈ રહ્યા છીએ. સની તાજેતરમાં જ પોતાના બાળકો સાથે એરપોર્ટ ઉપર નજર આવી હતી. સની લિયોનીના બાળકો ખૂબ ક્યૂટ લાગી રહ્યા હતા. જેને લીધે તેમના આ ફોટા વાઈરલ થઈ ગયા. સની લીયોની બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે અને કરોડો ચાહકોના દિલમાં રાજ કરે છે.

સની લિયોનીના અનેક ચાહકો છે હવે તેના બાળકો પણ તેમની ક્યૂટનેસ લીધે સમાચારમાં ચમકી રહ્યા છે. સનીના બાળકોને જે કોઈ પણ જોઈ રહ્યું છે તે તેમના ચાહકો બની રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમના ફોટા વાયરલ થતાં જ લોકોને તેની ક્યુટનેસ સ્પર્શી ગઈ હતી. આ ફોટામાં એક બાળકને સની લીયોનીએ તેડ્યો છે અને બીજું બાળક નૈનીએ તેડ્યુ છે.

જેકેટમાં ખુબ સુંદર લાગી રહ્યા છે સનીના બાળકો :

એરપોર્ટ ઉપર સની લીયોની ખૂબ સરસ લાગી રહી હતી. સનીના બાળકોએ બ્લુ કલરનું જેકેટ અને પેન્ટ પહેર્યું હતું. જેમાં તેઓ ખૂબ ક્યૂટ લાગી રહ્યા હતા. કેમેરાની ફ્લેશ લાઈટને જોઈને તેમના ચહેરા પરના હાવભાવ જોવા લાયક હતા. સની લિયોનીના બાળકો ભલે ખૂબ નાના હોય પરંતુ હાવભાવ આપવાના મામલે તેમનો જવાબ નથી. સની લિયોનીના બાળકોની ફોટો જોઈને દરેક લોકો વાહ વાહ કરી રહ્યા છે, એટલું જ નહીં સોશિયલ મીડિયામાં આ ફોટા વાયરલ થયા છે.

સરોગસીથી માતા બની છે સની લીયોની :

સની લિયોનીના ત્રણ બાળકો છે જેમાં એક દીકરી છે જેને તેણે 2017માં દત્તક લીધી છે. પછી વર્ષ 2018માં તેઓ સરોગસીની મદદથી બે બાળકોને જન્મ આપ્યો હતો. સની લિયોનીની દીકરીનું નામ નિશા છે, તો તેના દીકરાનું નામ અશર અને નોઆ સિંહ વેબર છે. આ નામ આજકાલ લોકો વચ્ચે ખૂબ ટ્રેન્ડ કરી રહ્યું છે. સની લીયોની પોતાના બાળકોને ખૂબ પ્રેમ કરે છે. અગાઉ પણ સની લીયોની પોતાની દીકરી સાથે નજર આવી ચૂકી છે.

ફોટાને લીધે સમાચારમાં ચમક્યા :

તાજેતરમાં જ બોલિવૂડ અભિનેત્રી સની લીયોની ફોટોગ્રાફર ડબ્બુ રત્તનાનીના કૅલેંડરને લીધે ચર્ચામાં હતી. આ ફોટોશૂટમાં લેધર જેકેટમાં સજ્જ સની લીયોનીનો બોલ્ડ અને ગ્લેમરસ અંદાજ જોવા મળે છે. જેને તેના ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. એવામાં હવે સની લીયોની ત્રણ બાળકોની માતા બની ચૂકી છે પરંતુ તેમનો ગ્લેમરસ લુક હજુ પણ યથાવત છે.

સનીની દિકરી પણ છે સ્ટાઈલિશ :

સની લિયોનીની દત્તક દીકરી નિશા સાથેના ફોટા સોશિયલ મીડિયા ઉપર અવારનવાર પોસ્ટ થતા રહે છે. તાજેતરમાં જ નિશાનો ગોગલ્સ સાથેનો ફોટો ખૂબ વાયરલ થયો હતો્ જેમાં તેણે ગોગલ્સ ખોલીને સ્ટાઇલથી ફોટોગ્રાફરોને પોઝ આપીને ફ્યુચર સ્ટાર હોવાનો ઈશારો કરી દીધો હતો.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ તમને ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!