દેશના જાણીતા ઉદ્યોગપતિઓની પત્નીઓના જુના ફોટા જોઈને વિશ્વાસ નહીં આવે

કહેવાય છે ને કે પૈસા દરેક પરિસ્થિતિઓને બદલી દે છે. જેમની પાસે પૈસા હોય છે તે આપોઆપ જ સુંદર દેખાવા લાગતા હોય છે. મોંઘા કપડાં અને લક્ઝુરિયસ લાઈફ સ્ટાઇલને લીધે તેમનું આખું વ્યક્તિત્વ જ બદલાઈ જતું હોય છે. પૈસા એક એવી વસ્તુ છે જે જેને લીધે તમે ખુદને બદલી શકો છો. આજે અમે આ પોસ્ટમાં તમને બિઝનેસમેનની પત્નીઓ વિશે જણાવીશું છે જે સમયની સાથે એટલી હદે બદલાઈ ગઈ કે તેમના જુના ફોટા જોઈને તમને ઓળખી નહીં શકો.

ઉપર આપેલી ફોટો જોઈને તમે વિચારશો કે આમને ક્યાંક જોયેલા છે. પરંતુ ભાગ્યે જ તમે તેમને ઓળખી શક્યા હશો અને જો ઓળખી લીધા હોય તો ખૂબ સારી વાત કહેવાય. પરંતુ જો તમને યાદ ન આવતું હોય તો જણાવી દઈએ કે તે બીજું કોઈ નહીં પરંતુ દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી છે.

નીતા અંબાણીએ પોતાના વ્યક્તિત્વને કેટલી હદે બદલાવી દીધું છે, તે તમે તેમના જૂના ફોટા અને આજના ફોટા જોઈને અંદાજો લગાવી શકો છો. પહેલાંની નીતા અંબાણી અને આજની નીતા અંબાણી જમીનનો ફરક જોવા મળે છે.

ટીના મુનિમ :

બોલિવૂડમાં 90ના દશકની સૌથી જાણીતી અભિનેત્રી ટીના અંબાણી જ્યારે ફિલ્મોમાં આવી ત્યારે પોતાની હોટનેસને લીધે ઘણી ચર્ચામાં રહી હતી. ટીનાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 1978 ની ફિલ્મ દેશ-પરદેશથી કરી હતી. જે પછી પણ તેણે અનેક ફિલ્મોમાં કામ કર્યું. તેણે વર્ષ 1991માં અનિલ અંબાણી સાથે લગ્ન કરી લીધા અને પછી ફિલ્મોમાં જોવા મળી નથી.

એક સમયમાં બોલિવૂડની હોટ એક્ટ્રેસમાં શામેલ ટીના અંબાણીને હવે ઓળખવી મુશ્કેલ બની ગઈ છે. તે પોતાના લગ્ન પછી સંપુર્ણ રીતે બદલાઈ ગઈ છે. જે તેમના ફોટા પરથી જોઈ શકાય છે.

અવંતિ બિરલા :

ભારતના જાણીતા બિરલા પરિવારની વહુ અને યશ બિરલાની પત્નીની ઉપરોક્ત તસ્વીર જુઓ. તેમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. પરંતુ લગ્નના 26 વર્ષ પછી તેમને ઓળખવા મુશ્કેલ બની ગયા છે. અવંતિ હવે ત્રણ બાળકોની માતા છે અને એક લક્ઝુરિયસ લાઈફ જીવી રહી છે.

સંગીતા જિંદલ :

જિંદલ પરિવારની ગણતરી દેશના સૌથી અમીર પરિવારોમાં થાય છે. જિંદલ ગ્રૃપનો પાયો ઓપી જિંદલે નાખ્યો હતો. સંગીતા, સજ્જન જિંદલની પત્ની છે. આમ તો સંગીતા ખુદને લાઇમલાઇટથી દૂર રાખે છે પરંતુ તે એક બિઝનેસ ટાયકૂન છે તેના પહેલાંના ફોટા અને અત્યારના ફોટા જોઈને તમે પણ દંગ રહી જશો.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ તમને ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!