વાળ વધશે પણ ખરા અને સફેદ પણ નહિ થાય – માત્ર આ ૧ વસ્તુનો આ રીતે કરો ઉપયોગ

નવી પેઢી ને જોઈએ તો એમની લાઇફસ્ટાઇલ અને ખાવા-પીવાની આદતો એકદમ જ ચેન્જ થઇ ગઈ છે. અને સ્વાભાવિક છે કે આવી લાઈફસ્ટાઈલના કારણે સ્વાસ્થ તો ખરાબ થાય જ છે પરંતુ એની સાથે સાથે એનાથી આપણા ચહેરા અને વાળની સમસ્યા પણ વધે છે. આજકાલ છોકરીઓમાં વાળની સમસ્યા ખુબ જ વ્યાપક જોવા મળે છે. તેમજ જે હોવું જોઈએ એ છે કે પોતાની ડાયટ પર ધ્યાન આપવાની જગ્યાએ માર્કેટમાં મળતા અલગ અલગ જાણ્યા  અજાણ્યા બ્રાંડ ની અને માહિતી વગરની પ્રોડ્કટનો ઉપયોગ કરતી હોય છે.

ચાલો કંઇક નવું શીખીએ, જાણીએ, વાંચીએ. જો તમારા વાળ પણ સફેદ થઈ ગયા હોય અથવા ખરાબ થઈ ગયા હોય તો તેને શાઈનિંગ કરવા માટે વિટામીન E નો ઉપયોગ કરવો ખુબ જ જરૂરી છે. અહી જણાવી દઈએ કે વિટામીન E નું તેલ વાળ, સ્કિન અને નખ માટે બહુ ફાયદાકારક છે. જો તમારા વાળ ઉતરતા અથવા ખરતા હોય અથવા જો વાળ એકદમ શુષ્ક થઈ ગયા હોય તો આજે અમે તમને જણાવીશું વિટામિન E નો ઉપયોગ કરવાની કેટલીક ટિપ્સ જે તમારા વાળ ને ફરી લાંબા અને કાળા બનાવવામાં ખુબ જ મદદ કરશે.

આ રીતે વિટામીન E નો ઉપયોગ કરવો જોઈએ:

પહેલા તો એ જુવો કે તમારા વાળ ની હાલ ની પરિસ્થિતિ શું છે. જો તમારા વાળ વધારે ખરાબ થઈ ગયા હોય તો તમે વિટામીન E ની ટેબ્લેટ કેપ્સૂલનો ઉપયોગ કરવો જોઈએ. આ રીતે, વિટામીન E ની કેપ્સૂલમાં સોઈથી નાનો હોલ પાડવો અને આ કેપ્સ્યુલ માંથી જે  જેલ નીકળે છે એને રાતે ઉંઘતા પહેલાં વાળમાં લગાવવી.

આ રહ્યા વિટામિન E થી થતા વિવિધ ફાયદા

લાંબા વાળ થશે

કેટલીક છોકરીઓને વાળનો ગ્રોથ બહુ ઓછો હોય છે અને એટલે વાળ બહુ નાના જ રહે છે કેમ કે વાળને પુરતા પ્રમાણમાં પોષક તત્ત્વો નથી મળતા. વાળનો ગ્રોથ વધારવા નાળિયેર તેલમાં વિટામિન E જેલને મિક્સ કરીને સ્કેલ્પ પર સારી રીતે મસાજ કરીને લગાવું. સતત એક મહિના સુધી આવુ કરવાથી વાળ ઘણા લાંબા થઇ શકવાની પૂરી શક્યતાઓ છે.

સફેદ વાળ થી છુટકારો

આજ કાલ ની પેઢીને વાળ સફેદ થવા કોમન વસ્તુ છે. જો તમારા વાળ પણ સફેદ થઈ ગયા હોય તો વિટામિન E નો આ રીતે ઉપયોગ કરવો. વાળમાં વિટામિન E અને નાળિયેર તેલને મિક્સ કરીને અઠવાડીએ બે વાર તેનાથી વાળમાં મસાજ કરવું. આવું કરવાથી સફેદ વાળની સમસ્યાથી છૂટકારો મળશે.

વાળની ચમક/ગ્લો  પણ વધી શકે છે

દરરોજ વાળમાં વિટામિન E તેલ લગાવાથી વાળને ડીપ કન્ડીશનીંગ મળે છે. તેનાથી શુષ્ક થયેલાં વાળમાં ચમકaઆવી શકે છે. આવું દરરોજ કરવું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!