ઈસરો ચીફ પાસે એક સમયે પેન્ટની જોડી પણ ના હતી – આ પહેરીને સ્કૂલે જતા – સંઘર્ષકથા વાંચો

કે. સિવનનું આખુ નામ કૈલાસાવાદિવો સિવન પિલ્લઈ છે. તમિલનાડુના કન્યાકુમારીમાં ગરીબ ખેડૂત પરિવારમાં 14 એપ્રિલ 1957ના રોજ એમનો જન્મ થયો હતો. સિવનની મહેનતને કોઇ રીતે ઓછી આંકી શકાય એમ નથી. શાળામાં અભ્યાસ કરતી વખતે તેમની પાસે પહેરવા પેન્ટની જોડી પણ ન હતી. તેઓ ધોતી પહેરીને અભ્યાસ કરતા હતા.

તેમનું પ્રાથમિક શિક્ષણ એક સ્થાનિક સરકારી શાળામાં તમિલ મીડિયમમાં થયુ. સિવનના એક સંબંધી અનુસાર તેઓ પોતાના પરિવારના પ્રથમ ગ્રેજુએટ છે. કે. સિવનના એક સંબંધીએ જણાવ્યા અનુસાર કે. સિવન ક્યારેય પણ ટ્યૂશન અથવા કોચિંગ ક્લાસ ગયા નથી.

ફેબ્રુઆરી 2017માં PSLV-C37થી 104 સેટેલાઈને એક જ ફ્લાઈટમાંથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા હતા. આ મિશનમાં સિવનનો મહત્વનું યોગદાન હતું. ISROના ચેરમેન બન્યા પહેલા સિવન ત્રિવેન્દ્રમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના ડાયરેક્ટર હતા. પંરતુ આ પદ સુધીની એમની જીવન સફર આસાન નથી રહી.

એક ટીવી ચેનલને આપેલ ઇન્ટરવ્યૂમાં એમણે કહ્યું હતું, “મારા ગામમાં અમારું જીવન સાવ અલગ હતું. મારા પિતા ખેડૂત હતા અને કેરીની સિઝનમાં વેપાર પણ કરતા.”

“હું રજાઓમાં એમની સાથે કામ કરતો. હું હાજર હોઉં ત્યારે તેઓ મજૂરો નહોતા રાખતા.”

ડૉ. સિવને આગળ કહ્યું, “સામાન્ય રીતે લોકોની કૉલેજ પસંદ કરવાની પદ્ધતિ અલગ હોય છે પંરતુ મારા પિતાએ મારી કૉલેજ નજીકમાં હોય તેવો આગ્રહ રાખ્યો જેથી હું કૉલેજથી આવીને કામ કરી શકું. અમારી સ્થિતિ રોજ કમાવી રોજ ખાનાર જેવી હતી.”

“હું જ્યારે મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજીમાં ભણવા આવ્યો ત્યારે મેં ચંપલ પહેરવાનું શરૂ કર્યુ. એ અગાઉ તો હું ઉઘાડેપગે જ ફરતો.”

આ મહત્વના અવોર્ડ મળી ચૂક્યા છે :
● વર્ષ 2007માં ISRO મેરિટ એવોર્ડ.
● વર્ષ 2011માં રોય સ્પેસ સાયન્સ એન્ડ ડિઝાઈન અવોર્ડ.
● વર્ષ 2013માં MIT એલ્યુમની એસોસિએશનથી ડિસ્ટિંગુઈશ્ડ એલ્યુમિનસ અવોર્ડ.
● વર્ષ 2014માં સત્યભામાં યુનિવર્સિટીથી ડોક્ટરેટ ઓફ સાયન્સ (ઓનારિસ કોસા).

આપને કદાચ ખબર હશે કે, સિવનને વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરમાં નિર્દેશક તરીકેનો પદભાર સંભાળ્યા બાદ સંશોધિત રોકેટ બનાવાવમાં ખૂબ મોટું યોગદાન આપ્યું હતું. સીવને સાઈક્રોજેનિક એન્જિન, પીએસએલવી, અને જીએસએલવી રિયૂઝેબલ લોન્ચ વ્હીકલ કાર્યક્રમોમાં મોટું યોગદાન આપ્યુ છે. જેના કારણે સિવન રોકેટમેન તરીકે ઓળખાઈ રહ્યા છે.

Leave a Reply

error: Content is protected !!