આ 3 ભૂલ કરનાર વ્યક્તિથી શનિદેવ રહે છે હંમેશા નારાજ – આ ભૂલો તમે તો નથી કરતા ને?

શનિદેવ એક એવા દેવતા છે જેના આશિર્વાદથી જેટલુ ફળ મળે છે તેનાથી વધારે તેનો ગુસ્સો ખતરનાક હોય છે. જો તમે જીવનમાં અમુક ખાસ ભૂલો કરો છો તો તમારા પર શનિદેવનો પ્રકોપ આવી શકે છે. જો એકવાર શનિદેવ તમારાથી નારાજ થઇ ગયા તો તમારી સાથે ઘણી ખરાબ ઘટનાઓ થઇ શકે છે. તેમા ઘરાબ ભાગ્યથી લઇને ધન હાની એટલે કે ખોટ પણ આવી શકે છે.

પરંતુ જો તમે આ બધી વસ્તુઓથી બચવા માંગો છો તો એક સારા સમાચાર પણ છે. તમારે બસ અમુક ખાસ આદતોને બદલવી પડશે. અમુક એવી વસ્તુઓ હોય છે જે શનિદેવને બીલકુલ પસંંદ હોતી નથી.  જો તમે આ ભૂલો કરશો તો તમારી સાથે ખરાબ થ ઇ શકે છે અને શનિદેવ ગુસ્સે થઇ શકે છે. તો ચાલો જાણીયે કે શનિદેવ કેવા પ્રકારના લોકોથી જલ્દી નારાજ થઇ જાય છે.

1 જે લોકો શનિદેવની પૂજા કરતી વખતે મનમાં ખરાબ વિચારો રાખે છે તેને શનિદેવનો પ્રકોપ જીલવો પડે છે. મનમાં ગુસ્સા, જલન કે નફરત ની ભાવના રાખીને ક્યારેય શનિદેવની પૂજા ન કરવી જોઇએ. જો તમારો કોઇ સાથે જગડો થયો હોય અને મગજ ઠેકાણે ન હોય તો એવા સમયે સનિદેવના મંદિરે જવું નહિ અથવા ઘરે પાણ પૂજા કરવી નહી. પહેલા મગજ શાંત થવા દો પછી જ શનિદેવની આરાધના કરો.

2 જે વ્યક્તિ શનિદેવના મંદિરમાં મહિલાઓને ખરાબ નજરે જોવે છે, અથવા ખરાબ શબ્દોનો ઉપયોગ કરે છે, અથવા તેને મનમાં પણ વિચારે છે તે વ્યક્તિ ક્યારેય શનિદેવનો પ્રિય બની શકતો નથી. ઉલ્ટાના શનિદેવ તેના પર નારાજ થઇ જાય છે અને તેના પર કષ્ટો આવી પડે છે. તેથી જ્યારે પણ તમે શનિદેવના મંદિરે હોય ત્યારે તમારા મનમાં ખરાબ વિચારો આવવા ન દો.

3 અન્યાય કરનાર લોકો પણ શનિદેવને પસંદ આવતા નથી. જો તમે પણ એ વ્યક્તિમાંથી છો જે કપટ કરે છે અથવા બીજાને દગો દ ઇને તેને નુક્શાન પહોંચાડે છે તો તેને પણ જીવનમાં ગમે ત્યારે શનિદેવના ક્રોધનો સામનો કરવો પડે છે. તેથી તમે હંમેશા ન્યાય અને ઇમાનદારીના રસ્તા પર ચાલો. જેથી શનિદેવ તમારાથી નારાજ ન થાય.

તો મિત્રો આ ત્રણ વાતો શનિદેવને ક્યારેય પસંદ આવતી નથી. જો તમે પણ આમાથી કોઇ ભૂલ કરતા હોય તો સાવચેત થઇ જાવ અને સુધરી જાવ, અન્યથા તમારે શનિદેવના ક્રોધનો સામનો કરવો પડસે. હંમેશા એક સારા માણસ બનીને રહેવાની કોશિસ કરો કેમ કે સારા માણસો સાથે ભગવાન હંમેશા સારુ જ કરે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!