રાત્રે ૨ વાગ્યે શોરૂમમાં ઘૂસીને ચોર ન્હાયો, પછી દુલ્હાનો ડ્રેસ પહેર્યો અને પછી આ થયું…..

આમ તો દુનિયાભરમાં ચોરી-ચકારીનાં ઘણાં કિસ્સાઓ સામે આવે છે, પણ કેટલાક કિસ્સા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ જાય છે. જે ચોરીની નવીનતમ અને અનોખી રીતને કારણે ચર્ચામાં રહે છે. હવે તમને થતું હશે કે વળી, ચોરી કરવામાં પણ શું અનોખી રીત? નહીં…? બિલકુલ ખોટું વિચારી રહ્યા છો તમે. હકીકતમાં આજકાલ ચોરીમાં પણ ઘણા નવા-નવા પ્રયોગ થવા લાગ્યા છે, જેનું તાજું ઉદાહરણ મહારાષ્ટ્રના નાગપુરથી સામે આવ્યું છે. જી હાં, નાગપુરમાં એક વ્યક્તિએ 2 લાખ રૂપિયા અને સામાનની ચોરી કંઈક અલગ અંદાઝમાં કરી છે, જે જાણીને બધા નવાઈ પામી રહ્યા છે.

મહારાષ્ટ્રના નાગપુર ખાતે એક શોરૂમમાં ચોરીનો કિસ્સો સામે આવ્યો છે, ત્યારબાદ તપાસ થઈ તો કહાનીમાં ટ્વિસ્ટ આવ્યો. ખરેખર ! એક માણસ શોરૂમમાં ઘૂસ્યો ત્યારબાદ એણે બધી તૈયારી કરી અને પછી ત્યાંથી રોકડ અને કપડાં લઈને ભાગી ગયો. આ વિશે કોઈને ખબર પણ ન પડી. જણાવી દઈએ કે, નાગપુરના આયાચીત મંદિર માર્ગ પર આકાશ મોલ લગ્ન અને ફેન્સી કપડાંઓ માટે ફેમસ છે, જ્યાંથી ચોરી થઈ છે અને પછી જ્યારે દુકાનદારને ખબર પડી તો એના હોશ ઉડી ગયા.

શોરુમમાં ઘૂસીને પહેલા ન્હાયો :

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો 1 સપ્ટેમ્બરની રાતે 2 વાગ્યે એક વ્યક્તિ ચોરી કરવા માટે શોરુમમાં ઘૂસ્યો. શોરુમમાં કુલર રાખેલ જગ્યાએથી જ તે અંદર ઘૂસ્યો અને પછી ત્યાં એણે રોકડ રકમ જોઈ, ત્યારબાદ તે છત ઉપર ગયો. છત ઉપર જઈને પહેલા તે સારી રીતે ન્હાયો અને પછી નીચે આવીને દુકાનમાં રાખેલ બધા કપડાં ટ્રાય કર્યા. જણાવી દઈએ કે, એ વ્યક્તિની ઈચ્છા રોકડની સાથોસાથ કપડાંનો જુગાડ કરવાની પણ હતી, એટલે જ એણે બધા કપડાં પહેરીને ટ્રાય કર્યા.

રોકડ અને કપડાં લઈને રફુચક્કર થયો :


ન્હાયા બાદ એ વ્યક્તિએ નીચે જઈને સૌથી મોંઘા અને સારા કપડાં પહેરી લીધા, ત્યારબાદ થોડા કપડાં એણે પોતાની બેગમાં ભર્યા. જેમાં દુલ્હાનો ડ્રેસ પણ સામેલ હતો. મતલબ સાફ છે કે એ વ્યક્તિ કોઈક લગ્ન માટે કપડાં ચોરી કરવા માટે આવ્યો હતો. આ સિવાય એણે રોકડા 2 લાખ રૂપિયા પણ ચોરી કર્યા, જે શોરૂમની તિજોરીમાં હતાં. એવામાં ચોરે દુકાનદારને ભારે ઝપટમાં લઈ લીધો, પણ પોતાના જૂના કપડાં ત્યાં જ છોડી દીધા. ત્યારબાદ આ આખી ઘટના સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

ચોરને શોધવા પોલીસ કામે લાગી :


સી.સી. ટીવી કેમેરા મુજબ, ચોર શોરુમમાંથી નીકળીને ઓટોમાં બેઠીને નાગપુર રેલવે સ્ટેશન પહોંચી ટ્રેન પકડી હતી. મતલબ, તે ચોરી કરીને દૂર ભાગી ગયો, પણ પોલીસ એને પકડવાની પુરી કોશિશ કરી રહી છે. જેથી બધો સામાન પરત મળી શકે. જણાવી દઈએ કે, દુકાનદારને આ ચોરી વિશે સવારમાં ખબર પડી, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. આ સમગ્ર મામલામાં પોલીસનું કહેવું છે કે, તેઓ ખૂબ જલ્દી ચોરને પકડી પાડશે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!