બટેકા – ડુંગરીના ભાવમાં અહી મળે છે “કાજુ” – ભારતનું આ શહેર છે અજીબ, કારણ વાંચો

મિત્રો બજારમાં કાજૂનો ભાવ તો તમે બધા જાણો જ છો, કોઇ સામાન્ય વર્ગના લોકો માટે કાજૂ ખાવા એક સપના બરાબર છે. જો કે કાજૂ ખાવાની ઇચ્છા હોવા છતા સામાન્ય વર્ગના લોકો કાજૂ ખરીદી નથી શકતા. પરંતુ શુ તમે જાણો છો ભારતમાં એક એવુ પણ શહેર છે જ્યા કાજૂ બકાલાના ભાવે મળે છે, જો કે આ સાંભળીને તમને નવાઇ લાગસે પરંતુ આ સાચુ છે. તો ચાલો જાણીએ આનુ સાચુ કારણ…

તમે પણ વિચારતા હસો કે બજારમાં આટલા મોંઘા ભાવે વેંચાતા કાજુ કંઇ આટલા સસ્તા કેવી રીતે મળી શકે. પરંતુ તેની હકીકત તો તમે ત્યાંં જઇને જ જાણી શકશો. જો કે જ્યારથી આ વાત જાણવા મળી છે કે ત્યા કાજૂ આટલા સસ્તા મળે છે ત્યારથી લોકોની આવક જાવક વધી ગઇ છે.

જો કોઇ તમને આ રીતે અચાનક જ કહે કે કોઇ જગ્યાએ કાજૂ ડૂંગળી-બટેટાના ભાવે મળે છે તો તમે આ વાત પર તરત જ વિશ્વાસ નહી કરો. માત્ર તમે જ નહી પરંતુ કોઇ પણ વ્યક્તિ આ વાત પર જલ્દિથી વિશ્વાસ ન કરે. હાલ કાજૂનો ભાવ બજારમાં હજારની આસપાસ હોય છે, પરંતુ તમને જણાવી દઇએ કે જારખંડના જામતાડા જિલ્લામાં એક કિલ્લો કાજૂની કિંમત માત્ર 10 થી 20 રુપિયા છે.

મિત્રો તમને જણાવી દઇએ કે જામતાડાના નાળામાં લગભગ 49 જેટલા એકડમાંં કાજૂનાં બગીચાઓ છે. અહિં  કામ કરતા લોકો કાજૂને મફતના ભાવે વેંચી દે છે. આ વાત જ્યારથી ફેલાઇ છે ત્યારથી આ વિસ્તારમાં લોકોની આવક જાવક ખુબ જ વધી છે. આ વિસ્તારમાં કાજૂના બગીચા બનાવવા પાછળ પણ એક કહાની છે.

આ કારણથી છે આ વિસ્તારમાં કજૂના બગીચા :

આ વિસ્તારના લોકો તરફથી જાણવા મળ્યુ છે કે અહિંના પુર્વ ઉપાયુક્ત કૃપાનંદ જાને ને કાજૂ અતીપ્રિય હતા અને તેની ઇચ્છા હતી કે આ વિસ્તારોમાં કાજૂના બગીચા જાય જેથી કાજૂ સસ્તા થઇ જાય. તેથી તેને નાની મોટી તપાસ કરાવી અને કાજૂ વાવવાની શરુઆત કરી. જો કે શરુઆત સાવ નાના પાયે થઇ હતી પરંતુ સમય જતા હવે મોટા પાયે કાજૂની ખેતી થાય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!