બોલીવુડની લોકપ્રિય ગાયિકા પાસે છે આટલી પ્રોપર્ટી – ફોટા જોઇને ચોંકી જશો

અત્યારે બોલીવુડમાં ઘણા સારા-સારા ગાયક કલાકારો આવી ચુક્યા છે પણ કેટલાક કલાકારો એવા છે કે જેને સાંભળીને દિલને સુકુન મળે છે. અમે બૉલીવુડની સૌથી ગ્લેમર સિંગર નેહા કક્કડની વાત કરી રહ્યા છીએ. નેહા કક્કડ આજકાલ એકથી એક ચડિયાતા ગીત આપી રહી છે પછી તે ગીત રોમેન્ટિક હોય કે આઈટમ નંબર, દરેક જણ નેહાના જાદુઈ અવાજને પસંદ કરે છે. આજના સમયમાં નાના-નાના બાળકો પણ નેહાને ઓળખે છે અને તેણીના ગીત સાંભળે છે. પણ શું તમે જાણો છો કે, નેહા કક્કડને એકવાર રિયાલિટી શોમાંથી એવું કહીને કાઢી મુકવામાં આવી હતી કે તમારો અવાજ બિલકુલ સારો નથી. પરંતુ આજે નેહા ટોપની સિંગર છે અને એની પાસે ગીતોની લાઇન લાગી છે. શું તમે જાણો છો કે, બૉલીવુડની આ મશહૂર સિંગર પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે? આ સંપત્તિનો આંકડો જાણીને તમે મોઢામાં આંગળા નાખી દેશો. નેહા કક્કડ સિંગરની સાથોસાથ ઘણા રિયાલિટી શોની જજ પણ છે.

બોલીવુડની આ મશહૂર સિંગર પાસે છે કરોડોની સંપત્તિ :


વર્ષ 2006માં ઈન્ડિયન આઈડલની બીજી સિઝનમાં નેહા કક્કડને નિષ્ફળતા મળી હતી. પણ નેહા હિંમત ન હારી અને પોતાના ભાઈ ટોની કક્કડ સાથે મળીને યુટ્યુબ પર આલ્બમ અપલોડ કર્યો અને તેણીના બધા જ ગીતો એક પછી એક હિટ થઈ ગયા. નેહા કક્કડના આલ્બમ યુટ્યુબ પર ખૂબ જ ટ્રેન્ડમાં રહ્યા અને તેથી લોકો નેહાને સર્ચ કરવા લાગ્યા અને તેણી ખૂબ જ ફેમસ થઈ ગઈ.

નેહાના હિટ ગીતને કારણે જ બોલિવૂડમાંથી એને ગીતની ઓફર આવવા લાગી અને આજે તેણી બૉલીવુડની ટોપની લેડી સિંગર બની ચુકી છે. આજે તેણી એક ગીત ગાવાના 10 થી 15 લાખ રૂપિયા ચાર્જ લે છે. નેહાએ પોતાની મહેનતથી સંપત્તિ પણ બનાવી અને તેણીને મોંઘી ગાડીઓનો પણ શોખ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ નેહા કક્કડ પાસે હાલમાં લગભગ 60 થી 70 કરોડ રૂપિયાની સંપત્તિ છે અને 8 સૌથી મોંઘી ગાડી પણ છે. જેમાં ઔડી રેન્જ ઓવર પણ સામેલ છે.

નેહાએ ટૂંકા સમયમાં જે લોકપ્રિયતા હાસિલ કરી છે તે દરેક જણ માટે એક સપનું હોય છે પણ ખૂબ ઓછા લોકો જાણે છે કે નેહાએ અહીંયા સુધી પહોંચવા માટે કેટલી બધી મહેનત અને સંઘર્ષ કર્યો છે. નેહા કક્કડ નાનપણમાં પોતાની મોટી બહેન સાથે માતાજીની જાગરણમાં ભજનો ગાવા માટે જતી. એની મોટી બહેનનું નામ સોનુ કક્કડ છે. ફિલ્મી ગીતો ઉપરાંત નેહા કક્કડ પોતાના ભાઈ ટોની સાથે ઘણા આલ્બમ પણ બનાવી ચુકી છે જે યુટ્યુબ પર ટોપ-15નાં લિસ્ટમાં સામેલ છે.

06 જૂન 1988માં ઉત્તરાખંડના ઋષિકેશમાં જન્મેલ નેહા કક્કડ એક પંજાબી પરિવારથી બિલોન્ગ કરે છે. તેણીએ ઈન્ડિયન આઈડલ સિઝન-2માં ભાગ લીધો હતો અને ત્યાં તેણી રિજેક્ટ થઈ હતી. હવે નેહાએ ઈન્ડસ્ટ્રીમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. આજે નેહા એ જ રિયાલિટી શોમાં જજ છે કે જ્યાં તેણી રિજેક્ટ થઈ હતી. જી હાં, નેહા કક્કડ ઈન્ડિયન આઈડલ સિઝન-10 માં જજ તરીકે કામ કરી ચુકી છે. સૌથી રસપ્રદ વાત તો એ છે કે સિઝન-2 માં નેહાનું ગીત જેને સૌથી ખરાબ લાગ્યું હતું એ જજ અનુ મલિક હતા. સંજોગ તો જુઓ આજે નેહા કક્કડ એ જ અનુ મલિકની બાજુમાં બેઠીને શોને જજ કરે છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!