જયારે ૧૩ વર્ષની ઉમરે જ માં બની ગયેલી શ્રીદેવી – એ સિવાયની બોલીવુડ સ્ટાર્સની ઘણી વાતો વાંચીને ચોંકી જશો

દુનિયામાં જ્યારે સિનેમા આવ્યુ હસે ત્યારે લોકો માટે નવાઇની વાત રહી હશે. પરંતુ આજે પણ આપણે ખુબ જ પસંદ કરીએ છીએ અને લગાવ રાખીયે છીયે. ભરતીય સિનેમા ના 100થી પણ વધુ વર્ષો થયા અને આ 100 વર્ષોમાં તેને એકથી એક વધુ બેસ્ટ સિતારાઓ આપ્યા છે. સફળ થવાના સપના લ ઇને અહિં લાખો લોકો આવે છે અમુક સફળ થાય તો અમુક નિષ્ફળ જાય છે, અને અમુક મહાન અભિનેતાઓ પણ બની જાય છે. આજે તમને બોલીવુડનાં સિતારાઓ વિશે એવી વાત જણાવશું જેનાથી તમે અજાણ હશો.

રાજ કપૂર :

બોલીવુડના મહાન અભિનેતા અને ડાયરેક્ટર રાજ કપૂરે પૈસા અને નામ બન્ને ખુબ જ કમાયા છે. પરંતુ ઘણા ઓછા લોકો એ વાત જાણતા હશે કે રાજ કપૂર ખુબ જ અંધવિશ્વાશુ હતા. ફિલ્મી દુનિયામાં કામ કરનાર ઘાણા ખુલ્લા વિચાર વાળા અને કારણો પર વાત કરનાર માનવામાં આવે છે. પરંતુ રાજ કપૂર કંઇક અલગ જ વાતો પર માનતા હતા. કહેવાય છે કે જ્યારે સત્યમ શિવંં સુન્દરમ ફિલ્મ રિલીજ થઇ રહી હતી ત્યારે રાજ કપૂરે માસ અને દારુ બન્ને છોડી દિધા હતા, જેથી ફિલ્મ હિટ થઇ જાય.

શ્રીદેવી :

 

મહાન અભિનેત્રી અને બોલીવુડની ચાંદની આજે ભલે આપણા વચ્ચે નથી, પરંતુ તેના અલગ જ અંદાજથી તેને દર્શકોને લાંબા સમય સુધિ મનોરંજન પુરુ પાડ્યુ. શ્રીદેવી એ પહેલી અભિનેત્રી હતી જેને પર્દા પર મત્ર 13 વર્ષની ઉંમરમાં એક માં ની ભૂમિકા ભજવી હતી. ફિલ્મ મુંદરુ મુડિચુ માં શ્રીદેવીએ રજનીકાંતની સોતેલી માં નો રોલ નિભાવ્યો હતો.

મુગલ-એ-આજમ :

એક એવી ફિલ્મ જેને બનાવવામાં 18 વર્ષ લાગ્યા અને બનાવનાર નિર્દેશકને લોકો પાગલ પણ કહેતા હતા. આ ફિલ્મે લોકોને એક એવી પ્રેમ કહાની આપી જેને કોઇ જાણતુ ન હતુ અને કે ના કોઇ સેલીબ્રીટી ક્યારેય ભુલી શકે. આ ફિલ્મનુ જ્યારે શૂટિંગ થતુ હતુ ત્યારે એક સિન ત્રણ ભાષામાં શૂટ કરવામાં આવતા હતા. આ ફિલ્મ હિંંદી, તામિલ અને ઇંગ્લિશ માં શૂટ થઇ હતી.

કહો ના પ્યાર હૈ :

ઋતિક અને અમિષાની ડેબ્યુ મ્યુજિકલ બ્લોકબસ્ટર ફિલ્મને કોણ ભુલી શકે. ફિલ્મનાં ગીત ખુબ જ હિટ હતા અને આજે પણ તમને ક્યાંકને ક્યાંક સાંભળવા મળશે. આ ફિલ્મની સૌથી ખાસ વાત એ હતી કે આજસુધિની એકમાત્ર ફિલ્મ હતી જેને એકસાથે 92 એવોર્ડ મળ્યા હતા. આ ફિલ્મ 14 જાન્યુઆરી 2000 ના રોજ રિલીજ કરવામાં આવી હતી. અને આ ફિલ્મ દર્શકોને ખુબ જ પસંદ આવી હતી.

લગાન :

સફળતાના બધા રેકોર્ડ તોડનાર આમિર ખાનની ફિલ્મ લગાનને કોણ ભુલી શકે. આ ફિલ્મમાં અંગ્રેજ અને ભારતીયો વચ્ચેની લડાઇને એક ક્રિકેટ મેચ ના રુપમાં બતાવવામાં આવી હતી. આ ફિલ્મમાં બ્રિટિસ એક્ટર્સે ભુમિકા ભજવી હતી. આ પણ તેની રીતે એક અલગ જ રેકોર્ડ છે કે આજ સુધિ એવી ફિલ્મ નથી બની જેમા એકસાથે આટલા બ્રિટિસ એક્ટર્સને એકસાથે જોયા હોય.

દેવઆનંદ :

કાળા શૂટ પર દેવાઆનંદ જ્યારે પર્દા પર આવતા તો લોકોની ભિડ જામતી. અને લોકો પાગલ થતા તેને જોવા માટે. છોકરીઓ પણ એવી દીવાની હતી કે તેને જોઇને હોશ ખોઇ બેસતી. તમને ખબર નહિ હોય પરંતુ લોકોને તેની ફિલ્મો પસંદ આવતી હતી તેમાંથી મોટાભાગની ફિલ્મોનાં નામ ન્યુજ પેપરની હેડલાઇન થી લેવામાં આવતા. દર્શકો સાથે જુડાવ મહેસુસ કરવા માટે તે આવુ કરતા.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!