લક્ષ્મીજી નો અનોખો ચમત્કાર – આંબાના ૫ પાંદડા અને ૧ ચાંદીનો સિક્કો કરશે ધનવર્ષા

પૈસાની લાલચ દરેક ને હોય છે. ભલે કોઇ કહે કે તેને પૈસાથી કોઇ મોહ માયા નથી પરંતુ જ્યારે પૈસા આવે તો કોઇને ખોટુ નથી લાગતુ. પૈસાને બધા પ્રેમ કરે છે. તેમજ આજના મોંઘાઇના જમાનામાં તો પૈસા ખુબ જ જરુરી બની ગયા છે. જો પૈસા ખિસ્સામાં હોય તો વ્યક્તિને પોતાના પર આત્મ વિશ્વાસ વધી જાય છે. જો કે પૈસા મેળવવા માટે મહેનતની અને ભાગ્યની પણ જરુર હોય છે.

તમારુ ભાગ્ય જેટલુ સારુ હોય એટલા જ સરળતાથી અને જલ્દી પૈસા મળી રહે છે. પરંતુ જો પૈસાની બાબતમાં તમે તમારી કિસ્મત ચમકાવવા મંગો છો તો માં લક્ષ્મિના ચરણે જાવું પડશે. હિંંદુ ધર્મમાં લક્ષ્મિજીને ધનની દેવી કહેવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે જે વ્યક્તિ માતાને પ્રસન્ન કરે છે તેને જીવનમાં ક્યારેય પૈસાની કોઇ કમી રહેતી નથી.

હવે તમારી જેમ લાખો લોકો રોજ માઁ લક્ષ્મી પાશેથી ધનની માંગણી કરતા હોય છે. આજે અમે તમને જણાવીશુ કે બાકિના લોકોથી એક કદમ આગળ રહીને તમારી ઇચ્છાઓ જલ્દીથી પુરી કેવી રીતે કરી શકો છો. આજે આ લેખમાં અમે તમને માઁ લક્ષ્મીને પ્રસન્ન કરવાના અને જલ્દી ધનવાન બનવા માટે એક અલગ જ અને દુર્લભ રીત જણાવીશુ.

શુક્રવારે સવારે ઉઠીને સ્નાન કરી લો અને પિળા કલરના વસ્ત્રો ધારણ કરી લો. ત્યારબાદ માઁ લક્ષ્મીની સામે એક લાલ કપડુ પાથરો, તેના પર પાંચ આંબાના પાંદ રાખી દો. સાથે એક ચાંદીનો સિક્કો રાખો. અને જો તમે ચાંદીનો સિક્કો ખરીદી ન શકો તો સામાન્ય સિક્કા પણ રાખી શકો છો. હવે માઁ લક્ષ્મી સામે ઘી નો દિવો કરો, અને માતાજીની આરતી કરો, હાથ જોડીને માથુ ટેકાવો અને તમારી સમસ્યા અને મનોકામનાઓ માતાજીને જણાવો.

હવે એક લાલ રંગનો દોરો લો અને તેમા આંબામાં 5 પતા પરોવી દો. દરેક પતુ પરોવતી વખતે તમારે એક મંત્ર બોલવાનો છે. એટલે કે આ મંત્ર તમારે 5 વાર બોલવાનો થાસે, જે મંત્રે આ પ્રમાણે છે : महालक्ष्मी च विद्महे, विष्णुपत्नी च धीमहि, तन्नो लक्ष्मी: प्रचोदयात्.

હવી આંબાના પાંદની બનીલ આ નાની માળા તમારા દરવાજા પર લટકાવી દો. તેને ત્યા ઓછામાં ઓછા સાત દિવસ એટલે કે આગલા શુક્રવાર સુધી રાખો. આવુ કરવાથી તમારા ઘરમા સાકારાત્મક ઉર્જા નો વાસ થસે અને નેગેટીવ ઉર્જા નષ્ટ થઇ જસે. તેમજ તેની સાથે તે માઁ લક્ષ્મીને તમારા ઘરમાં પ્રવેશ કરવા માટે આકર્ષિત કરશે.

પૂજામાં જે ચાંદીના સિક્કા રાખ્યા હતા તેને લાલ કપડામાં બાંધીને તમારા ઘરની તિજોરીમાં રાખી દો. તેનાથી તમારા ઘરની આવક વધવા લાગસે. તેમજ ઘરના ખર્ચાઓ પણ ઓછા થઇ જસે. આ ઉપાયથી તમે ધનવાન બની શકો છો અને આ ઉપાય તમે ઓછામાં ઓછો મહીનામાંં એકવાર જરુર કરો. બીજી વખતે આંબાના પતા નવા લેવા અને ચાંદીના સિક્કા એ જ લઇ શકો છો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!