સલમાને કરી ચોખવટ – આ છે કારણ જેથી સલમાન એની ફિલ્મોમાં કોઈ એક્ટ્રેસને કિસ નથી કરતો

બોલીવુડનાં સૌથી જાણીતા સિતારાઓના લિસ્ટમા સલમાન ખાનનુંં નામ સૌથી પહેલા આવે છે. સલમાન ખાનનો દરિયાદિલ જેવો સ્વભાવ પણ ખુબ પ્રખ્યાત છે, સલમાન ખાને બોલીવુડમાં ઘણા લોકોની કિસ્મત ચમકાવી અને તેને ઘાણા લોકોને ફેમસ કર્યા છે. સલમાન ખાન આજસુધી બોલીવુડમાં ઘણા લોકોનો ગોડફાધર રહિ ચુક્યો છે. તેને ઘણા લોકોને એક નવી જ મુકામ આપી છે અને દુનિયાભરમાં ફેમસ બનાવ્યા છે.

 

સલમાને બોલીવુડમાં ઘણીબધી સુપરહિટ ફિલ્મો આપી છે, એક્શન ફિલ્મથી લઇને રોમાંટિક સુધિની દરેક ફિલ્મોમાં કામ કર્યુ છે. પરંતુ તમે સલમાન ખાનની જેટલી ફિલ્મો જોઇ હશે તેમાથી એક પણ ફિલ્મમાં કોઇ પણ અભિનેત્રી સાથે લિપ કિસ કરતા નહી જોયો હોય તે કોઇ પણ ફિલ્મમાં અભિનેત્રીને લિપ કિસ કરતો નથી. શું તમે ક્યારેય વિચર્યુ કે આખરે સલમાન કોઇ પણ ફિલ્મમાં લિપ કિસ વાળો સીન કેમ નથી કરતા.

સલમાન ખાન કોઇ પણ ફિલ્મોમાંં લિપ કિસ નથી કરતો તેનુ પણ એક કારણ છે અને તે કારણ છે બોલીવુડની એક પ્રખ્યાત અભિનેત્રી જેના લિધે તે ફિલ્મોમાં લિપ કિસ કરતો નથી. જી હા, બોલીવુડની જાણીતી અભિનેત્રીને કારણે તે ફિલ્મોમાં કિસ કરવાનુંં પસંદ કરતા નથી, આ અભિનેત્રીએ સલમાન ખાનની ફિલ્મ “મેને પ્યાર કિયા’ માં તેની સાથે કામ કર્યુ છે, આ ફિલ્મ સલમાન ખાનની ડેબ્યુ ફિલ્મ હતી જે બોક્ષ ઓફીસ પર સુપરહિટ સાબિત થઇ હતી.

અમે જે બોલીવુડ ની પ્રખ્યાત અભિનેત્રીની વાત કરી રહ્યા છીએ તેનુ નામ છે “ભાગ્યશ્રી” જેને સલમાન ખાનની ડેબ્યુ ફિલ્મ ‘મેને પ્યાર કિયા’ માંં એકસાથે કામ કર્યુ હતુ. હકીકત હતુ એવુ કે, આ ફિલ્મમાં સલમાન અને ભાગ્યશ્રી બન્નેને લિપ કિસ કરવાનો સીન હતો પરંતુ ભાગ્યશ્રી આ સીન કરવા માંગતી ન હતી કારણ કે તે સમયે તે સમયે ભાગ્યાશ્રી ના લગ્ન થવાના હતા અને તે નોતી ઇચ્છતિ કે આ સીનની કોઇ પણ અસર તેના લગ્ન પર પડે.

સલમાન ખાનની ફિલ્મ ‘મેને પ્યાર કિયા’ એક રોમાંટિક ફિલ્મ હતી, જ્યારે ભાગ્યશ્રીએ આ ફિલ્મમાં લિપ કિસ કરવાની ના પાડી દીધી તો ડાયરેક્ટર ઘાણા પરેશાન થ ઇ ગયા હતા. જ્યારે સલમાન ખાને ડાયરેક્ટરને પુછ્યુ કે હુ કેવી રીતે ભાગ્યશ્રી સાથે લિપ કિસ વારો સીન કરીશ. ત્યારે તેને કહ્યુ કે તમને તો હુ સમજાવી શકુ છુ પરંતુ ભાગ્યશ્રીએ તો આ સીન કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે.

તે દિવસે જ સલમાન ખાનને એ વાત સમજમાં આવી ગ ઇ કે એક અભિનેત્રીની કેટલી મજબુરી રહે છે, તેમ છતા તેને આ બધુ કરવુ જ પડે છે. સલમાન ખાન સાથે વાત કર્યા પછી ડાયરેક્ટરે આ લિપ કિસ વારા શૂટ કરવા માટે વચ્ચે કાચ રાખ્યો જેથી હોઠ મળ્યા વિના જ આ સિન કરી શકે.

સલમાન ખાને તે જ સમયે આ વાત તેના મનમાં ગાંઠ વાળી લિધી કે તે ક્યારેય પણ કોઇ પણ ફિલ્મમાં કિસ વાળો સીન નહિ કરે. ભાગ્યશ્રીએ તે સમયે કિસ વાળો સીન કરવાની ના પાડી ન હોત તો કદાચ સલમાન ખાન આ નિર્ણત ન લેત. પરંતુ હવે તો એ જ વાત કહેવાની રહી કે સલમાન ખાન ભાગ્યશ્રી ના કરણે જ ફિલ્મોમાં લિપ લોક સિન કરતા નથી.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!