શા માટે હિન્દુ ધર્મમાં મૃતકનો ફોટો પૂજા ઘરમાં રાખવો અશુભ માનવામાં આવે છે… આ છે હકીકત

હિન્દુ ધર્મ અન્ય ધર્મોથી એટલા માટે પણ અલગ છે કેમ કે તેમાં જન્મથી લઈને મૃત્યુ સુધીની તમામ ધાર્મિક, સામાજિક પરંપરા અને નિયમોનું પાલન થાય છે. એવું નથી કે હિન્દુ ધર્મના લોકો માત્ર તહેવાર અને ઉત્સવો દરમિયાન જ ધાર્મિક પરંપરાનું ધ્યાન રાખે છે.

પરંતુ તેઓ સામાન્ય દિવસોમાં પણ તેનું ખાસ ધ્યાન રાખે છે. હિન્દુ સમાજના લોકો પૂજા-પાઠમાં મહત્તમ વિશ્વાસ રાખે છે. ધાર્મિક પુસ્તકો અને પુરાણોમાં પણ ઘરમાં રોજ પૂજા-પાઠ કરવા આવશ્યક માનવામાં આવ્યું છે. આ જ કારણ છે કે દરેક હિન્દુ ઘરમાં પૂજા ઘર અથવા તો પૂજા સ્થળ જોવા મળે છે.

ફોટાને ભગવાનનો દરજ્જો આપીને તેમને પૂજા ઘરમાં જ ટીંગળવામાં આવે છે :

તમે ક્યારેય પૂજા ઘરને ધ્યાનથી જોયું છે? જો તમે કોઈ પૂજા ઘરને ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે ભગવાનના ફોટાની સાથે અન્ય લોકોના ફોટા પણ હોય છે. ક્યારેક એવું બને કે અમુક લોકો પોતાના મૃત સ્વજનોના ફોટા પણ પૂજા ઘરમાં લગાવી દેતા હોય છે. એવું માનવામાં આવે છે કે અમુક લોકો માટે તેમના પરિવારના મૃત સભ્યોને સમ્માનિત અને પૂજનીય માને છે અને તેમનને ભગવાનથી જરા પણ ઉતરતા માનતા નથી. આ જ કારણ હોય છે કે પરિવાર પોતાના મૃત સ્વજનોના ફોટાને ભગવાનનો દરજજો આપીને પૂજા ઘરમાં જ ટિંગાડી દેતા હોય છે.

પૂજા ઘરમાં પૂર્વજોના ફોટા ન લગાડવા જોઇએ :

પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે વાસ્તુ શાસ્ત્ર અનુસાર પૂજાઘરમાં પૂર્વજોનો ફોટો લગાવવો જોઈએ ખરા ? જો તમે વાસ્તુ-શાસ્ત્રને માનતા હોવ તો વાસ્તુની દ્રષ્ટિથી ઘરના પૂજા સ્થળ પર પૂર્વજોનો ફોટો લગાવો ન જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા ઘરમાં મૃત વ્યક્તિનો ફોટો લગાવવો એટલે ખુદ પોતાના જ પરિવારમાં અશાંતિ અને દુર્ભાગ્યને આમંત્રણ આપવું.

જો કે આ વાતથી તદ્દન ઊલટું તમિલનાડુમાં અમુક જગ્યાઓ પર એવી માન્યતા છે કે મૃત લોકો દેવદૂત બની જાય છે અને તે સ્વર્ગમાં જતા રહે છે એટલે પૂજાઘરમાં ભગવાન સાથે જ મૃત લોકોનો ફોટો પણ રાખવાથી અને તેમની પૂજા કરવાથી શાંતિ અને સદ્ભાવનાની લાગણી પ્રસરે છે. એવું કરવાથી તેઓ ભગવાનની વધુ નજીક હોવાનો અનુભવ કરે છે.

પરંતુ હિંદુ ધર્મ અનુસાર, જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેમની આત્મા શરીર છોડી ને બીજા શરીરને ધારણ કરી લે છે. હિંદુ ધર્મ મુજબ હિન્દુ માત્ર આત્માની પૂજા કરે છે, શરીરની નહીં. તેથી શરીરનો અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. એટલા માટે જો ભગવાન સાથે મૃત વ્યક્તિની પૂજા કરવામાં આવે તો તેને ભગવાનની નિંદા કર્યા સમાન માનવામાં આવે છે.

આ ઉપરાંત વાસ્તુશાસ્ત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભગવાનના ફોટા ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશામાં રાખવા જોઈએ. સાથે જ પૂજા ઘર હંમેશા ઉત્તર-પૂર્વમાં બનાવવું જોઈએ. ઘરમાં મૃત સ્વજનોના ફોટા દક્ષિણ-પશ્ચિમ, દક્ષિણ અથવા પશ્ચિમ લગાવવા જોઈએ. જો તમે વાસ્તુ શાસ્ત્રના ક્રમ મુજબ ન રાખો તો તેનાથી તમારા ઘરમાં અશાંતિ વધશે એટલું જ નહીં આર્થિક તંગીનો સામનો પણ કરવો પડી શકે છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ તમને ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!