આ ગ્રહ પર ફક્ત ૭ કલાક વિતાવી દેશો એટલે તમે ૧૨૫૧ વર્ષના વૃદ્ધ થઇ જશો – આ છે રહસ્ય.

તમે તો જાણો જ છો કે, પૃથ્વી પર એક વર્ષમાં કુલ 365 દિવસ હોય છે અને આ દરમિયાન કુલ 8760 કલાક થાય છે. પરંતુ આ સમય દરેક ગ્રહ પર અલગ-અલગ હોય છે. તમને વિશ્વાસ નથી થતો ને !! જોકે હાલમાં જ કૅપલર ટેલિસ્કોપે એક એવો ગ્રહ શોધી કાઢ્યો છે, જ્યાં ફક્ત 7 કલાકમાં જ ઘણા વર્ષો પુરા થઈ જાય છે. જો પૃથ્વીના હિસાબે જોવા જઈએ તો અહીંયા ફક્ત 7 કલાકમાં જ 1251 વર્ષ પુરા થઈ જશે. આનો મતલબ એ થયો કે, જો તમે એ ગ્રહ પર એક વર્ષ રહીને આવો છો તો પૃથ્વી પર સદીઓ વીતી ચૂકી હશે.

કૅપલર દ્વારા શોધવામાં આવેલ આ ગ્રહને અંતરિક્ષમાં બધા ગ્રહોમાં સૌથી તેજ ગ્રહ માનવામાં આવી રહ્યો છે. આવું એટલે કહેવાય રહ્યું છે કારણ કે, આ ગ્રહ સૂર્યની આખી પરિક્રમા ફક્ત 6.7 કલાકમાં જ પુરી કરી લે છે. તમને જણાવી દઈએ કે, શોધકર્તાઓએ આ ગ્રહનું નામ ,, રાખ્યું છે. ખગોળશાસ્ત્રીઓએ આ ગ્રહનું બીજું એક નામ C12_3474 B રાખ્યું છે. હવે કદાચ તમે વિચારી રહ્યા હશો કે, આ કૅપલર શું છે?

કૅપલર એક ટેલિસ્કોપ છે જે ગ્રહો શોધવામાં ઉપયોગી છે. જેની મદદથી આજ સુધી લગભગ 2300 જેટલા ગ્રહો શોધી કાઢ્યા છે. આ નવો ગ્રહ ધરતીથી એકદમ નજીકનો ગ્રહ છે. કૅપલરએ વર્ષ 2013માં K2 મિશનની શરૂઆત કરી હતી. આ ગ્રહ વિશે કહેવાય રહ્યું છે કે તે પૃથ્વી કરતા લગભગ 5 ગણો મોટો છે. આ ગ્રહ ઉપર ખૂબ જ મોટી માત્રામાં પથ્થર છે. એવું મનાય છે કે, ત્યાં લગભગ 70 ટકા આયર્ન મોજુદ હશે.


વૈજ્ઞાનિકોનું માનીએ તો સ્ટેલર રેડિયેશનને કારણે આ ગ્રહનું વાતાવરણ માણસો માટે રહેવા લાયક નથી. એટલે પૃથ્વીની નજીક હોવા છતાં આ ગ્રહ પર માનવીય કોલોની વસવાની કોઈ સંભાવના નથી. જોકે હજુ આ ગ્રહ વિશે એ ખ્યાલ નથી આવ્યો કે આ ગ્રહ પર એક દિવસ કેટલા કલાકનો થાય છે. અત્યાર સુધીની જાણકારી મુજબ ફક્ત એટલું સ્પષ્ટ થયું છે કે આ ગ્રહ પર 7 કલાકનું એક વર્ષ થશે. હાલમાં વૈજ્ઞાનિકો આ ગ્રહ વિશે વધુ જાણકારી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!