આ છોકરીના પપ્પા ૧૨૦૦ કરોડ આપે છે તેમ છતાં કોઈ એની સાથે લગ્ન કરવા તૈયાર નથી – આ છે કારણ

દુનિયાના દરેક પિતાને પોતાની દિકરીનાં લગ્નને લઈને મનમાં ઘણા બધા અરમાન હોય છે. એક પિતા હંમેશા ઈચ્છે કે એની દિકરીને ખૂબ સારો પતિ મળે. આવું જ સપનું હોંગકોંગના એક અરબપતિ પિતાએ પોતાની દિકરી માટે જોયું છે. એ દિકરી કે જે લગ્ન કરવા માંગતી જ નથી. જોકે એની દિકરી ખૂબ જ ખૂબસુરત છે. પિતાએ એની દિકરીને લગ્ન માટે રાજી કરનારને પણ કરોડો રૂપિયા આપવાનો પ્રસ્તાવ મુક્યો છે. હોંગકોંગમાં ઘણા બધા જહાજોના માલિક અને પ્રોપર્ટી ડેવલપર સેસીલ ચાઓ જે સુંગએ પોતાની દિકરી સાથે લગ્ન કરનારને પણ લગભગ 1200 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે.

એમ છતાં આ છોકરીનાં લગ્ન કેમ નથી થઈ રહ્યા?
લગ્ન માટે કેમ તૈયાર નથી?

હોંગકોંગમાં રહેનાર મિસ્ટર સેસીલ ચાઓની દિકરીનું નામ જીની ચાઓ છે. એની ઉંમર 33 વર્ષ છે. જોકે આ બીજી વખત છે કે તેણી મીડિયામાં છવાયેલ છે. પહેલા પણ 4 વર્ષ અગાઉ તેણી પોતાના લગ્નને લઈને ચર્ચામાં રહી ચુકી છે. ખરેખર ! વાત એમ છે કે, ચીનનાં અરબપતિ બિઝનેસમેન સેસીલ ચાઓ 4 વર્ષ પહેલા જ પોતાની દિકરીનાં લગ્ન કરવા માંગતા હતા. એટલે એમણે પોતાની દિકરીને ઘણા છોકરા પણ દેખાડ્યા હતા. પણ એની દિકરીએ બધા છોકરાઓને રીજેક્ટ કરી નાખ્યા.

ત્યારબાદ પરેશાન થઈને પિતાએ એની દિકરીને આનું કારણ પૂછ્યું. સાથે એ પણ પૂછ્યું કે એને કેવો છોકરો જોઈએ? તો દિકરીનો જવાબ સાંભળીને પિતા વધુ ટેંશનમાં આવી ગયા. છોકરીનો જવાબ હતો કે એને છોકરા નહીં છોકરીઓ વધુ પસંદ છે. મતલબ, એની દિકરી સમલૈંગિક છે. તેણી લેસ્બિયન છે. એટલું જ નહીં તેણી છેલ્લા 6 વર્ષથી કોઈક છોકરીના રિલેશનશિપમાં પણ છે. આ સાંભળીને કોઈપણ પિતાના હોશ ઉડી જાય. આવા જ હાલ મિસ્ટર ચાઓના હતાં.

આ છે 1200 કરોડ રૂપિયાનું ઇનામ રાખવાનું કારણ :

દિકરી લેસ્બિયન છે એ જાણ્યા બાદ મિસ્ટર ચાઓએ તાત્કાલિક એલાન કર્યું કે જે એમની પુત્રી સાથે લગ્ન કરશે એને 400 કરોડ રૂપિયા આપવામાં આવશે. પણ આવી છોકરી સાથે લગ્ન કરવા સરળ નથી. એટલે કેટલાક છોકરાઓ તો સચ્ચાઈ જાણીને જ ભાગી ગયા. અને થોડા છોકરાઓને છોકરીએ રિજેક્ટ કરી નાખ્યા. હવે મિસ્ટર ચાઓને દિકરીનાં લગ્નને લઈને ફરી ચિંતા થવા લાગી છે. પણ આ વખતે તો એમણે ઈનામની રકમ વધારીને 1200 કરોડ રૂપિયા સુધી કરી નાખી છે. આટલી મોટી રકમ સાંભળીને દૂર દૂર સુધી છોકરાઓની લાઇન લાગી ગઈ. હવે દરેક છોકરો જીનીને ખુશ કરવાની કોશિશ કરી રહ્યો છે. પણ જીનીએ ચોખ્ખું કહી દીધું છે કે તેણી લગ્ન નહીં કરે.

કહેવાય છે ને કે, તમે પૈસાથી બધું ખરીદી શકો છો પણ સુખ અને શાંતિ નહીં. આવી જ હાલત આજે જીનીનાં પિતાની છે. તે ઈચ્છે તો પણ પોતાની દિકરીનાં લગ્ન નથી કરી શકતા. આટલું મોટું ઇનામ રાખવા છતાં એની દિકરીનું એક સગપણ ન કરાવી શક્યા. પરંતુ જે રીતની જીંદગી એની પુત્રી જીની ઈચ્છે છે એના માટે પિતા ચાઓ તૈયાર નથી. તેઓ પોતાની દિકરીની નોર્મલ જીંદગી ઈચ્છે છે. પણ એમની દરેક કોશિશ નિષ્ફળ રહી છે. હવે મિસ્ટર ચાઓને પોતાના વિચારો છોડીને દિકરીની જીદ સામે ઝુકવું પડશે.

મિત્રો, તમને શું લાગે છે, આજના જમાનામાં એક પિતા માટે આ બધી બાબતોનો સ્વીકાર કરવો સરળ રહેશે?

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!