ખોવાયેલ કીમતી પર્સ તો મળી ગયું પણ સાથે મળ્યો આ પત્ર – વાંચીને મોજ આવી જશે…

દુનિયામાં ગમે એટલી બુરાઈ વધી જાય તોયે ભલાઈ પોતાનો રસ્તો કરી જ લે છે. ખરેખર ! માનવતા હજુ જીવતી છે. આ વાતની સાબિતી માટે અમે તમને એક સત્ય ઘટના જણાવવા જઈ રહ્યા છીએ. જેમાં એક ભાઈનું પર્સ ખોવાઈ ગયું અને પછી પરત મળી ગયું, એની સાથે એક ચિઠ્ઠી પણ મળી. જણાવી દઈએ કે, અમેરિકાનાં આહોમામાં રહેનાર વ્યક્તિ પોતાની બહેનના લગ્નમાં લોસ વેગાસ ગયો.

જે માટે એણે ફ્લાઇટમાં ટિકીટ બુક કરાવી હતી. જ્યારે તે પોતાની બહેનના લગ્નમાં પહોંચ્યો અને પર્સ કાઢવા માટે ખિસ્સામાં હાથ નાખ્યો તો પર્સ ગાયબ. જેથી તે ખૂબ પરેશાન થઈ ગયો. પર્સમાં 60 ડોલર કેશ હતો, 400 ડોલરનો પે ચેક, બેન્ક કાર્ડ, આઈ કાર્ડ અને તમામ જરૂરી વસ્તુઓ પર્સમાં હતી. એણે બધી બાજુ શોધખોળ કરી પણ પર્સ ન મળ્યું. યુવકનું નામ હન્ટર શૈમત્ત છે.

પર્સ ખોવાઈ જવાથી દુઃખી હતો હન્ટર શૈમત્ત :


જોકે બહેનનાં લગ્ન હતા એટલે તે ખૂબ ખુશ હતો પણ પર્સ ખોવાઈ જવાથી તે ખૂબ વ્યાકુળ થઈ ગયો. એને લાગ્યું કે, પર્સ જરૂર ઓહામા થી લોસ વેગાસ આવનાર ફ્લાઇટ દરમિયાન ખોવાઈ ગયું છે. એટલે એણે એરલાઇન્સમાં ફોન કરીને મિસિંગ રિપોર્ટ નોંધાવી દીધી. હન્ટરે કહ્યું કે, પર્સ વગર રહેવું એના માટે ખૂબ મુશ્કેલીભર્યું હતું. એનું બેન્ક કાર્ડ અને આઈ કાર્ડ પણ પર્સમાં જ હતું એટલે તે લગ્નનાં કોઈપણ કાર્યક્રમમાં ભાગ નહોતો લઈ શક્યો.

ફક્ત પૈસા ખોવાયાનું દુઃખ નહોતું. આઈ કાર્ડ વગર તે ફ્લાઇટ દ્વારા આહોમા પરત પણ નહોતો જઈ શકતો. ત્યારબાદ એમણે લગ્ન પ્રસંગ પૂરો કર્યો અને સડક માર્ગ અપનાવ્યો. તેને આઈ કાર્ડનું ખૂબ ટેંશન હતું કારણ કે જેને ફરી બનાવવાનું કામ ખૂબ અઘરું હતું. હન્ટર આઈ કાર્ડ વગર કંઈ કરી શકે એમ પણ નહોતા. જોકે એ દિવસે તો ચમત્કાર જ થઈ ગયો, જ્યારે પોસ્ટ દ્વારા એમને પોતાનું ગુમ થયેલ પર્સ પરત મળી ગયું.

પર્સ સાથે ચિઠ્ઠી મળી :


એમણે તરત પોતાનું પર્સ ચેક કર્યું અને એમાં જે જોયું એનાથી એમનું દિલ ખુશ થઈ ગયું. પર્સમાં 100 ડોલર મૂક્યા હતા અને એક ચીઠ્ઠી પણ હતી. નોંધનીય છે કે, જ્યારે એમનું પર્સ ખોવાયું ત્યારે એમાં ફક્ત 60 ડોલર હતાં. એણે જ્યારે ચીઠ્ઠી વાંચી તો એમાં લખ્યું હતું કે પર્સ મળવાની ખુશીને સેલિબ્રેટ કરો. જે વ્યક્તિએ એમને પર્સ પરત મોકલ્યું હતું એનું નામ ટોડ બ્રાઉન છે અને તે ઓહામામાં જ રહે છે. એમણે લખ્યું કે, એમને આ પર્સ ઓહામા થી ડેનેવર જતી ફ્રન્ટીયર ફ્લાઇટમાં F 12 નંબરની સીટ પાસે ફસાયેલુ મળ્યું.

સૌથી દિલચસ્પ વાત તો એ છે કે, પર્સમાં 60 ડોલર હતા, પણ પર્સ મળ્યું ત્યારે એમાં 100 ડોલર મળી આવ્યા. જેનાથી હન્ટર ખૂબ જ ખુશ થયો અને પાર્ટી પણ કરી. હન્ટરે ટોડનો આભાર માન્યો. આ આખી ઘટનાને હન્ટરની માતાએ સોશિયલ મીડિયા પર જણાવી હતી જેથી દુનિયાને ખ્યાલ આવે કે આ દુનિયામાં સારા લોકો પણ મોજુદ છે. એમણે લખ્યું કે, ટોડ બ્રાઉન અને એની પત્નીનો હું ખરા હૃદયથી આભાર માનું છું. એમણે પર્સ પરત મોકલીને માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ બેસાડયું છે. આ દુનિયા આટલી પણ ખરાબ નથી કે જેટલી દેખાય છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ પ્રેરણાદાયી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!