આ વ્યક્તિનો વિડીયો જોઈને તમે પણ જોશમાં આવી જશો, જુઓ એમણે PM મોદી પાસે શું માંગ્યું?

જમ્મૂ-કાશ્મીરનાં પુલવામા થયેલ આતંકી હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) નાં 40 જવાનો શહીદ થયા બાદ પુરા દેશમાં આક્રોશ છે. સમગ્ર દેશની જનતા આતંકવાદ અને પાકિસ્તાન વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની માંગ કરી રહી છે.

પુલવામા અટેકની જવાબદારી જૈશ-એ-મોહમ્મદએ સ્વીકારી છે. એવામાં આ ઘટના બાદ એક વ્યક્તિનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે પાકિસ્તાનમાં ઘૂસવાની પરવાનગી માંગી રહ્યો છે.

પરવાનગી માંગતા તે કહે છે કે, મને અને મારા 3 સાથીને પાકિસ્તાનમાં ઘૂસવાની મંજૂરી આપો, અમે લોકો 7 દિવસમાં આતંકીઓનો ખાત્મો કરી દઈશું. દુશમનોનાં ઘરમાં જઈને બદલો લઈશું. 40 ની સામે 400 નાં માથા વાઢી લાવીશું. આ વીડિયો જોઈને સામાન્ય માણસને પણ જોશ-જુસ્સો આવી જશે.

અહીંયા જુઓ વિડીયો :

પુલવામા હુમલામાં 40 જવાન શહીદ થયા હતા:

અવંતીપોરાનાં ગરીપોરા પાસે આતંકીઓએ 14 ફેબ્રુઆરીની સાંજે 3 વાગ્યે કાયરતા ભર્યો હુમલો કર્યો હતો. આ વિસ્તારમાં હાઇવે પાસેથી પસાર થઈ રહેલ CRPF જવાનોથી ભરેલ બસના કાફલા પર એક આતંકવાદી વિસ્ફોટકથી ભરેલી ગાડી લઈને ઘુસી ગયો. બ્લાસ્ટ એટલો બધો ભીષણ હતો કે એક આખી બસ ઉડી ગઈ. આ ઘટનામાં CRPF નાં 40 જવાનો શહીદ થયા હતા.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ જોમ-જુસ્સો ભરેલો આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!