સન્ની દેઓલ ના દિકરા કરણ નો આ વિડીયો થઇ રહ્યો છે વાઈરલ – જુવો એવું તો શું છે?

સન્ની દેઓલનો દિકરો અને ધર્મેન્દ્ર દેઓલનો પૌત્ર ટૂંક સમયમાં જ બોલીવુડમાં એંટ્રી કરવા જઇ રહ્યો છે. સન્ની દેઓલના દિકરાનું નામ કરણ દેઓલ છે અને આ વર્ષે તેની પહેલી ફિલ્મ રિલીજ થવા જઇ રહી છે. ઘણા સમયથી તેના ડેબ્યુની ચર્ચાઓ થઇ રહી હતી, અને તેના લાખો ફેંસ તેના ફિલ્મની પાગલોની જેમ રાહ જોઇ રહ્યા હતા. જો કે આ વર્ષે બધાની રાહ પુરી થવા જ ઇ રહી છે.

સોશીયલ મીડિયા પર છવાયો કારણ :

હાલમાંં જ કરણ દેઓલનો એક વીડિઓ સોશીયલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે અને આ વીડિઓમાં તે એક અલગ જ અંદાજમાં જોવા મળે છે. તેનો આ વીડિઓ ઇંં સ્ટાગ્રામ પર ખુબ વાઇરલ થ ઇ રહ્યો છે જેમા તે રેપ કરતો નજરે આવે છે. આ વીડિઓ કરણ દેઓલના બેસ્ટ ફ્રેંડ અને અનીતા ડોંગરા ના દિકરાના લગ્નનો છે. આ વીડિઓમાં કરણ રેપ કરતા કરતા તેના ફ્રેંડને લગ્નની શુભેચ્છા પાઠવે છે.

કરણનો આ રેપ પાર્ટીમાં હાજર દરેક લોકોને ખુબ જ પસંદ આવ્યો અને દરેકે ખુબ તાલીઓ પાડીને વખાણ કર્યા. ઘણા ઓછા લોકોને ખબર હતી કે કરણ આટલી સારી રીતે રેપ કરે છે. તેને પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉંટ પર આ વીડિઓ શેર કર્યો છે.  આ વીડિઓ શેર કરતા તેને કેપ્શનમાં તેના દોસ્ત માટે પ્રેમ વ્યક્ત કર્યો છે.


તેના આ કેપ્શનમાં તેને લખ્યુ કે, “તુ એક નવી સફર શરુ કરવા જઇ રહ્યો છો, મારી પાસે તમારા અપાર પ્રેમ સિવાય બીજું કઇ જ નથી. હુ તને નાનપણથી ઓળખુ છુંં અને હવે તને લગ્નજીવનનાં રુપમાં જોવા જ ઇ રહ્યો છું. આ રેપમાં બોલાયેલા દરેક શબ્દો મે દિલથી બોલ્યા છે. મને તારો બેસ્ટમેન બનીને ખુબ જ સમ્મનીત મહેસૂસ થાય છે.

હાલમાં જ રીલીજ થઇ કરણની પહેલી ફિલ્મ :

હાલમાં જ 20 SEP એ કરણની પહેલી ફિલ્મ પલ પલ દિલકે પાસ રીલીજ થઇ છે. આ ફિલ્મ રોમાંટીક ફિલ્મ છે અને તેના ડાયરેક્ટર ખુદ સન્ની દેઓલ છે. જો કે આ ફિલ્મ વર્ષ 2018 ના અંત મહિનામાં રીલીજ થવાની હતી પરંતુ અમુક કારણોસર થઇ ન શકી. અને હવે રીલીજ થઇ ચુકી છે આ ફિલ્મમાંં કરણ સાહેર બંંબા સાથે રોમાંસ કરતો નજરે આવે છે. આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ શિમલામાં જ થયુ છે.

Leave a Reply

error: Content is protected !!