બાળક વધુ પડતો ગુસ્સો કરે અને મર્યાદા તોડે એ જોખમી સંકેત છે – આ રીતે સુધારો લાવી શકાય

બાળકોએ ભગવાનની સૌથી સુંદર રચના છે. બાળકોને ભગવાનનુ રુપ પણ મનવામાં આવે છે, એનુ કારણ છે કે બાળકોનુ મન સૌથી સાફ હોય છે. તેના મનમાં કોઇ વિશે ખરાબ હોતુ નથી કે કોઇ પાપ પણ હોતુ નથી. તેના દિલમાં બધા માટે પ્રેમ હોય છે, તે ખરાબ માણસો ને પણ સારી નજરે જોવે છે. જો કે તમે બધા જાણો છો કે બાળકોને તેની માં સૌથી વધુ પસંંદ હોય છે અને તે વધુમં વધુ સમય તેની માં પાસે જ રહેવા માંગે છે.

દુનિયાના બધા બાળકો એક જેવા જ હોય છે :

દુનિયનાંં બધા બાળકો એક જેવા જ હોય છે દુનિયામાં કોઇ વ્યક્તી એવુ નહિ હોય જેને બાળપણમાંં તોફાન ન કર્યા હોય. તોફાન કરવામાં બળકો માહિર હોય છે જો કે અમે એવું નથી કેતા કે બધા બાળકો આવા હોય છે અમુક બાળકો શાંત સ્વભાવનાં પણ હોય છે. અમુક લોકોનું એવુ માનવુ છે કે બાળકોને બાળપણમાં તોફાન કરવા જ જોઇએ જેથી તે જવાની માં વધુ ભુલો કરતા નથી.

બાળકોને બાળપણમાં તોફાન કરવા જ જોઇએ પણ અમુક બાળકો એવા તોફાન કરતા હોય છે કે તેનાથી બધા પરેશાન થઇ જાય છે. ઘરના સભ્ય હોય કે કોઇ બહારનાં વ્યક્તિ હોય બાળકોના તોફાનથી બધા પરેશાન રહે છે. ઘણી વખત બાળકોની શરારતોને કારણે માં ને પ્રોબ્લેમ્સ ઉઠાવવી પડે છે. તેથી એક માં તેનો બાળક તોફાન ઓછા કરે એવુ હંમેશા ઇચ્છતી હોય છે.

ગુસ્સામાં ઘરની વસ્તુઓ આમ-તેમ ફેંકવા લાગે છે :

અમુક બાળકો એટલા જીદ્દી હોય છે કે તે જે વસ્તુ માટે જિદ કરે તે પુરી કરીને જ રહે છે. આવા બાળકોને જ્યારે ગુસ્સો આવે ત્યારે તે ખાવા-પીવાનું બંધ કરી દે છે અને ઘરની વસ્તુઓ આમ તેમ ફેંકવા લાગે છે. એવા સમયે તેના માતા-પિતા ને પણ ખબર નથી પડતી કે બાળકનો ગુસ્સો ઠંંડો કેવી રીતે પાડવો. જો તમે પણ આ પ્રોબ્લેમ્સથી પરેશાન છો તો જોઇલો અમુક ફાયદાકારક ટીપ્સ..

બળકોનો ગુસ્સો ઓછો કરવા માટે અપનાવો આ ટીપ્સ :

બાળકોની સામે ક્યારેય તમારો ગુસ્સો રજુ ન કરો આવું કરવાથી તેના મન પર નકારાત્મક અસર પદશે.

બાળકોની સાથે કે સામે એવી સિરીયલ કે ફિલ્મ ક્યરેય ન જોવો જેમાં લડાઇ કે ગાળા ગાળી નો ઉપયોગ થતો હોય.

વધુ ગુસ્સા વાળા લોકોથી તમારા બાળકને હંમેશા દુર રાખો.

 

જો બાળક તોફાની કે વધુ ગુસ્સાવાળો હોય તો પણ તેની સાથે સારી રીતે રહો. એક દિવસ તેનો ગુસ્સો ઓછો જરુર થઇ જસે.

નાની નાની વાતોમાં બાળકોને શારિરીક દંડ દેવો ન જોઇએ.

ઘણી વખત માતા-પિતા જ્યારે બાળક પર પુરતુ ધ્યાન ન દેતા હોય ત્યારે તે તેનુંં ધ્યાન આકર્ષિત કરવા માટે પણ આવુંં કરતા હોય છે. આ વાતનું હંમેશા ધ્યાન રાખો.

તમારા બાળકોને હંમેશા એવુ કહો કે તે જ તમારા મટે બધુ છે અને તમે તેને ખુબ જ પ્રેમ કરો છો.

મિત્રો જો તમને આ આર્ટીકલ સારો લાગે તો શેર કરવાનુંં ભુલતા નહિ…  

Leave a Reply

error: Content is protected !!