દીકરી એની સાસરી માં જઈને પણ દીકરી બનીને રહે એ માટે દરેક માતાએ આ 10 ગુણ નું સિંચન કરવું જરૂરી

એ વાત તો બધા સાંભળતા હસો કે દિકરી લક્ષ્મિનું રુપ છે. જો કે દિકરીઓને સમાજમાં ઘણી મુસ્કેલીઓનો સામનો કરવો પડે છે. જે સુખ સુવિધા અને એશો આરામ એક  દિકરાને મળે છે તે એક દિકરીને નથી મળતી. આજે પણ આ સમાજ એક પુરુષપ્રધાન છે. પરંતુ આપણે આપણી નવી જનરેશનને આનાથી લડવા અને આગળ વધવા માટે તૈયાર કરવાની છે.

જેની શરુઆત તમે તમારા ઘરથી જ કરો. તમારી દિકરીને નાનપણથી જ એવી શિક્ષા અને ગુણ આપો કે આગળ જતા તેન ભવિષ્યમાં તમારુ નામ રોશન કરી શકે અને પોતે પણ એક મસ્ત જીંદગી જીવી શકે. તો ચાલો આજે જાણીયે કે તમારે તમારી દિકરીને અત્યારથી કેવા ગુણ આપવા જોઇએ જેથી ભવિષ્યમાં કામ લાગે…

1. દિકરી તુ અમારા દિકરાથી ઓછે નથી. તુ એ બધુ કરી શકે છે જે એક દિકરો કરી શકે છે. તેથી તારા સપના એ કારણ થી ક્યારેય દબાવવા નહી કે તુ એક છોકરી છો તો તારાથી આ વિશેષ કામ નહી થાય.

2. હંમેશા પોતાના પર જ વિશ્વાસ રાખવો. આ દુનિયા તારા વિશે કંઇ પણ બોલે પણ તારે ક્યારેય હિંમત હારવી નહિ. આ દુનિયામાં કંઇ પણ અશક્ય નથી.

3. આ દુનિયામાં ભણતર એટલે કે એજ્યુકેશન સૌથી મોટુ હથીયાર છે. તેથી ખુબ મન લગાવીને ભણજે. નોલેજના દમ પર તુ દુનિયાના કોઇ પણ મુકામે પહોંચી શકે છે. તેથી ભણતર ક્યારેય અધુરુ મુંકવુ નહી.

4. આ દુનિયામાં સારા અને ખરાબ બન્ને પ્રકારના માણસો હોય છે. ખરાબ લોકોથી હંમેશા દુર રહો અને સારા માણસોનો સાથ આપવો. જો કોઇ તારી સાથે ખરાબ વર્તન કરે તો તેને જડબાતોડ જવાબ આપી દેવો જેથી તે બીજી કોઇ છોકરી સાથે આવું ન કરે.

5. દિકરી તારે હંમેશા ફિટ રહેવું જોઇએ. તેના માટે તું કરાટા ક્લાસિસ પણ જોઇન કરી શકે છે. તારી આત્મ રક્ષા કરતા તને જાતે જ આવડવું જોઇએ. ખાસ કરીને કોઇ છોકરો જ્યારે તારી સાથે ખરાબ વર્તન કરે.

6. જીવનમાં પરિવાર અને કરિયર બન્નેનું મહત્વ અલગ હોય છે. પરંતુ એક રસ્તો એવો જરુર હોય છે જેના પર છલીને તુ બન્ને પર ફોકસ કરી શકે. તેથી એક માટે બીજાને જતુ કરવું નહી.

7. અમે તારી સાથે ક્યારેય કોઇ ભેદભાવ નહિ કરીએ. જે સુવિધા દિકરાને મળશે તે તને પણ મળશે. તેમજ જે પ્રતિબંધ દિકરા પર હસે એ તરા પર પણ હસે.

8. તુ અમારી શાન છો અને અમને તારા પર ગર્વ છે. તેથી જીવનમાં કોઇ સાહે ક્યારેય ખરાબ કરવું નહી. હંમેશા સચ્ચાઇ અને માણસાઇ સાથે રહેવું. તારા કામ સાથે અમારી ઇજ્જત જોડાયેલ છે. તેથી દરેક નિર્ણય સમજી વિચારીને લેવા જોઇએ.

9. તારા માટે અમારા ઘરના અને દિલના દરવાજા હંમેશા માટે ખુલા છે. જો જીવનમાં કોઇ ભુલ થઇ જાય તો તરત અમને જાણ કરી દેવી જોઇએ. આ ભુલ છુપાવવી ન જોઇએ અને તેની પાછળ બીજી ભુલો પણ કરવી ન જોઇએ.

10. આ સમાજમાં ઘણા એવા લોકો પણ મળશે જે તને દબાવવા માંગશે અને તારો ખરાબ ઉપયોગ કરવા માગતા હશે, તને આગળ વધવાથી રોકવાનો પ્રયત્ન પણ કરશે પરંતુ તુ એવુ બીલકુલ થવા દેતી નહી. તારા હકને કોઇ છીનવી શકતું નથી હંમેશા આગળ વધતું રહેવુ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!