આપણા દેશના સૌથી જાજરમાન 21 બંગલો – ક્લિક કરી જુવો આમાં ફિલ્મી હસ્તીનો ફક્ત 3 બંગલો સામેલ છે

દરેક લોકો ઇચ્છતા હોય કે તે એક મહેલ જેવા ઘરમાં રહે. જો કે માણસ તેની પરિસ્થીતી પ્રમાણે ઘર  બનાવતા હોય છે પરંતુ ઘણા બિજનેશમેન એવા એવા ઘરો બનાએ છે કે સામાન્ય લોકો વિચારી પણ નથી શકતા. એવા ઘરોમાં સ્વિનિંગ પૂલથી લઇને સિનેમા હોલ, હેલીકોપ્ટર પાર્કિંગ સુધીની દરેક સુવીધાઓ હોય છે. ભારતના ઘણા કરોડ પતીઓએ ઘર બનાવવામાં પાણીની જેમ પૈસો વાપર્યો છે. તો ચાલો જોઇએ ભારતનાં સૌથી મોંઘા ઘરો વીશે…

 મુકેશ અંબાણી :

ભારતના સૌથી અમિર ઉદ્યોગપતિઓમાં પહેલુ નામ મુકેશ અંબાણીનું આવે છે, તો તમે સમજી જ ગયા હસો કે દેશના સૌથી મોંઘા ઘરોમાં પણ પહેલું નામ તેના ઘરનું જ આવતુ હસે. જી હ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીજના માલિક મુકેશ અંબાણીનું ઘર દેશના સૌથી મોંઘા ઘરમાં પહેલા સ્થાને છે. ચાર લાખ હજાર ચોરસ ફૂટમા ફેલાયેલુ એંટીલિયા 27 માળનું છે અને લગભગ 32 અરબ રુપિયામાં તૈયાર થયુ છે.

એનસીપીએ એપાર્ટમેન્ટ્સ :

મુંબઇના પૉસ એરીયામા આવેલા એનસીપીએ એપાર્ટમેંટ્સ ભરતના સૌથી મોંઘામાં મોંઘા એપાર્ટમેંટ છે. 99 એકરમાં ફેલાયેલ આ એપાર્ટમેંટ્સ 23 ફ્લોરમાં છે. ત્યા ચાર બેડરુમનો એક ફ્લેટ છે અને એક સ્ક્વેરફૂટની કિંમત લગભગ લાખ રુપિયા છે. મુંબઇના ઘણા લોકો અહિં ઘર ખરીદવાના સપના જોવે છે.

શાહરુખ ખાન :

દેશના સૌથી મોંઘા ઘરોમાં બોલીવુડના કિંગ ખાનના ઘરનો સમાવેશ થાય છે. મન્નત નામનું આ 6 માળનું ઘર મુંબઇના બાન્દ્રા વિસ્તારમાં આવેલું છે. તેમા જીવન જરુરી દરેક સુવીધાઓ ઉપલ્બ્ધ છે. અહિં સિનેમા ઘર, લાઇબ્રેરી, તેમજ જીમ જેવી ઘણી સુવીધાઓ ઉપલબ્ધ છે.

રતન ટાટા :

દેશના સૌથી જાણીતા ઉદ્યોગપતિમાં રતન ટાટાનું નામ મોખરે છે. જણાવી દઇયે કે તેનો બંગલો મુંબઇના કોલાબા વિસ્તારમાં આવેલો છે જેનું નામ રતન ટાટા રેસીડેન્સી છે. આ બંગલો લગભગ 13500 ચોરસ ફૂટમાં પથરાયેલ છે અને તેની કિંમત 150 કરોડ છે.

અનિલ અંબાણી :

દેશના જાણીતા ઉદ્યોગપતિ ધિરુભાઇ અંબાણીના બે દિકરા એક તો મુકેશ અંબાણી જે એન્ટિલીયાના માલિક છે અને બીજા અનિલ અંબાણે જેનુ મકાન હવે દેશનું સૌથી મોંઘુ મકાન બનવા જઇ રહ્યુ છે. આ મકાન મુંબઇની બાન્દ્ર પાલી હીલમાં બાન્ધવામાં આવશે અએ જાણવા મળેલ માહિતી મુજબ તે એન્ટિલા કરતા પણ મોંઘુ હસે.

જેકે હાઉસ :

રેમન્ડ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ સિંઘાનિયાનું ઘર જેકે હાઉસ દેશના સૌથી મોંઘા ઘરોમાંનુ એક છે. આ ઘરમાં ઘણી બધી સુવીધાઓ ઉપલબ્ધા છે જણાવી દઇયે કે 30 ફ્લોરના આ મકાનમાં 3 ફ્લોર માત્ર પાર્કિંગનાં જ છે.

વ્હાઇટ હાઉસ ઇન ધ સ્કાઇ :

બેંગ્લોર મા આવેલ આ ઘરના માલિક કિંગફિશર એરલાઇંસના માલિક વિજય માલ્યા છે. વ્હાઇટ હાઉસ ઇન ધ સ્કાઇ નામના આ ઘરની કિંમત 100 કરોડ લગાવવામાં આવી છે.

નવીન જિંદલનો બંગ્લો :

જિંદલ બંગલાના માલિક જિંદલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડના ચેરમેન તેમજ ઓપી જિંદલ ગ્લોબલ યુનિવર્સિટીના ચાન્સેલર નવીન જીંદલ છે. આ બંગલો ભારતના સૌથી મોંઘા મકાનોમાં એક છે અને જેની કિંમત અંદાજે 150 કરોડ જેટલી છે.

શશી રુઇયા અને રવિ રુઇયા રેસિડેન્સ :

શશી રુઇયા એસાર ગ્રુપના ચેરમેન છે અને રવિ રુઇયા વાઇસ ચેરમેન છે બન્નેનો બનલો દિલ્લીમાં આવેલો છે અને તેની કિંમત 120 કરોડ છે.

રાણા કપૂર રેસિડેન્સ :

ભારતન સૌથી મોંઘા ઘરોના લિસ્ટમાં જગ્યા મેળવનાર રાણા કપૂર યસ બેંકના સીઇઓ છે અને તેનુ આ આલિશાન ઘર મુંબઇ માં સ્થિત છે.

અમિતાભ બચ્ચન :

અમિતાભ બચ્ચન બોલીવુડ ના સૌથી જાણીતા અભિનેતા છે અને તેનું જલસા નામનું ઘર પણ સૌથી મોંઘા ઘરો માં સામેલ છે જો કે તેને આ ઘર ફિલ્મ સત્તે પર સત્તામાં કામ કરવા બદલ ફિલ્મનાં નિર્દેશકે ભેટમાં આપ્યુ હતુ. જેની કિંમત 112 કરોડ છે.

સલમાન ખાન :

સલમાન ખાન બોલીવુડના સૌથી અમિર અભિનેતામાંથી એક છે પરંતુ તેના ઘરણી કિમત માત્ર 16 કરોડ જ છે જો કે સામાન્ય માણસ માતે વધુ છે પરંતુ સલમાન ખાનની હેસિયત પ્રમાણે આ કંઇ નથી. તે મુંબઇમાં ગેલેક્સી એપાર્ટમેંટ માં રહે છે.

શિલ્પા શેટ્ટી :

અભિનેત્રી શિલ્પાના લગ્ન બિજનેશમેન રાજ કુન્દ્રા સાથે થયા છે અએ આજે તે 100 કરોડના બંગલામાં રહે છે.

આમિર ખાન :

બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા અભિનેતા આમિર ખાન તેના પરીવાર સાથે 60 કરોડના ફ્રીડા એપાર્ટમેંટમાં રહે છે.

રણબીર કપૂર :

રણબીરે વાસ્તુ નામનાં જબરદસ્ત એપાર્ટમેંટમાં સાતમાં માળે 35 કરોડ રુપિયાનો ફ્લેટ ખરીદ્યો છે. જણાવી દઇએ કે આ ઘરનું ઇન્ટિરિયલ ડિજાઇન શાહરુખની પત્ની ગૌરી ખાને કરેલું છે.

કરણ જોહર :

બોલીવુડનાં જાણીતા નિર્દેશક કરણ જોહરે થોડા સમય પહેલા 32 કરોડનો 8000 સ્ક્વેર ફુટનો ફ્લેટ ખરીદ્યો છે.

શાંતમ :

સન ફાર્માના ફાઉન્ડર અને એમ.ડી દિલીપ સંઘવી આ ઘરના માલીક છે આ ઘર મુંબઇના બાન્દ્રામાં આવેલુ છે, આ ઘરમા ગાર્ડન અને મંદિર પણ સામેલ છે..

જાતિયા હાઉસ :

આદિત્ય ગ્રુપના ચેરમેન મંગલમ બિરલાનું આ ઘર મુંબઇના માલબાર હિલ્સ વિસ્તારમાં આવેલુ છે. 30,000 સ્ક્વેર ફુટમાં ફેલાયેલ આ બંગલો 450 કરોડનો છે. ખુબ જ સુંદર ગાર્ડન સાથે આ ઘરની જબરદસ્ત રીતે ડિજાઇન કરવામા આવ્યુ છે.

ગુલિસ્તાન :

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાનો આ બંગલો 13000 સ્ક્વેર ફૂટમાં પથરાયેલ છે અને તેની કિંમત 270 કરોડ છે.

લક્ષ્મિ મિત્તલ :

ભારતના સૌથી મોંઘા ઘરોમા લક્ષ્મિ મિત્તલના ઘરનો પણ સમાવેશ થાય છે. આ ઘર દિલ્લીના ઔરંગજેબ રોડ પર આવેલ છે. દિલ્લીમાં જે વિસ્તારમાં ઘણા વિદેશીઓએ ઘર ખરીદ્યા છે તે વિસ્તારમાં આ ઘર આવેલુ છે.

આઇએલ પલાજો :

3500 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલ આ ઘર મુંબઇના માલાબાર હિલ્સ વિસ્તારમાં આવેલુ છે તેના માલિક હરુપેશ ગોયેંકા છે. આ એક ડુપ્લેક્ષ છે અને અનેક સુવિધાઓ અહિં ઉપલબ્ધ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!