10 વર્ષના છોકરાએ ISRO ને પત્ર લખીને કહી કંઈક એવી વાત, જે મોટા પણ ન વિચારી શકે.

છેલ્લા કેટલાક દિવસોથી ચંદ્રયાન-2 મિશન પર બધા ખૂબ વાતો કરી રહ્યા છે અને બધા લોકો આ પરિસ્થિતિમાં ISROને સાથ આપી રહ્યા છે. લગભગ 2 કિલોમીટર જેટલા અંતરે ચૂક થતા બધા જ ખાસ કરીને ઈસરોના ચેરમેન ખૂબ જ દુઃખી થયા. તેઓ વડાપ્રધાનને ભેટીને રડ્યા એ વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. આ વિશે લોકો અલગ-અલગ વાતો કરી રહ્યા છે પણ એવામાં એક 10 વર્ષના છોકરાએ ISRO ને પત્ર લખીને કંઈક એવી વાત કરી છે કે બધા હેરાન થઈ ગયા છે. હવે આ વાત કઈ છે? ચાલો જાણીએ….

10 વર્ષના બાળકે ISRO ને પત્ર લખીને પોતાની વાત જણાવી :


ચંદ્રયાન-2 ના લેન્ડર વિક્રમને ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતારવામાં ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)ની મહેનત અને નાનકડી ચૂક બાદ લાખો ભારતીયોએ અંતરિક્ષમાં મેળવેલી ઈસરોની તમામ સફળતાઓ યાદ કરી હતી. આખો ભારત દેશ ISRO સાથે હતો અને એમને નિરંતર આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. શનિવારે શરૂઆતના કલાકોમાં લેન્ડિંગ દરમિયાન વિક્રમ લેન્ડર સાથે ઈસરોનો સંપર્ક તૂટ્યો ત્યારે આખા દેશે ઈસરોના વૈજ્ઞાનિકોનો હોશલો વધારવા માટે લાખો મેસેજ અને પોસ્ટ કરી હતી. ઘણા લોકોએ ઓનલાઈન જ ભાવુક થઈને ઈસરોના વૈજ્ઞાનિકોને જણાવ્યું કે, એમણે કરોડો યુવા ભારતિયોની એક પેઢીને પ્રેરિત અને ગૌરવવંતી કરી છે એના માટે ધન્યવાદ.

આવી જ રીતે એક ભાવનાત્મક સંદેશમાં 10 વર્ષનો એક છોકરો અંજનિયા કૌલે પણ ઈસરોના વૈજ્ઞાનિકોને એક પત્ર લખ્યો અને તે વાયરલ થઈ ગયો. પત્રનું શીર્ષક, ”એક આભારી ભારતીયની ભાવનાઓ” હતું. આ પત્રમાં અંજનિયાએ ઈસરોને હવે પછી જૂનમાં ચંદ્રયાન-3 લોન્ચ કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરવાનું કહ્યું છે.

 

શનિવારે પોતાની માતા જ્યોતિ કૌલ દ્વારા ઓનલાઈન કરેલ પોસ્ટમાં હાથે લખેલ મેસેજમાં, અંજનિયાએ પણ ઈસરોને હતાશ નહિ થવાની સલાહ આપી છે. અંજનિયાએ પોતાની ચિઠ્ઠીમાં લખ્યું, ”આપણે એ ન ભૂલવું જોઈએ કે, ઓર્બીટર હજુ કામ કરી રહ્યું છે અને ખૂબ જલ્દી આપણને ફોટો પણ મળી જશે. બની શકે છે કે, વિક્રમે લેન્ડિંગ કર્યું હોય અને પ્રજ્ઞાન હજુ સહીસલામત હોય અને ગ્રાફિકલ બેન્ડ મોકલવા માટે તૈયાર હોય”. અંજનિયાએ આશા વ્યક્ત કરતા જણાવ્યું કે, ‘ફરી સફળતા આપણાં હાથમાં હશે તમે લોકો ગભરાશો નહીં.’

ખરેખર, અંજનિયાના આ પત્ર બાદ રવિવારે ઈસરોએ હકીકતમાં એ વાતની પુષ્ટિ કરી કે, વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર સહીસલામત રીતે લેન્ડ થયું હતું. જોકે, અંતરિક્ષ એજન્સી હજુ પણ આ સમગ્ર બાબતની તપાસ કરી રહ્યું છે અને સંપર્ક સાધવાની કોશિશ કરી રહી છે. અંજનિયાએ પોતાના પત્રમાં લખ્યું હતું કે, “ઈસરોના વૈજ્ઞાનિકો આવનાર પેઢી માટે પ્રેરણા આપી રહ્યા છે અને તમે અમારૂં ગૌરવ છો.”

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ પ્રેરણાદાયી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!