દુનિયાનો સૌથી વિસ્ફોટક બેટ્સમેન પિતા બનવાનો છે – શેર કર્યા પત્ની સાથેના આ ૧૦ ફોટો

દુનિયાના સૌથી વિસ્ફોટક બેટ્સમેનનાં લિસ્ટમાં ટોપ પર આન્દ્રે રસેલ આવે છે. તે ક્રિકેટ જગતમાં છક્કા મારવામાં મશહૂર છે. આન્દ્રે રસેલ પોતાની તોફાની બેટિંગ દ્વારા બોલરોની ઊંઘ હરામ કરી નાખે છે. એટલું જ નહીં, આન્દ્રે રસેલ ક્રિકેટના દરેક પળને મસ્તીભરીને જીવે છે અને ઉભા-ઉભા બોલને બાઉન્ડ્રી બહાર પહોંચાડી દે છે, જેના કારણે આખી દુનિયામાં એના ફેન્સ મોજુદ છે. એવામાં આન્દ્રે રસેલનાં ઘરે ખુશખબરી આવવાની છે, જેનો ઉલ્લેખ એમણે સોશિયલ મીડિયા પર અનોખા અંદાઝમાં કર્યો છે.

વેસ્ટઈન્ડિઝના ધાકડ બલ્લેબાજ આન્દ્રે રસેલએ મેદાન પર જબરદસ્ત શો દેખાડ્યો છે, જેની સામે મોટામાં મોટો બોલર પણ મૂક દર્શક બની જાય છે. અને જ્યારે તેઓ બોલને હિટ કરે છે ત્યારે મેદાનમાં ઉભેલા ખેલાડીઓ ફક્ત મૂક દર્શક હોય છે. હકીકતમાં, જ્યારે પણ એમના બેટ સાથે બોલનો સંપર્ક થાય ત્યારે બોલ સીધો બાઉન્ડ્રી બહાર જાય છે. એટલું જ નહીં, તેઓ ખૂબ જ આરામથી છક્કા મારવાની તાકાત ધરાવે છે. ખેર ! અહીંયા આપણે એમના અંગત જીવન વિશે વાત કરી રહ્યા છીએ, જેના વિશે એમણે ખુદ પોતાના ફેન્સને માહિતગાર કર્યા છે.

આન્દ્રે રસેલ પિતા બનવાનો છે :

31 વર્ષીય આન્દ્રે રસેલના ઘરે ખૂબ જલ્દી નાના મહેમાન આવવાના છે, જેની ખુશખબર એમણે ખુદ સોશિયલ મીડિયા પર શેર કરી છે. આન્દ્રે રસેલે પોતાની પત્ની સાથે એક વીડિયો શેર કર્યો છે, જેમાં એમણે પોતાના ભાવિ બાળક વિશે જણાવ્યું છે. રસેલે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોતાની પત્ની સાથે અનોખા અંદાઝમાં ક્રિકેટ રમતા નજરે પડે છે. આ ક્રિકેટમાં પોતાની પત્નીને બોલ નાખવાનું કહ્યું અને પછી બોલને આકાશમાં ઉડાવ્યો, જે ઉપર જતા જ ગુલાબી ધુમાડામાં પરિવર્તિત થઈ જાય છે.

આ બેબી ગર્લ છે – આન્દ્રે રસેલ :


આન્દ્રે રસેલે જ્યારે બેટ દ્વારા બોલને આકાશ તરફ ઉડાવી ત્યારે બોલ પિન્ક કલરના ધુમાડામાં ફેરવાય ગઈ, ત્યારબાદ એમણે કહ્યું કે, આનો મતલબ તો બેબી ગર્લ આવવાની છે. જોકે આન્દ્રે રસેલએ જણાવ્યું કે, મને એ વાતથી બિલકુલ ફર્ક નથી પડતો કે બેબી ગર્લ હશે કે બેબી બોય હશે. સાથે જ એમણે કહ્યું કે, હું આ પળને જીવવા માંગુ છું અને હું ખૂબ જ ખુશ છું કે હું જલ્દી પિતા બનવાનો છું.

IPL માં ધૂમ મચાવી હતી :


કોલકત્તા તરફથી રમનાર આન્દ્રે રસેલે IPLમાં ખૂબ ધૂમ મચાવી હતી. આન્દ્રે રસેલ એકલે હાથે ગેમ જીતાડવાની ત્રેવડ રાખે છે, જેનું પ્રદર્શન એમણે ઘણીવાર કર્યું છે. જણાવી દઈએ કે IPLમાં આન્દ્રે રસેલે ખૂબ છક્કા માર્યા હતા, જેના કારણે જ્યારે પણ તેનું બેટિંગ આવતું ત્યારે વિરોધી ટીમના હોશ ઉડી જતા. તેઓ એક-બે રન નહીં ફક્ત છક્કા અને ચોકાથી જ સ્કોર બનાવે છે. આન્દ્રે રસેલ એટલે ક્રિકેટનું ટોટલ એન્ટરટેઇનમેન્ટ. પૈસા વસુલ પરફોર્મન્સ. એટલે જ હજુ આવતા IPLમાં પણ લોકો એમની બેટિંગ જોવા માંગે છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!