એક્ટ્રેસ બની એ પહેલા રેગ્યુલર ચોર બજાર જતી હતી શ્રદ્ધા કપૂર – કારણ વાંચીને ચોંકી જશો

બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર આજકાલ પોતાની ફિલ્મ ‘છીછોરે’ અને ‘સાહો’ને કારણે ચર્ચામાં છે. છેલ્લે એની ફિલ્મ ‘સ્ત્રી’ બોક્સ ઓફિસ પર સુપરહીટ સાબિત થઈ હતી. સાહોમાં તેણીએ બાહુબલી ફેમ પ્રભાસ સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ પણ લગભગ હિટ રહી છે. જોકે આજે અમે તમને શ્રદ્ધા કપૂરની પ્રોફેશનલ લાઈફ નહીં પણ પર્સનલ લાઈફ વિશે કેટલીક રસપ્રદ વાતો જણાવીશું. શ્રદ્ધાએ હાલમાં જ સાહોનાં પ્રમોશન દરમિયાન એક ઈન્ટરવ્યૂ આપ્યું છે જેમાં ઘણા ખુલાસા કર્યા છે. તેણીએ એ પણ જણાવ્યું કે, હિરોઈન બનવા માટે એણે ઘણી બધી વસ્તુઓની કુરબાની આપવી પડી છે.

શ્રદ્ધા કપૂરને ઈન્ટરવ્યૂમાં પૂછાયેલા કેટલાક સવાલ અને જવાબ નીચે મુજબ છે.

‘બત્તી ગુલ મીટર ચાલુ’ જેવી ફ્લોપ ફિલ્મનાં દુઃખમાંથી કેવી રીતે બહાર નીકળો છો?
આ સવાલનાં જવાબમાં શ્રદ્ધાએ જણાવ્યું કે, તેણીને હવે લાઈફના ઉતાર-ચડાવ એટલે કે હિટ અથવા ફ્લોપની આદત પડી ગઈ છે. એના કરિયરની પ્રથમ બે ફિલ્મ ‘તીન પત્તી’ અને ‘લવ કા ધી એન્ડ’ બોક્સ ઓફિસ પર ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ રહી હતી. ત્યારબાદ ‘આશીકી-2’ સુપરહીટ રહી. ત્યારબાદ ‘એક વિલન’, ‘હૈદર’ અને ‘ABCD-2’ લોકોને પસંદ આવી. જ્યારે ‘રોક ઓન-2’, ‘હસીના’ અને ‘બત્તી ગુલ મીટર ચાલુ’ ફ્લોપ થઈ ગઈ. પછી ફિલ્મ ‘સ્ત્રી’એ ધૂમ મચાવી. જેનાથી સમજાયું કે આ બધું ચાલ્યા કરે. હાં, ફિલ્મ ફ્લોપ થાય ત્યારે દુઃખ ચોક્કસથી થાય છે પણ હિટ હોય કે ફ્લોપ, હું મારા કામ સાથે હંમેશા વફાદાર રહું છું.

આર્ટિકલ 370 વિશે તમારો પ્રતિભાવ?


જો તમને યાદ હોય તો શ્રદ્ધાએ ‘હૈદર’ ફિલ્મમાં કામ કર્યું હતું. જે ફિલ્મ કાશ્મીરની સમસ્યાઓ પર આધારિત હતી. એવામાં જ્યારે તેણીને કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કરવા બાબતે પૂછ્યું તો તેણીએ જવાબ આપ્યો કે ‘હું ઈચ્છું છું કે કાશ્મીરમાં અમન, શાંતિ અને ભાઈચારો બની રહે અને આપણાં બધા ભાઈ બહેનો સુખ શાંતિથી રહે. બસ, આ સિવાય મારે કશું નથી કહેવું.’

સોશિયલ મીડિયા વિશે તમે શું કહેશો?


આ વિશે શ્રદ્ધાએ જણાવ્યું કે, તેણી સોશિયલ મીડિયા પર વધારે ધ્યાન નથી દેતી અને પોતાના કામ પર જ ફોકસ કરે છે. તેણીએ કહ્યું કે, સોશિયલ મીડિયા પર આવનાર ખરાબ કમેન્ટ્સ અને ટ્રોલર્સની વાતોને મન-મગજમાં લઈને ચાલીશું તો કામ પર ફોકસ નહીં કરી શકીએ. એટલે એના પર ધ્યાન ન દેવું.

રોમાન્સને લઈને શું ચાલી રહ્યું છે?


મારા રિલેશનશીપ અને લીન્કઅપ વિશે ઘણી અફવાઓ ફેલાતી રહે છે. હું ગમે એટલી વખત ચોખવટ કરી દઉં એમ છતાં લોકો ઉલ્ટું સીધું લખતા જ રહે છે. એટલે સૌથી બેસ્ટ એ છે કે, હું ચૂપ રહું. આવી અફવાઓથી મને કોઈ ફર્ક નથી પડતો. આમેય હું શૂટિંગમાં ખૂબ જ વ્યસ્ત રહું છું, પરિવાર સાથે પણ ઓછો સમય મળે છે. હાલમાં તો હું મારા કામ પ્રત્યે ખૂબ ધ્યાન આપું છું.

એક્ટ્રેસ બન્યા પછી કઈ વસ્તુઓ છોડવી પડી?


આના જવાબમાં શ્રદ્ધાએ જણાવ્યું કે, હિરોઈન બન્યા પછી સામાન્ય જીંદગીની આઝાદી અને ઘણી બધી વસ્તુઓની કુરબાની આપવી પડી. શ્રદ્ધાએ કહ્યું કે, મને રીક્ષામાં મુસાફરી કરવી ખૂબ ગમે છે. ઘર સુધી ચાલીને જવું મજા આવે. દુકાનો પર ભાવતાલ કરવા ગમે છે. જોકે હવે હું આ બધી વસ્તુઓ નથી કરી શકતી. હું તમને જણાવી દઉં કે, હું ખૂબ સારી રીતે બાર્ગનિંગ કરી લવ છું. અભિનેત્રી બન્યા પહેલા હું ચોર બજાર જતી અને ઘણી બધી શોપીંગ કરી લાવતી.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!