એક્ટિંગની સાથે પોતાનો અલગ બીઝનેસ કરીને આ ૬ સિતારાઓ અધધ…આટલા રૂપિયા તો એમાં જ કમાઈ લે છે

બૉલીવુડની દુનિયા ખૂબ જ અલગ છે. આપણે બધા આ સ્ટાર્સની શાનદાર લાઈફ સ્ટાઇલ જોઈને આકર્ષિત થઈએ છીએ. બધા જાણે છે કે, બોલિવૂડ સ્ટાર્સ પાસે ખૂબ પૈસા હોય છે. ત્યાં સુધી કે ફ્લોપ રહેલ સ્ટાર્સ પણ પોતાની જીંદગી એશો આરામથી જીવે છે. આનું એક કારણ એ પણ છે કે, ઘણા ઍકટર્સ પોતાના અભિનયની સાથે સાઈડમાં બીજું બિઝનેસ પણ કરે છે. એટલે એમની એક્સ્ટ્રા ઈન્કમ પણ થતી રહે છે. આ રીતે તેઓ પોતાના મોંઘા શોખ પુરા કરે છે. એવામાં આજે અમે તમને બોલીવૂડના કેટલાક ખાસ સ્ટાર્સ વિશે વાત કરવાના છીએ, જે સાઈડ બિઝનેસ કરીને વધુ કમાણી કરી રહ્યા છે.

(1) અજય દેવગણ :


આજે પણ અજય દેવગણ ફિલ્મોમાં એક્ટિવ છે અને એમની ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરે છે. અજયનું એક પ્રોડક્શન હાઉસ પણ છે જેનું નામ ‘દેવગણ એન્ટરટેઇનમેન્ટ સોફ્ટવેર લિમિટેડ’ છે. આ સિવાય એમણે રોજા ગૃપ સાથે પાર્ટનરશીપ કરીને 25 MW પ્લાન્ટમાં પણ પૈસા ઇન્વેસ્ટ કર્યા છે. એટલું જ નહીં, એમણે ગુજરાતના સોલાર પ્રોજેક્ટ ‘ચારનાકા’માં પણ ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે.

(2) સુનિલ શેટ્ટી :


સુનિલ શેટ્ટીનું ફિલ્મી કરિયર ખૂબ સફળ રહ્યું છે. પણ ખૂબ ઓછા લોકો એ વાત જાણે છે કે, સુનિલ શેટ્ટી એક સફળ બિઝનેસમેન પણ છે. સુનિલ પાસે ‘પોપકોર્ન એન્ટરટેઇનમેન્ટ’ નામનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે. આ સાથે એમણે યુવાનો માટે આકર્ષક નાઈટ ક્લબ અને રેસ્ટોરન્ટ પણ બનાવ્યાં છે. હવે તમે આના પરથી અંદાજ લગાવી શકો છો કે, સુનિલ શેટ્ટી કેટલા પૈસા કમાતા હશે.

(3) અક્ષય કુમાર :


અક્ષય કુમાર એક સફળ અભિનેતા રહ્યા છે. તેઓ આજે પણ ઘણી ફિલ્મોમાં લીડ એક્ટર તરીકે કામ કરી રહ્યા છે. એવું પણ સાંભળવામાં આવ્યું હતું કે, તેઓ બધા અભિનેતાઓની સરખામણીમાં સૌથી વધુ ટેક્ષ ભરે છે. આનું કારણ એ પણ હોય શકે કે, તેઓ એક્ટિંગ ઉપરાંત ઘણા બિઝનેસ કરે છે. અક્ષય કુમારે રાજ કુન્દ્રા સાથે પાર્ટનરશીપ કરીને પોતાની ઓનલાઈન શોપીંગ ચેનલ ‘બેસ્ટ ડીલ ટીવી’ ખોલી છે. આ સાથે એમનું ‘હરિ ઓમ એન્ટરટેઇનમેન્ટ’ નામનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે.

(4) માધુરી દીક્ષિત :


બૉલીવુડની લોકપ્રિય હિરોઈન માધુરી દીક્ષિત નેને પોતાની શાનદાર એક્ટિંગની સાથે બહેતરીન ડાન્સ માટે પણ જાણીતી છે. પોતાના આ પેશનને ફોલો કરતા તેણીએ પોતાની ઓનલાઈન ડાન્સ એકેડમી પણ ચાલુ કરી છે.

(5) બોબી દેઓલ :


બોબી દેઓલનું ફિલ્મી કરિયર ઉતાર-ચડાવથી ભરેલું રહ્યું છે. લાંબા સમય બાદ એમણે રેસ-3 જેવા ફિલ્મથી કમબેક કરવાની કોશિશ કરી હતી પણ તે ફિલ્મ પણ ફ્લોપ રહી. પણ બોબી હિંમત નથી હાર્યા. તેઓ જલ્દી ‘હાઉસફુલ-4’ માં નજર આવશે. અભિનય ઉપરાંત બોબી એક સારા ડી.જે. પણ છે. એમણે આની શરૂઆત વર્ષ 2016માં દિલ્હીના એક નાઈટ ક્લબથી કરી હતી.

(6) મલાઈકા અરોરા :


અર્જુન કપૂર સાથે લવ અફેરને લઈને ચર્ચામાં રહેનાર મલાઈકા અરોડા પણ પોતાનું એક સાઈડ બિઝનેસ ચલાવે છે. મલાઈકા અરોડાને બોલિવૂડમાં ઘણા આઈટમ ડાન્સની ઓફર મળતી રહે છે. તેણી અભિનેત્રી તરીકે ખૂબ ઓછા ફિલ્મોમાં જોવા મળી છે. એમ છતાં એની લાઈફ સ્ટાઈલ આલીશાન છે. હકીકતમાં મલાઈકાએ બિપાશા બાસુ અને સુજૈન ખાન સાથે મળીને પોતાની ફેશન સંબંધી વેબસાઈટ ખોલી છે. આ વેબસાઈટનું નામ ‘ધી લેબલ લાઈફ’ છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!