આ રેસિપી ટ્રાય કરો અને ઘરે જ ફટાફટ મિલ્ક કેક જાતે જ બનાવો

વાર-તહેવાર હોય કે ઘરે મહેમાન આવ્યા હોય એટલે ઘરે મીઠાઈ ચોક્કસથી આવે છે પણ આજકાલ મીઠાઈમાં ભેળસેળ ખૂબ વધી ગઈ છે. ભેળસેળ અને મોંઘવારી બન્ને વધ્યા હોવાથી મીઠાઈનો સ્વાદ એકદમ કડવો થઈ ગયો છે. એટલા માટે આજે અમે તમને પોતાના ઘરે મીઠાઈનાં રૂપમાં ‘મિલ્ક કેક’ બનાવવાની સંપૂર્ણ રીત શીખવાડીશું. મિલ્ક કેક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે તેમજ ઘરે પણ સરળતાથી બની જાય છે. તો ચાલો જાણીએ મિલ્ક કેક બનાવવાની સંપૂર્ણ રીત :

મિલ્ક કેક બનાવવા માટે જરૂરી સામગ્રી:

દૂધ – 1 લીટર

ફટકડી – 1 ચમચી

ખાંડ -100 ગ્રામ

દેશી ઘી – 100 ગ્રામ

મિલ્ક કેક બનાવવાની રીત:

સૌથી પહેલા એક મોટા પેનમાં દૂધને ગરમ કરવા માટે મૂકી દો. દૂધ જ્યારે ઉકળવાનું શરૂ થઈ જાય તો એમાં બે ચપટી ફટકડી નાખી દો, ફટકડી નાખવાથી દૂધ ફાટીને દાણાદાર થઈ જશે. ફાટેલા દૂધને ત્યાં સુધી હલાવતા રહો જ્યા સુધી એ ઘટ્ટ ન થઈ જાય. ધ્યાનમાં રાખો કે દૂધ ઘટ્ટ થવા પર કઢાઈના તળિયા ઉપર ચોંટવા લાગશે, જેથી થોડા થોડા સમયે ઉપર એને હલાવતા રહો.

જ્યારે દૂધ એટલું ઘટ્ટ થઈ જાય કે એમાં માત્ર દૂધનાં દાણાદાર ભાગ રહે ત્યારે બતાવેલી માત્રા પ્રમાણે ખાંડ નાખીને હલાવો. જ્યારે ખાંડ સંપૂર્ણ રીતે મિક્સ થઈ જાય તો એને આઠ-દસ મિનિટ સુધી રહેવા દો, એનાથી ખાંડ એમાં સારી રીતે ભળી જશે.

ખાંડ નાખ્યા પછી એમાં ઘી નાખીને એને પણ સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને હલાવતા હલાવતા ત્યાં સુધી ગરમ કરો, જ્યાં સુધી આ એટલું ઘટ્ટ થઈ જાય કે કોઇ શેપ લઇ શકે સાથે જ એનો રંગ હલકો બ્રાઉન થઈ જાય.

ત્યારબાદ મિશ્રણને પ્લેટ અથવા થાળીમાં કાઢી લો, એની ઉપર કેટલાક ઝીણા કાપેલા પિસ્તા-બદામ નાખીને બે-ત્રણ કલાક સુધી ઠંડુ થવા માટે મૂકી દો.
ત્યારબાદ જ્યારે મિશ્રણ સારી રીતે જામી જાય તો એને પોતાના મનગમતા આકારમાં કાપી લો. તૈયાર છે શુદ્ધ અને સ્વાદિષ્ટ મિલ્ક કેક. તમે પણ ખાવ અને મહેમાનને પણ ખવડાવો.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ સ્વાદિષ્ટ રેસિપી પસંદ આવી હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!