અમિતાભ બચ્ચનથી થઇ આ મોટી ભૂલ – KBCમાં અત્યાર સુધીમાં પહેલી વખત બચ્ચને કોઈ પાસે માફી માંગી

મિત્રો બોલીવુડના બેતાજ બાદશાહ એટલે અમિતાભ બચ્ચન, જેને બોલીવુડ પર ઘણાવર્ષો રાજ કર્યુ છે જો કે હજુ તેઓ રાજ કરી રહ્યા છે. તમે બધા જાણો જ છો કે અમિતાભ બચ્ચન દ્વારા કોન બનેગા કરોડ પતી શો ચલાવવામાં આવી રહ્યો છે. આ શો માં અમિતાભે આજસુધિ કોઇ સામે હાથ જોડીને માફી માંગી નથી, આ વખતે પહેલી વખત અમિતાભે કોઇ સામે માફી માંંગી.

વાત જાણે એમ છે કે આ વખતે કોન બનેગા કરોડપતીની ૧૧ મી સિજનમા દેશનાં શ્રેષ્ઠ કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર રમાના રાવ તેની પત્નિ સાથે હોટ સીટ પર હતા. રમાના રાવે એક ઘટના શેર કરી જેના લિધે અમિતાભે બે હાથ જોડીને માફી માંગી. મિત્રો તમે વિચરતા હસો કે બિગ બી એ માફી કેમ માંગી તો તમને જણાવી દ ઇએ કે રમાના રાવી લગભગ 35 વર્ષ પહેલા અમિતાભનો જીવ બચાવ્યો હતો.

શો માં રમાનાએ જાણાવ્યુ કે મારુ પ્રોફેશનલ કરીયર ત્યારથી જ શરુ થયેલુ જ્યારે મારી તમારી સાથે મુલાકાત થઇ. પરંતુ આ વાત અમિતાભને તત્કાલિક યાદ આવતી નથી. રમાનાએ જણાવ્યુ કે આજથી લગભગ 35 વર્ષ પહેલા મને રાત્રે 1.30 વાગ્યે કોલ આવેલો અને માત્ર એટલુ જ કહેલુ કે જલ્દી આવો મરા ફ્રેંડની તબિયત બહુ જ ખરાબ છે અને આ ઇલાજ પછિ તમારી લાઇફ બદલાઇ જસે.

રમાના આ સાંભળીને નિકળી પડ્યો અને રૂમમાં જઇને જોયુ તો ત્યા બિમાર હાલતમાં અમિતાભ બચ્ચન હતા, રમાનાએ અમિતાભને કહ્યુ કે તે દિવસે તમને ખુબ જ તાવ હતો અને તેના લિધે તમે ખુબ જ ધ્રુજી રહ્યા હતા. મે ચેકપ કરીને દવા આપિ અને બિજા દિવસે સવારે તમને સારુ થઇ ગયુ અને મને આનંદ થયો. મને ખબર હતી કે મારી આ વાત પર જલ્દિ કોઇ વિશ્વસ કરશે નહી એટલે મે તમારો ઓટોગ્રાફ પણ લીધો હતો.

આ વાત સાંભળીને અમિતાભે રમાનાને સવાલ કર્યો કે આ વાત ક્યાની છે? મુંબઇની કે ક્યાંય બીજેની? અમિતાભને જવાબ આપતા રમાનાએ કહ્યુ કે આ વાત મુંબઇ નહી પણ બેંગ્લોર ની છે. પરંતુ અમિતાભને આ વાત યાદ આવતી ન હોવાથી કહ્યુ કે હોઇ શકે કદાચ હુ ત્યારે શૂટીંગ કરી રહ્યો હોય. ત્યારબાદ અમિતાભે જણાવ્યુ કે થોડુ થોડુ યાદ આવી રહ્યુ છે. અમિતાભ તેને ઓળખી ન શકવા બદલ બે હાથ જોડીને તેની માફી માંગી. અને કહ્યુ કે મને માફ કરજો કે હુ તમને ઓળખી ન શક્યો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!