જો તમારા લગ્નમાં પણ મોડું થઈ રહ્યું હોય તો વાસ્તુના આ 5 ઉપાય થશે મદદરૂપ

લગ્ન એક એવો પ્રસંગ છે જે કરો તો પણ ચિંતા અને ન કરો તો પણ ચિંતા. તેનાથી વધુ સારું લોકો લગ્ન કરીને ચિંતા વહોરી લે કેમ કે લગ્ન પછી વ્યક્તિને એક પાર્ટનર મળી જાય છે. જેમની સાથે તે સુખ દુઃખ શેર કરી શકે છે. લગ્ન દરેક વ્યક્તિની જિંદગીમાં ખૂબ જરૂરી હોય છે. અમુક લોકોના લગ્ન નાની ઉંમરમાં થઈ જાય છે જ્યારે અમુક લોકોએ લગ્ન માટે રાહ જોવી પડે છે. એવું કહેવામાં આવે છે કે જેમના લગ્ન જલ્દી થાય છે તેનો બૃહસ્પતિ તેજસ્વી હોય છે અને જેમના લગ્ન મોડાં થાય છે તેમની કુંડળીમાં કોઈ દોષ જવાબદાર હોય છે. જેને યોગ્ય સમયે દૂર ન કર્યો તો લગ્ન વાંચ્છુકની ઈચ્છા, ઈચ્છા જ રહી જાય છે. જો લગ્નમાં પણ મોડું થઈ રહ્યું હોય તો વાસ્તુના આ 5 ઉપાય ઘણા મહત્વના સાબિત થશે.

લગ્નમાં થઇ રહેલું મોડું વાસ્તુના આ પાંચ ઉપાયો દૂર કરશે :

હિન્દુ ધર્મમાં લગ્નને બે આત્માઓનું મિલન કહેવામાં આવ્યું છે અને સાથે જ બે પરિવારોના મિલનનું કારણ પણ બને છે. લગ્નના બંધનને ખૂબ જ પવિત્ર બંધન માનવામાં આવે છે કારણ કે આ એવો સંબંધ છે જે આકાશમાંથી બનીને આવે છે.

દરેક વ્યક્તિ માટે કોઈ ને કોઈ બનાવવામાં આવેલું હોય છે. જમીન પર તો બસ માત્ર મિલન બાકી હોય છે. પરંતુ ક્યારેક ક્યારેક લગ્નમાં મોડું થઈ જતું હોય છે તો લોકો અનેક પંડિતો પાસે છોકરી અથવા તો છોકરીની કુંડળીઓ બતાવતા હોય છે. આવા લોકો જો નીચે જણાવેલા આ પાંચ ઉપાયો પર ધ્યાન આપશે તો તેમની સમશ્યા હલ થઈ જશે.

1) ઘણી વખત કુંડળીમાં મંગળ દશા ખરાબ હોવાને લીધે લગ્નમાં મોડું થાય છે. આ દોષને દૂર કરવા માટે ઘરના રૂમના દરવાજા લાલ અથવા ગુલાબી રંગથી રંગી નાખવા. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ઉપાયથી કુંડલીની દશામાં મજબૂત થાય છે.

2) વાસ્તુ શાસ્ત્ર માં કહેવામાં આવ્યું છે કે લગ્નની લાયક લોકોએ પોતાના રૂમમાં ખાલી ટાંકી અથવા બંધ મોટું વાસણ ન રાખવું જોઈએ. વાસ્તવમાં બાબત અયોગ્ય છે અને આ બાબતને લીધે લગ્નમાં સમસ્યા અથવા તો મોડું થઈ શકે છે.

3) જે યુવક કે યુવતી લગ્ન લાયક થઈ ગયા હોય તેમના પલંગ નીચે લોખંડનો સામાન રાખવો ન જોઈએ. આ સાથે જ તેમના પલંગ નીચે કચરો પણ રાખવો ન જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર જેમના લગ્ન કરવાની ઉંમર હોય તેમના શરીરમાં આ વસ્તુમાંથી જ દોષ પ્રવેશ કરે છે.

4) વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે તમે કોઇ યુવક અથવા યુવતીને જોવા જઈ રહ્યા હોય તો તમારું મુખ દક્ષિણ દિશામાં ન હોય અને તમારા પાર્ટનરનું મુખ પણ આ દિશામાં ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું. મંગળ કાર્યો માટે આ દિશાને અશુભ માનવામાં આવે છે.

5) યુવક અને યુવતીએ પીળા રંગની વસ્તુ નો ઉપયોગ કરવો જોઈએ પીળા રંગને ગૃહસ્થ જીવનની ખુશીનું પ્રતીક માનવામાં આવે છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ તમને ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!