કરોડો નાના થી મોટાઓ ની ફેવરીટ ચોકલેટ ના રેપર પર હવે ડેરીમિલ્ક શબ્દ નીકળી જશે – કારણ જાણી ચોંકી જશો

મિત્રો આજે ડેરીમિલ્ક નાના મોટા દરેક લોકોની ફેવરીટ ચોકોલેટ છે, અને તમને જણાવી દઇએ કે કેડબરી કંપનીએ એવો નિર્ણય લીધો છે કે હવેથી તેના પેકેટ પરના દરેક શબ્દો હટાવી દિધા છે, જો કે આ નિર્ણય હંમેશા માટે નથી. અને કંપનીએ આ નિર્ણય સમાજ કલ્યાણ ના હેતુથી લિધો છે. હવેથી ડેરી મિલ્કના પેકેટ માત્ર બે ગ્લાસમાંથી દુધ પડતુ હોય તેવી નિશાની જ આવસે.

કંપનીએ શા માટે લિધો આ નિર્ણય? :

 

જણાવી દઇએ કે યુ.કે માં લાખો વૃધ્ધ લોકો એકલતાથી પિડાએ રહ્યા છે, જેની સંખ્યા 14 લાખ જેટલી છે. યુ.કે મા 225000 જેટલા વૃધ્ધ લોકો કોઇ પણની સાથે વાત કર્યા વગર દિવસો પસાર કરવા મજબુર છે. તેથી આ સમસ્યાને ધ્યાનમાં લઇને કેડબરી એ તેના રેપર પર બધા શબ્દ કાઢી ને ચળવળ શરુ કરી છે, જો કે આ પેકિંગ મર્યાદિત જ છે. અને તેમાંથી થતા નફાનો અમુક ભાગ એજ યુકે નામની સંસ્થાને દાન તરીકે આપવામાં આવસે.

કેડબરીની આ શબ્દ વગરની ચોકલેટ યુ.કે માં વેંચવા માટે મુકી દેવામાં આવી છે અને લોકો કંપનીના આ નવા પ્રયાસના વખાણ કરી રહ્યા છે અને કંપનીનો આભાર વ્યક્ય કરી રહ્યા છે. તેના પર અલગ અલગ કોમેંટ્સ આવી રહી છે. ઘણાએ આ બાબતને સિરિયસમાં લ ઇને કોમેંટ્સ કરી છે તો ઘણાએ મજાક બનાવીને કંપનીનો આભાર વ્યક્ત કર્યો છે.

એકલતા કોઇ સામાન્ય સમસ્યા નથી તે માણસને અંદરથી ભાંગી નાખે છે. જો કે ભારતમાં આ સમસ્યા જોવા મળતી નથી, વિકસીત દેશોમાંં આ મોટી સમસ્યા બની ગઇ છે. ત્યાની અલગ સામાજીક વ્યવસ્થાને લીધે લાંંબા સમયે માણસ એકલો બની જાય છે.

ભારતે હજુ આ દિવસો જોવાનો વારો નથી આવ્યો તેની પાછળનું કારણ છે આપણી સંસ્કૃતી અને માં-બાપ પ્રત્યે નો પ્રેમ. પરંતુ નવા બદલાવો માં આ પણ બદલાવો આવતા જાય છે અને તેની અસર આપણી સંસ્કૃતી પર પડે છે અને આપણે પણ એક દિવસ આવી સમસ્યાઓ ઉભી થસે.

મિત્રો જો તમને આ આર્ટીકલ સારો લાગે તો શેર કરવાનું ભુલતા નહિ…

Leave a Reply

error: Content is protected !!