26-Aug-19 દૈનિક રાશિફળ – ક્લિક કરીને જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
મેષ :

આજે તમને તમારું મહત્વ ખબર પડી શકે છે. રોજિંદા કામ સમયસર પુરા કરવાનો પ્રયત્ન કરશો. જવાબદારી નિભાવવાનો દિવસ છે. એક પછી એક કોઇને કોઇ કામ ચાલુ રહેશે. કોઇથી નવા સંબંધ બની શકે છે, જેનાથી તમને નવી ઉર્જાનો અનુભવ થશે. અચાનક ધન લાભનો યોગ બની રહ્યો છે. દરેક મામલાને તમારા સ્તર પર પુરો કરવાનો તો તમારા માટે દિવસ સારો રહેશે. રાજકારણ સાથે જોડાયેલા લોકોને કોઇ મોટું પદ મળવાની સંભાવના છે. નોકરીમાં પ્રમોશન અને વ્યાપારમાં મોટો ફાયદાનો યોગ છે.
વૃષભ:
ભાવનાઓમાં ઉતાર-ચઢાવ અને જીવનમાં ફેરફાર અનુભવ કરી શકો છો. કોઇ વાતની વધારે ચિંતા ના કરો તો તે તમારા માટે સારું છે. સાથે કામ કરનારા લોકો મદદગાર રહેશે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી આ ઝંઝટ દૂર થવાની સંભાવના છે. કોઇ સારા સમાચાર મળી શકે છે. તમે કેટલીક સારી યોજનાઓ બનાવશો જેનાથી આવનારા સમયમાં તમને ફાયદો થઇ શકે છે.
મિથુન :
પૈસાના મામલે તમારુ કામ અટકાશે નહી. અચાનક ધન લાભ થઇ શકે છે. લોકોના મનમાં શું ચાલી રહ્યું છે, તે તમે સમજી જશો. ખાનગી અને પારિવારિક જીવનમાં સફળતા અને સંતુષ્ટી મળી શકે છે. બિઝનેસમાં મહેનતના દમ પર સફળતા મળવાનો યોગ છે. ખર્ચા કરવાના મામલે મન પર નિયંત્રણ રાખવાનો પ્રયત્ન કરો. પારિવારિક મામલે સરળતાથી ઉકેલાઇ શકે છે. ધૈર્ય રાખશો તો સક્સેસ મળી શકે છે. અટવાયેલા કાર્ય પણ પૂરા થવાનો યોગ છે અને તમારા કામની પ્રંશસા પણ થઇ શકે છે.
કર્ક :
અચાનક ધન લાભ અથવા કોઇ યોજનાથી તમને મોટો પાયદો થઇ શકે છે. તમારા મોટાભાગના અધૂરા કામો પૂરા થઇ શકે છે. આજે લીધેલો નિર્ણય લાંબા સમય સુધી અસરકારક રહેશે. ફાયદાકારક લોકો તમને અચાનક મળી શકે છે. નાની વ્યાપારીક યાત્રા થવાની પણ સંભાવના છે. કોઇપણ પ્રકારનું રોકાણ પાર્ટનરની સલાહ લઇને જ કરો.
સિંહ:
કોઇ વ્યક્તિ સાથે તમારા સંબંધોમાં સુધારો થવાનો યોગ છે. આત્મવિશ્વાસથી કામ કરો. કોઇ કામની જીદ પણ ના કરો. પોતાની આદત સુધારવાનો પ્રયત્ન કરો. તમારા માટે દિવસ સામાન્ય રહેશે. છૂટાછવાયા બગડેલા સંબંધો અને કામકાજમાં સુધારો થઈ શકે છે. લોકો પ્રત્યે તમારો વ્યવહાર મિત્ર જેવો રહેશે. અગાઉ કરેલા રોકાણથી પણ તમને ફાયદો થઇ શકે છે.
કન્યા :
કોઇ વ્હીકલ ખરીદવાનો મૂડ પણ બની શકે છે. આજે તમે વધારે પડતા સંવેદનશીલ બની શકો છો. બિઝનેસ અને કાર્યક્ષેત્રથી જોડાયેલી યાત્રાઓ પણ થઇ શકે છે. અગાઉ કરેલી મહેનતનું ફળ મળી શકે છે. થોડો સમય જરૂર લાગશે. જીવનસાથીનો સહયોગ મળશે. ધન લાભનો પણ યોગ છે.
તુલા:
કોઇ કામનું તમે પોતે લીડ કરશો તો તમારા માટે સારૂ રહેશે, પરંતુ બીજાના આદેશને માનીને કામ કરવાનું થશે તો તમારા માટે દિવસ સામાન્ય છે. તમારી રાશિ માટે ચંદ્રની સ્થિતિ ઠીક છે. કામકાજ વધારે રહશે. આજે મહેનત પણ વધારે કરવી પડી શકે છે. તેનાથી તમને મોટો ફાયદો થશે. કોઇ નવી વસ્તુ શીખી શકો છો. કોઇ શુભ કાર્યક્રમમાં પણ સામેલ થવાનો યોગ છે. નવા મિત્રોથી મુલાકાત ફાયદાકારક સાબીત થઇ શકે છે.
વૃશ્ચિક :
ચંદ્રની સ્થિતિ તમારી રાશિ માટે સારી સાબીત થઇ શકે છે. ઓછામાં ઓછા સમયમાં વધારે કામ પૂરુ કરવાનો પ્રયત્ન કરશો. કાર્યક્ષેત્રમાં સફળતાનો યોગ બની રહ્યો છે. કોઇ સારા સમાચાર પણ તમને આજે મળી શકે છે. આ રાશિના લોકો તેમના રોમેન્ટિક સંબંધોમાં નવી ગતિ મેળવી શકે છે. બિઝનેસમાં ફાયદો અને નોકરીયાત લોકોને અધિકારીઓતી મદદ મળી શકે છે. પ્રોપર્ટી અને લેણ-દેણ મામલે ભાગ્યનો સાથ મળી શકે છે.
ધન :
કોઇ ખાસ કાર્ય પરિવારની મદદથી પૂરુ થઇ શકે છે. ધન લાભનો પણ યોગ બની રહ્યો છે. ભાગ્યનો પણ સાથ મળી શકે છે. નોકરી અને વ્યાપારમાંથી આજે તણાવ મુક્ત રહેશો. એકાગ્રતાથી તમને સફળતા મળવાનો યોગ છે. પૂરા કરેલા કાર્ય આજે તમારા માટે ઘણી હદ સુધી ફાયદાકારક સાબિત થઇ શકે છે. તમને આગળ વધાવા માટે નવા રસ્તા મળી શકે છે. લોકો તમારુ ધ્યાન પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરી શકે છે.
મકર :
આ રાશિના લોકોના મનમાં પ્રંશસા મેળવવાની ઇચ્છા થઇ શકે છે. તમારી વાત સ્પષ્ટ રીતે કરો. આજે તમે દરેકની વાત પર વિશ્વાસ કરી શકો છો. ઓફિસમાં તમારા કામની તપાસ થઇ શકે છે. પરિસ્થિતિ તમારા ફેવરમાં થઇ શકે છે. એક્સ્ટ્રા સમયને સાથે રાખીને ચાલો. આજે તમે કામકાજમાં વ્યસ્ત રહેશો.
કુંભ:
કામકાજના કારણે સન્માન મળવાનો યોગ છે. પાર્ટનરથી સહયોગ અને ફાયદો મળી શકે છે. તારાઓની સ્થિતિ સારી હોવાનાથી દિવસ શુભ રહેશે. ખર્ચ-રોકાણનો નિર્ણય જાતે કરો. રોજિંદા કામ પણ સમયસર પુરા થવાનો યોગ છે. ઘર-પરિવાર અને ઓફિસમાં તમને ફાયદો થઇ શકે છે. તમને સહયોગ પણ મળી શકે છે. જમીનથી સંબંધિત બિઝનેસ કરનારા લોકોને ફાયદો થવાનો યોગ છે.
મીન:
આજે તમે કોઇપણ રીતે તમારુ કામ પુરૂ કરી લેશો અને લોકોથી પણ તમને મદદ મળી રહેશે. કોર્ટ-કચેરીથી જોડાયેલા કાર્ય સમયસર પુરા થવાનો યોગ છે. જુની લોન બાકી હોય તો પુરી કરવાનું મન બની શકે છે. સંબંધોની હદમાં કેટલાક જુના મામલે નિર્ણય લેવાથી તમને ફાયદો થઇ શકે છે. તમારા અટવાયેલા કામ પણ પૂરા થઇ શકે છે. ઓફિસમાં કેટલાક લોકો તમારાથી ખુશ રહશે. કામ પ્રત્યે સમર્પણ હોવોથી અધિકારી અને મોટો લોકો પણ ઇમ્પ્રેસ થઇ શકે છે.