૨૨ વર્ષ પહેલા ગુમ થયેલ હતો ફ્લોરીડાથી – Google Earth પર સંકેતો મળ્યા અને પછી…

આજના સમયમાં ગૂગલને કારણે ઘણી વસ્તુઓ એકદમ સરળ થઈ ગઈ છે. કોઈપણ ડોક્યુમેન્ટ્સ તમને જીમેઈલ અથવા ગૂગલ ડ્રાઈવનાં માધ્યમથી મળી શકે, તમારા ફોટો અને કોન્ટેક્ટ્સ ગુગલ ડ્રાઈવમાં સેવ કરી શકો. તમારે કોઈપણ જગ્યાએ પહોંચવુ હોય તો ગૂગલ મેપનો ઉપયોગ કરી શકો છો. ગુગલ અર્થ પણ એટલું જ ઉપયોગી છે. હાલમાં ગૂગલની અનોખી સર્વિસને લઈને એક ઘટના સામે આવી છે. જ્યારે Google Earth ની મદદથી ગુમ થયેલ એક વ્યક્તિ 22 વર્ષ બાદ મળી આવ્યો. પછી શું થયું ? એ જાણવું ઘણું રસપ્રદ છે.

આ માણસને Google Earth એ 22 વર્ષ બાદ શોધી કાઢ્યો :


બે દશકથી વધુ સમય થઈ ગયો જ્યારે ફ્લોરિડામાં એક આદમીનાં અવશેષોને ડૂબતી કારે શોધી કાઢ્યા હતા. આ એક એવો કેસ છે કે જ્યારે બધા ફેઈલ થઈ ગયા અને બધાએ હાર માની લીધી કે આનું મોત થઈ ગયું છે. પણ 22 વર્ષ પછી ગૂગલ અર્થએ એને શોધી કાઢ્યો. લેવ વર્થમાં રહેનાર આ આદમીએ 28 ઓગષ્ટનાં રોજ અદ્ભૂત શોધ કરી અને તે મેંપિંગ કાર્યક્રમમાં પોતાના પડોશીનાં કેટલાક સેટેલાઇટ ફોટો જોઈ રહ્યો હતો અને આ દરમિયાન એમણે પોતાના ઘરની બાજુનાં તળાવમાં વાહનને ડૂબતું જોયું. ધી ફ્લોરિડા સન સેનટીયલએ ગુરુવારે આ બાબતે જાણકારી આપી. પોલીસે જણાવ્યું કે જે કાર જમીન સ્તર પરથી નહોતી દેખાતી એ જ કાર અંતરિક્ષ દ્વારા લેવાયેલ ફોટોમાં સ્પષ્ટ નજર આવી રહી છે. એવું કહેવાય રહ્યું છે કે, વર્ષ 1994 સૈટર્ન એસ.એલ. કાર હતી અને પામ બીચ કાઉન્ટી શેરીફનાં કાર્યક્રમમાં એક નિવેદન આપ્યું કે, વાહનની ‘બહારના ભાગમાં ખૂબ જંક લાગી ગયો હતો’.

મંગળવારે કારની અંદર મળેલ હાડપિંજરની તપાસ કરવામાં આવી તો બધા હેરાન રહી ગયા. જેની ઓળખાણ વિલિયમ અર્લ મોલ્ડટના રૂપમાં થઈ આવી. 40 વર્ષના મોલ્ડ્ટને છેલ્લે 7 નવેમ્બર, 1997નાં રોજ જોવામાં આવ્યો હતો. છેલ્લે એણે પોતાની ગર્લફ્રેંડ સાથે વાત કરી હતી ત્યારે એણે પોતાની પ્રેમિકાને એ કહેવા માટે ફોન કર્યો હતો કે, તે નાઈટ ક્લબમાંથી નીકળ્યો છે અને જલ્દી ઘરે પહોંચી જશે. જોકે એ વાતની પુષ્ટિ નથી થઈ કે, મોલ્ડ્ટની કાર Grand Isles development નાં તળાવમાં કેવી રીતે ગરકાવ થઈ ગઈ?

ધી નેશનલ મિસિંગ એન્ડ અનઆઇડેન્ટિફાઇડ પર્સન્સ સિસ્ટમ અનુસાર, તે રાત્રે મોલ્ડ્ટએ એકલા જ ક્લબ છોડ્યું હતું. ત્યારે એણે દારૂ પણ નહોતો પીધો એણે અન્ય કોઈ કોલડ્રિન્ક પીધું હતું. ચાર્લી પ્રોજેક્ટ અનુસાર, એનું વાહન વર્ષ 2007 બાદ આ ક્ષેત્રની ગૂગલ અર્થ તસ્વીર (ગુમ થયેલ લોકોની એક ઓનલાઈન લિસ્ટ) પર સ્પષ્ટ રીતે દેખાય રહી હતી.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!