પાકિસ્તાનમાં સર્જીકલ સ્ટ્રાઈક : 1000 કિલોના બોમ્બનો મારો, 300 આતંકીઓના મોત….જુવો વિડીયો

પરિવારમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશવાસીઓ રોષે ભરાયા હતા અને સતત પાક વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ ઉઠી હતી. સરકારે લોકરોષને ધ્યાને લઈને આતંકી હુમલાના ઠીક 12 દિવસ પછી પાકિસ્તાનમાં ઘૂસીને ભારતીય સેનાની તાકાત બતાવી છે. અંદાજે 1000 કિલોના બોમ્બમારો ચલાવીને ૩૦૦ જેટલા આતંકીઓનો ખાત્મો બોલાવ્યો છે. મધરાતે થયેલી આ કાર્યવાહીની જાણ થતા જ સમગ્ર દેશવાસીઓએ શહીદોને સાચી શ્રદ્ધાંજલિ મળી હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો.

વાયુ સેનાએ પાકના કબ્જામાં રહેલાં કાશ્મીરમાં 12 મિરાજ વિમાનો દ્વારા જુદા જુદા આતંકી અડ્ડાઓની ભાળ મેળવીને 1 હજાર કિગ્રા બોમ્બનો મારો ચલાવ્યો છે. મિરાજ વિમાનોએ POKના કબ્જામાં રહેલાં બાલાકોટ, ચકોટી અને મુઝફ્ફરાબાદમાં અંધાધૂંધ બોમ્બ મારો કરીને આતંકીઓના અડ્ડાઓનો સફાયો બોલાવ્યો છે. આ પહેલી વખત છે જ્યારે શાંતિકાળ દરમિયાન ભારતીય વાયુસેનાએ સરહળ ઓળંગી હોય.

પુલવામાંના આતંકી હુમલા પછી ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૈન્યને કોઈ પણ કાર્યવાહી કરવા માટે ખૂલ્લી છૂટ આપી દીધી હતી. જેના પરિણામરૂપ ભારતીય વાયુ સેનાએ અંદાજે 12 મિરાજ 2 હજાર યુદ્ધ વિમાને આજે સવારે 3:30 કલાકે પીઓકેમાં ઘૂસીને આ કાર્યવાહીને અંજામ આપ્યો હતો.

ગાઢ નિંદ્રામાં હોવાને કારણે અનેક આતંકીઓ વળતો હુમલો કરવામાં અસક્ષમ હોવાને કારણે 300 જેટલા આતંકીઓનો સફાયો થઈ ગયો છે.

પાકિસ્તાન પાસે મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો છીનવી લીધા પછી પાકને મળતું પાણી બંધ કર્યાની જાહેરાત પછી કરવામાં આવેલી આ સર્જીકલ સ્ટ્રાઈકે પાકિસ્તાનને ઘૂંટણીયે પાડી દેવામાં આવ્યું છે.

ANI અનુસાર, ભારતીય સેનાને પાકિસ્તાન તરફથી સંભવિત હુમલા માટે તૈયાર રહેવાનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે. જો કે પાક મેજર જનરલે આ હુમલો થયો ત્યારે પાક સેના દ્વારા વળતો પ્રહાર કરવામાં આવ્યો હોવાનો દાવો કરીને પોતાનો ગાલ તમાચો મારીને પણ લાલ રાખવા જેવું વલણ અપનાવ્યું છે. સવારે ગુજરાતની કચ્છ સરહદ પાસે પણ પાકનું ડ્રોન તોડી પાડીવામાં આવ્યુ હોવાનું જાણવા મળે છે.

સમગ્ર દેશમાં ભારતીય સેનાની કાર્યવાહી બાદ ઉજવણીનો માહોલ છવાઈ ગયો છે. 42 જવાનોના બલિદાન પછી આખરેે સાચી શ્રદ્ધાંજલિ મળી હોય તેેેવો માહોલ જોવા મળી રહ્યો છે.

ભારતના હવાઈ હુમલામાં ૨૦૦ થી ૩૦૦ આતંકીઓ માર્યા ગયા

મીરાજના ૧૨ યુદ્ધવિમાનોએ ઓપરેશનમાં ભાગ લીધો

મુઝફરાબાદમાં ભારતીય વિમાનોએ ઘુસી જઈને તબાહી મચાવી

બલાકોત એટલે કે ખૈબર પખ્તુન્ખ્વા પાસે આતંકીઓ ના અડ્ડાઓ ની સફાઈ

ભારત અને પાક વચ્ચેની વાસ્તવિક રેખા બાલાકોટને પાર કરીને યુદ્ધવિમાનો વહેલી સવારે ૩.૩૦ વાગ્યે ત્રાટક્યા

ભારતીય વાયુસેનાએ એલઓસીનું ઉલ્લંઘન કર્યાનો પાક. નો આરોપ

પાક. અધિકૃત કાશ્મીરમાં જૈશના તમામ મોટા અડ્ડાનો સફાયો

આતંકીઓ ના શસ્ત્ર સરંજામ નો નાસ

ભારતીય એરફોર્સની પીઠ થાબડતા નેતાઓ

ફક્ત બે જ કલાકમાં ભારતીય વાયુસેનાએ આતંકીઓ ના અડ્ડાઓનો ખુરદો બોલાવ્યો

જુવો વિડીયો

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ તમને ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!