ખરાબ નજરથી બચવા કાળો ટીકો શરીરનાં ક્યા અંગ/ભાગમાં કરવો જોઈએ – જાણો હકીકત

જ્યારે કોઈ વ્યક્તિ પ્રગતિ કરે અથવા ખુશ થાય છે ત્યારે એનાથી ઈર્ષ્યા કરવાવાળા અઢાર પેદા થઈ જાય છે. એવા લોકો બીજાની ખુશી જોઈ શકતા નથી. એવામાં તે આપણને બદદુવા આપે છે, નીચે પછાડવાની પ્રાર્થના કરે છે અને કોઈક તો કાવતરું ઘડીને નુક્શાન પણ પહોંચાડે છે. આ વસ્તુને આપણે ખરાબ ‘નજર લાગવી’ પણ કહીએ છીએ.

લોકોની ખરાબ નજર તમારા માટે ઘણીવાર નુકશાનકારક સાબિત થતી હોય છે. આ ખરાબ નજરમાં વધુ એક કેટેગરી પણ હોય છે જેમાં લોકો જાદુ-ટોનો અથવા ટોટકાનો પ્રયોગ કરીને તમને દુઃખ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. આવા પ્રકારની ખરાબ નજરથી બચવું ખૂબ જ જરૂરી બની જાય છે. આનાથી બચવા માટે લોકો ઘણા પ્રકારના ઉપાયો કરે છે. જેમ કે, ઘરની બહાર લીંબુ-મરચા લટકાવવા, ઘરમાં કથા અથવા હવન કરાવવું અથવા ઘોડાની નાળનો ઉપયોગ કરવો વગેરે…

આ બધા જ ઉપાયોમાં એક ઉપાય છેલ્લા ઘણા વર્ષોથી ફેમસ છે. આ ઉપાય છે ‘કાળો ટીકો’ કરવાનો. તમે મોટાભાગે જોયું જ હશે કે, લોકો ખરાબ નજરથી બચવા માટે શરીરના વિભિન્ન ભાગો પર કાળું ટીકુ કરે છે. પરંતુ શું તમે આ કાળા ટીકા લગાવવાની સાચી રીત જાણો છો? તમે કોને આ ટીકુ લગાવી રહ્યા છો, કઈ જગ્યા પર લગાવી રહ્યા છો. કઈ રીતે લગાવી રહ્યા છો અને ક્યાં કારણે લગાવી રહ્યા છો આ બધી બાબત ખૂબ જ મહત્વની છે.

બાળકોને કઈ જગ્યાએ કાળું ટીકું લગાવવું ?

જો તમારા બાળકની ઉંમર 10 વર્ષથી ઓછી હોય તો તમે એને આ કાળું ટીકુ ત્રણ જગ્યાએ લગાવી શકો. પહેલું માથા પર, બીજું હાથની હથેળીમાં અને ત્રીજું પગના તળિયામાં. નાના નવજાત બાળકો ખૂબ જલ્દી નજરના શિકાર બની જાય છે. એવામાં અમારી સલાહ એ જ છે કે તમે એને આ ત્રણેય જગ્યાએ કાળું ટીકુ લગાવી દો. જોકે તમે જે પદાર્થથી કાળું ટીકુ કરવાના છો એ બાબતે ડૉક્ટરને ચોક્કસથી માહિતગાર કરવા. કારણ કે, બાળકોની સ્કીન ખૂબ જ સેન્સિટિવ હોય છે તેથી એવી વસ્તુ જ ઉપયોગમાં લેવી કે જે બાળક માટે સુરક્ષિત હોય.

કિશોર અને યુવાન લોકો કઈ જગ્યાએ ટીકું લગાવે?


જો તમારી ઉંમર 10 થી 30 વર્ષ સુધીની હોય તો તમારે ખરાબ નજરથી બચવા માટે આ ટીકુ પોતાના ગળાના કંઠ ભાગે, પીઠ અથવા માથા પર ચાંદલો લગાવવાની જગ્યાએ કરવું જોઈએ. આમ કરવાથી લોકો તમારું ગમે તેટલું ખરાબ ઈચ્છે તો પણ તમને કોઈ નુક્શાન નહીં થાય.

મિડલ એઇજ ગૃપ અને વૃદ્ધ લોકો :


30 વર્ષ બાદ શરીરમાં ઘણી બીમારી થવા લાગે છે. એવામાં જો કોઈ ખરાબ નજર લાગે તો સૌથી પહેલા તમારી તબિયત બગડે છે. આ ઉપરાંત બીજી પણ ઘણી હાનિ થઈ શકે. તેથી 30 વર્ષથી મોટી ઉંમરના લોકોએ કાળું ટીકુ પોતાના પગની પીંડી (ઘૂંટણ અને એડીની વચ્ચેનો પાછળનો ભાગ) પર લગાવવું જોઈએ. આ ઉપરાંત પેટના ભાગે પણ કાળું ટીકુ કરી શકો. આ બંને જગ્યાએ કાળું ટીકુ લગાવવાથી તમે ખરાબ નજર અને જાદુ-ટોનાથી બચી શકશો.

નોંધ : ખરાબ નજરથી બચવા માટે આંખોમાં કાજળ લગાડવું નહિ. ખાસ કરીને બાળકોને તો બિલકુલ નહીં. કાજળથી આંખો ખરાબ થાય છે તેમજ આંખની રોશની પણ કમજોર થાય છે. આ બાબતે પોતાના ડોકટરની સલાહ ચોક્કસ લેવી.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ ઉપયોગી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!