ફિલ્ભામોમાં ભાઈ-બહેન નો રોલ કર્યા બાદ એક બીજાના પ્રેમમાં પડીને લગ્ન કર્યા – આ ૧૦ જોડી આવી છે

ભાઇ બહેનનો સંબંધ સૌથી અલગ જ હોય છે. ભાઇ બહેન વચ્ચે ભલે લાખો જગડા થાય પરંતુ બન્ને વચ્ચે પ્રેમ એવો જ રહે છે. બન્ને એકબીજાની કેર કરે છે. આ જ કારણ છે કે ફિલ્મોમાં પણ ભાઇ બહેનના સંબંધને ખાસ મહત્વ આપવામાં આવે છે. આ વાતને ધ્યાનમાં રાખિને આજે અમે તમને બોલીવુડની બેસ્ટ અને યાદગાર ભાઇ બહેનની જોડી વિશે જણાવવા જઇ રહ્યા છીએ. નવાઇની વાત એ છે કે આ જ સિતારાઓએ બાદમાં અન્ય ફિલ્મોમાં રોમાંંસ પણ કર્યો છે.

એશ્વર્યા રાય અને શાહરુખ ખાન :

એશ્વર્યા અને શાહરુખે આમ તો ઘણી ફિલ્મોમાં ( દેવદાસ, મોહબ્બત્તે) માં રોમાન્સ કર્યુ છે. પરંતુ તેને વર્ષ 2000માં આવેલ ફિલ્મ ‘જોશ’ મા ભાઇ બહેનનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં બન્નેની જોડીને ખુબ પસન્દ કરવામાં આવી હતી. ખાસ કરીને ફિલ્મમાં બન્નેની કેમેસ્ટ્રી ખુબ જ જોરદાર હતી.

દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ :

મિત્રો તમને જણાવી દઇએ કે બોલીવુડની ટોપ અભિનેત્રી દીપિકાએ હેંડ્સમ એક્ટર જોન અબ્રાહમ સાથે ફિલ્મ ‘રેસ 2’ માં  બહેનનો રોલ નિભાવ્યો હતો. બાદમાં જ્યારે ‘દેસી બોય્સ’ ફિલ્મ આવી ત્યારે આ જ ભાઇ બહેન ની જોડીએ તેમા રોમાંસ કર્યો હતો.

પ્રિયંકા ચોપડા અને રણવીર સિંહ :

જણાવી દઇએ કે ફિલ્મ ‘દિલ ધડકને દો’ માં પ્રિયંકા અને રણવીર બન્ને એકબીજાના ભાઇ બહેન બન્યા હતા. અને તમે જાણો જ છો કે આ બન્નેએ ફિલ્મ ‘ગુંડે’ માં જબરદસ્ત રોમાંસ કર્યો હતો.

કરીના કપૂર અને તૂષાર કપૂર :

બોલીવુડની ખુબ સુંદર અભિનેત્રી કરીનાએ તૂષાર સાથે પ્રેમિકા અને બહેન બન્ને રોલ નિભાવ્યા છે. ફિલ્મ ‘મુજે કુછ કહના હૈ’ માં બન્નેએ રોમાંસ કર્યુ અને ત્યારબાદ ફિલ્મ ‘ગોલમાલ 2’ માં ભાઇ બહેન બન્યા.

હેમા માલિની અને અમિતાભ બચ્ચન :

મિત્રો ઘણા ઓછા લોકોને ખબર હસે કે અમિતાભ અને હેમા ફિલ્મ ‘ગહરી ચાલ’ માં એકબીજાના ભાઇ બહેન બન્યા હતા અને પછી સત્તેપે સત્તા અને બગબાન જેવી ફિલ્મમાં બન્નેએ રોમાંસ કર્યો હતો.

દીપિકા પાદુકોણ અને અર્જુન રામપાલ :

આ લિસ્ટમાં ફરી એકવાર દીપિકાનું નામ આવે છે. ફિલ્મ ‘ઓમ શાંતી ઓમ’ માં તેને અર્જુન રામપાલ સાથે રોમાંસ કર્યો હતો અને બાદમાં ફિલ્મ ‘હાઉસફુલમાં’ તેની નાની બહેન બની ગઇ હતી.

જૂહી ચાવલા અને અક્ષય કુમાર :

જણાવી દઇએ કે જૂહીએ અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘ મિસ્ટર અને મિસેસ ખિલાડી’ માં રોમાંસ કર્યુ હતુ અને ફિલ્મ ‘એક રિસ્તા’ માં બન્ને ભાઇ બહેન હતા.

એશ્વર્યા રાય અને અમિતાભ બચ્ચન :

હવે આ તો એક નવાઇની વાત છે કે રિયલ લાઇફમાં અમિતાભ બચ્ચન એશ્વર્યાના સસરા છે. પરંતુ તે બન્ને રોમાંસ પણ કરી ચુક્યા છે અને અમિતાભ એશ્વર્યાના મોટાભાઇ નો રોલ પણ નિભાવી ચુક્યો છે. ફિલ્મ ‘હમ કિસી સે કમ નહીં’ માં તે એશ્વર્યાન અપ્રોટેક્ટીવ બ્રોધર બન્યા હતા અને ફિલ્મ ‘બંટી ઓર બબલી’ માં તે ‘કજરારે’ સોંગમાં એશ્વર્યાને ફ્લર્ટ કરતા નજરે આવે છે.

સલમાન ખાન અને નીલમ કોઠારી :

બોલીવુડનાં સૌથી વધુ જાણીતા અભિતેના સલમાન ખાન ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ માં નિલમનો નાનો ભાઇ બન્યો  હતો જ્યારે ફિલ્મ ‘ એક લડકા એક લડકી’ માં બન્ને પ્રેમી બન્યા અને ખુબ રોમાંસ કર્યો હતો.

જીનત અમાન અને દેવાનંદ :

જીનત અમાન અને દેવાનંદ બન્ને ફિલ્મ ‘હરે રામા હરે કૃષ્ણ’ માં ભાઇ બહેન બન્યા હતા જ્યારે ફિલ્મ ‘હીરા પન્ન’માં બન્નેએ પ્રેમી પ્રેમીકા બન્નીને ખુબ રોમાંસ કર્યો હતો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!