પુલવામા હમલામાં શહીદ થયેલા દેશભક્તોને અનોખી શ્રધાંજલિ – ક્લિક કરી જુવો યુવાનનું શરીર

દેશપ્રેમની ભાવના દરેકના હૃદયમાં હોય છે. ખાસ કરીને દેશના યુવા દેશ માટે પોતાના જીવનને પણ દાવ પર મૂકવા તૈયાર રહેતા હોય છે. એવામાં યુવાન લોકો ભારતીય સેના અને શહીદો પ્રત્યે વધુ આકર્ષાયેલા રહે છે, પરંતુ 26 વર્ષીય એક યુવકે પોતાનો દેશપ્રેમ અનોખી રીતે જાહેર કર્યો છે. આ યુવાન રાજસ્થાનનાં બિકાનેરનો રહેવાસી છે.

આજે જ્યારે લોકો પોતાના ફેવરિટ એક્ટર, એક્ટ્રેસિસ કે રોલ મોડલના ફોટો કે નામોનું ટેટુ કરાવે છે ત્યારે આ યુવાને પીઠ પર ભારતીય સૈન્યનાં 71 શહીદોનાં નામ ત્રોફાવ્યાં છે! તેણે દેશભક્તિની ભાવનાથી ભરપૂર થઇને દેશભરના 71 થી વધુ શહીદોના નામનાં ટેટૂ બનાવડાવ્યા છે. આવી દેશભક્તિ ભાગ્યે જ ક્યાંય તમને જોવા મળી હશે.

શ્રીડુંગરગઢ તાલુકાના મોમાસર ગામનાં ગોપાલ સારણે પોતાનું શરીર શહીદોનાં નામે કરી દીધું છે. ગોપાલે પોતાનાં શરીર પર 71 શહીદોનાં નામ કોતરાવ્યાં છે. જેમાં છેલ્લે પુલવામાનાં 42 શહીદો ઉપરાંત બિકાનેર જીલ્લાનાં 20 અને રતનગઢનાં 9 જવાનોનાં નામ સામેલ છે.

આ નામ ઉપરાંત તેણે પોતાની પીઠ ઉપર તિરંગો ઝંડો પણ બનાવ્યો છે. ગોપાલનાં મનમાં એ વાતનો વસવસો છે કે બિકાનેલ ડિવિઝન મુખ્યાલય છે એમ છતાં અહીંયા શહીદ સ્મારક નથી.

ગોપાલ જણાવે છે કે, લોકો માટે દેશભક્તિનો સંદેશો આપતા એને ખૂબ આનંદ થાય છે અને આ એક અનોખો પ્રયાસ છે. શહીદો માટેનો પ્રેમ દર્શાવતા તેઓ તેમના નામ તેમના શરીર પર છુંદાવી લે છે. દેશભક્તિ અને દેશ માટે શહીદ થયેલા શહીદો પ્રત્યે આવો જુસ્સો ખરેખર આજના યુવાનોને પ્રેરણા આપે એવો છે. તેમજ શહીદો પ્રત્યે આ યુવાનની સાચી શ્રદ્ધાંજલિ પણ છે. જે આવનારી પેઢીને પણ દેશભક્તિનો ખરા અર્થમાં સંદેશો આપશે.

વિડીયો અહીંયા જુવો :

https://youtu.be/tIdP7E4f59w

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ દેશભક્તિ ભર્યો આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!