બોલીવુડના આ ૯ અબજોપતિ સ્ટાર્સ કરે છે ખુદના પ્રાઈવેટ જેટમાં આવી મોજ મસ્તી – જુવો ફોટા

વ્યક્તિ પાસે જેમ જેમ પૈસા વધતા જાય તેમ તેમ તેના શોખ પણ વધતા જાય છે. અને જો વાત કરીએ બોલીવુડ સેલીબ્રીટીના શોખની તો બોલીવુડના અમુક સેલીબ્રીટીએ લાઇફમાં કંંઇ વસ્તુ ઘટવા જ નથી દીધી. ઘણા સિતારાઓ મોંઘી કારના પણ શોખીન હોય છે જેને કરોડોની કાર્સ ખરીદી રાખી છે. બોલીવુડ સેલીબ્રીટી જેમ જેમ વધુ નામ કમાય તેમ તેમ આગળ વધે છે. પરંતુ તમને જણાવી દ ઇએ કે બોલીવુડમાં ઘણા સિતારાઓ એવા પણ છે કે જેને પોતાના પ્રાઇવેટ જેટ ખરીદી રાખ્યા છે. જેથી શૂટીંગ પર પહોંચવામાં પ્રોબ્લેમ્સ ન થાય.

શિલ્પા શેટ્ટી :

બોલીવુડની સૌથી વધુ જાણીતી અભિનેત્રીઓમાં શિલ્પા શેટ્ટીનું નામ સામેલ છે. એક સમય હતો જ્યારે શિલ્પા શેટ્ટીની બધી જ ફિલ્મો હિટ જતી, શિલ્પા બોલીવુડની ફીટ અભિનેત્રીઓમાં પણ સામેલ છે. શિલ્પાએ વર્ષ 2009માં લંડનના બિજનેશમેન રાજ કુન્દ્રા સાથી લગ્ન કર્યા છે. 90 માં દસકમાં શિલ્પાએ આગ, લાલ બાદશાહ, મિસ્ટર રોમિયો, મે ખિલાડી તુ અનાડી, પરદેશી બાબુ, અને બાજીગર જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. શિલ્પા પાસે આજે પોતાનુંં પ્રાઇવેટ જેટ છે અને તે રજાના દિવસોમાં બહાર જવા માટે તેનો ઉપયોગ કરે છે.

અમિતાભ બચ્ચન :

બોલીવુડમાં વર્ષોથી રાજ કરનાર બોલીવુડના બદશાહ તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચન પાસે પણ પોતાનું પ્રાઇવેટ જેટ છે. બોલીવુડના નાના સિતારાઓ પાસે પણ જો પ્રાઇવેટ જેટ હોય તો બિગ બી પાસે તો પોતાનુ જેટ હોવુ જ જોઇએ.

અમિતાભ બચ્ચને પણ બોલીવુદમાં અપાર સફળતા મેળવી છે અને આજે પણ લોકોના દિલમાં રાજ કરે છે. અમિતાભની શોલે જેવી ફિલ્મોને જોવાનુંં લોકો આજે પણ પંસંદ કરે છે.

શાહરુખ ખાન :

બોલીવુડમાં કિંગ ખાનથી ઓળખાતા શાહરુખ ખાને પણ બોલીવુડમાં સારી એવી સફળતા મેળવી છે.  શાહરુખ ખાને 90ના દસકમાં બોલીવુડને ઘણાબધા સુપરહિટ ફિલ્મો આપ્યા છે. વર્ષ 2015માં દિલવાલે અને વર્ષ 2017માં રઇસ જેવા સુપરહિટ ફિલ્મ આપ્યા છે.

શાહરુખ ખાને તેના બોલીવુડ કરિયરમાં ઘાણા સુપરહિટ ફિલ્મો આપ્યા છે. અને ખુબ નામ બનાવ્યુ છે. અને પૈસા પણ ખુબ જ બનાવ્યા છે કિંગ ખાન થી ઓળખાતા શાહરુખ રિયલ લાઇફમાં પણ બદશાહ જેવી લાઇફ જીવે છે. શાહરુખ ખાન પાસે પણ તેનુ પોતાનુંં પ્રાઇવેટ જેટ છે અને તે ફેમિલી સાથે ફરવા માટે તેનો ઉપયોગ કરે છે.

સલમાન ખાન :

મિત્રો સલમાન ખાન પણ બોલીવુડનાં સૌથી વધુ ફેમસ એક્ટરોમાંથી એક છે અને તે કમાણીમાં પણ સૌથી આગળના લિસ્ટમાં સામેલ છે. સલમાન ખાને બોલીવુડમાંં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. હમણા જ સલમાનની ફિલ્મ ‘ભારત’ બોક્સ ઓફિસ પર સુપર હિટ સાબીત થઇ છે.

સલમાન ખાન બોલીવુડનાં સૌથી અમિર અભિનેતાઓમાંથી એક છે અને તેના ફેંસ ફોલોવિંગ પણ લાખોમાં છે. સલમાન ખાન પાસે પણ પોતાનુંં પ્રાઇવેટ જેટ છે જેનો ઉપયોગ તે અંગત કામો માટે કરે છે.

પ્રિયંકા ચોપરા :

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકાના લાખો ચાહકો છે અને તે બોલીવુડમા સફળતા બાદ હવે હોલીહુડમાં પણ રંગ અજમાવી રહી છે. માનવામાં આવે છે કે પ્રિયંકા બોલીવુડની સૌથી મોંગી અભિનેત્રી છે, તેની દરેક ફિલ્મની ફી અન્ય એક્ટ્રેસ કરતા ઘણી વધારે હોય છે. પ્રિયંકાને બોલીવુડની સફળ અભિનેત્રી માનવામાં આવે છે. તેને નિક્ સાથી લગ્ન કર્યા છે. પ્રિયંકા પાસે પણ પોતાનું પ્રાઇવેટ જેટ છે, અને તે અંગત કામ માટે તેનો ઉપયોગ કરે છે.

સની લિઓની :

બોલીવુડની સૌથી જાણીતી અભિનેત્રીઓમાં સની લિઓનીનું નામ સામેલ છે. સનીની સુંદરતાના લાખો દિવાના છે અને તમે બધા જાણો છો કે તે આજે અમેરીકા છોડીને ભારતમાં તેના બળકો સાથે રહે છે. સની લિઓની પણ ફિલ્મ માટે અન્ય એક્ટ્રેસ કરતા વધુ ફી વસુલ કરે છે. અને આજે સની લિઓની પાસે પણ પોતાનુંં ખુદનુ પ્રાઇવેટ પ્લેન છે.

અનિલ કપૂર :

બોલીવુડ અભિનેતા અનિલ કપૂર પણ બોલીવુડના સફળ અભિનેતા છે, હાલમાં જ ફિલ્મ ‘ટોટલ ધમાલ’ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખુબ જ ચાલ્યુ. બોલીવુડ એક્ટર અનિલ કપૂર પાસે પણ પોતાનુંં પ્રાઇવેટ જેટ છે. અનિલ કપૂરે 90 માં દસકમાં સૌથી વધુ હિટ ફિલ્મો આપી છે. આજે તે પોતાના અંગત કામો માટે પોતાના પ્રાઇવેટ જેટનો ઉપયોગ કરે છે.

અક્ષય કુમાર :

બોલીવુડના સુપર સ્ટાર અક્ષય કુમારે 90 માં દસકથી લઇને આજસુધી હિટ ફિલ્મો આપી છે. બોલીવુડ કરિયરમા અક્ષયે સારી એવી સફળતા પ્રાપ્ત કરી છે. 2019 માં અક્ષયની ફિલ્મ કેસરી અને મિશન મંગલે સારી એવી સફળતા મેળવી છે. આજે અક્ષય કુમાર પાસે પણ પોતાનુ પ્રાઇવેટ પ્લેન છે.

ઋતિક રોશન :

કહોના પ્યાર હૈ ફિલ્મથી ઓળખાન મેળવનાર ઋતીક રોશન આજે બોલીવુડમાં ઘણી સારી ફિલ્મો આપી છે. આજે ઋતિક પાશે પણ પોતાનું પ્રાઇવેટ પ્લેન છે.

ફિલ્મ કહોના પ્યાર હૈ, ક્રીસ, ક્રીસ 3, કોઇ મિલ ગયા, જોધા અકબર, જીંદગી ના મીલેંગી દુબારા માં ઋતિકે સફળતા મેળવી છે.

 

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!