શીતળા સાતમ એટલે વીટામીન B12 ની ઉણપ દુર કરવાનો પર્વ

મિત્રો તમે બધા જાણો છો કે આજકાલ સમાજમાં B12 ની ઉણપના કિસ્સાઓ વધી રહ્યા છે, એટલું જ નહિ પણ લોકોએ B12 ના ઈન્જેકશન પણ લેવા પડે છે. આવી અલગ અલગ બીમારીઓ માટે આર્યમ્ ભારતમ્ અધ્યયન અને સંશોધન કરે છે અને સમાજમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. આપણું શરીર હંમેશા નીરોગી અને તંદુરસ્ત રહે તેને ધ્યાનમાં રાખીને આપણા ઋષિમુનીઓએ વિવિધ તહેવારોની રચના કરી હતી. મિત્રો આપણે બધા જાણીએ છીએ કે B12 એ માત્ર બિનશાકાહારી ખોરાકમાં જ છે. આપણા પૂર્વજો તો શુદ્ધ હતા, તો તે કેવી રીતે જીવતા હશે…તો ચાલો વિગતે જાણીએ…

મિત્રો એ વાત તો તમે બધા પહેલેથી જ જાણો છો કે રાંધણ છઠના દિવસે આગલા દિવસ એટલે કે સાતમના દિવસ માટે ખોરાક રાંધવામાં આવે છે, છઠના દિવસે રાંધવામાં આવેલ ખોરાક સાતમના દિવસે ઠંડો ખવાય છે. આ ખોરાક એવા બેક્ટેરિયા બનાવે છે જે આપણા શરીરમાં જઈને એવું B12 બનાવે છે જે આગલા 25 વર્ષ સુધી આપણા શરીરમાં B12 ની ઉણપ થવા દેતું નથી.

જો કે આ ઉપાય એટલો સરળ પણ નથી તેમાં તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ ખોરાક આયોડીનવાળા મીઠાથી રંધાયેલ ન હોય અને આ ખોરાક લીધા પછી પણ  થોડા દિવસો સુધી આયોડીનવાળા મીઠાથી રાંધેલ ખોરાક ખાવો ન જોઈએ. કેમ કે શરીરમાં આયોડીનની આંતરિક માત્રા જવાથી B12 ના બેક્ટેરિયા ને નષ્ટ કરી નાખે છે. અને તેથી વિટામીન B12 ની ઉણપ રહી જાય છે.

તેથી જો શક્ય બને તો આ સમય દરમીયન અથવા હંમેશા માટે સિંધાલુણ (સિંધવ મીઠું) નો જ રસોઈમાં ઉપયોગ કરવો, જેનાથી શરીરને અનેક ફાયદાઓ થાય છે. સાતમના દિવસે કોઈ પણ પ્રકારનું ગરમ ભોજન લેવું નહિ તેમજ ગરમ ચા પણ પીવી નહિ. ભાભા રીસર્ચ સેન્ટરના એક વિજ્ઞાનિક શ્રી આર. એન. વર્માજીએ કરેલ સંસોધન પ્રમાણે જો આવી જ રીતે શીતળા સાતમની ઉજવણી કરવામાં આવે તો ક્યારેય વિટામીન B12 ની સમસ્યા રહેતી જ નથી.

 

Leave a Reply

error: Content is protected !!