આ રીતે ૧૦ મીનીટમાં ચુંટણી સર્ટીફીકેટ મેળવો – છેલ્લી તારીખ ૧૫ ઓકટોબર છે, જલ્દી કરો

શું તમને ખબર છે, ભારત ચુંટણી પંચ દ્વારા, તારીખ ૧ સપ્ટેમ્બર થી ૧૫ ઓકટોબર સુધી મતદાર ચકાસણી કાર્યક્રમનું સુંદર આયોજન થયેલ છે અને જેની અંતર્ગત ભારત દેશનો દરેક મતદાર પોતાની વિગત જાતે જ પ્રમાણિત કરી શકશે. એટલું જ નહિ, જે તે મતદાર પોતાની વિગત ફક્ત ૧૦ જ મિનીટ માં જાતે જ ચકાસી, જરૂર લાગે તો સુધારી અને પ્રમાણિત કરી શકશે.

ચુંટણી સમયે છેલ્લી ઘડીએ પોતાના નામ, અટક, એડ્રેસ વિગેરેમાં સુધારા કરવા દોડવું અને જે તે સરકારી ઓફીસ ના ધક્કા ખાવા અને લાઈન માં ઉભું રહેવું એ ખુબ જ અઘરું થતું જાય છે. અને એથી જ ચુંટણી પંચ દ્વારા આ સુંદર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે.

મતદાર ચકાસણી ના ફાયદા

  1. નોંધાયેલ મતદારો માટે કાયમી લોગઇન સુવિધા
  2. SMS દ્વારા નિયમિત માહિતી / સંદેશ
  3. BLO (Booth Level Officer) / ERO (Electrol Roll Officer) સાથે વ્યક્તિગત સંપર્ક
  4. આપની પરવાનગી વગર ક્યારેય નામ કમી નહિ થાય
  5. ચુંટણી સમય દરમિયાન મોબાઈલ પર રેગ્યુલર અપડેટ્સ
  6. એક સાથે રહેતા પરિવારના સભ્યો નું એક જ મતદાન મથક પર ગ્રુપીંગ

છે ને ચુંટણી પંચ દ્વારા ખુબ જ સુંદર આયોજન ?

આ રીતે કરો મતદાર યાદીમાં સ્થિત તમારી વિગત ને પ્રમાણિત

સ્ટેપ ૧: અગર તમે એન્ડ્રોઈડ નો ફોન યુઝ કરો છો તો અહિ ક્લિક કરો જેનાથી ચુંટણી પંચ દ્વારા બનાવેલ ખુબ જ ઇઝી ટુ યુઝ એપ્લીકેશન ખુલશે. અને અગર તમારી પાસે એન્ડ્રોઈડ નો ફોન નથી તો ચુંટણી પંચ દ્વારા વેબસાઈટ પણ બનાવવામાં આવી છે, જે અહી ક્લિક કરવાથી ઓપન થશે. આ વેબસાઈટ ચુંટણી પંચ દ્વારા બનાવેલ અને પ્રમાણિત વેબસાઇટ છે.

સ્ટેપ ૨: નીચે ના ફોટો માં બતાવેલ છે એ પ્રમાણે EVP બટન પર ક્લિક કરી આગળ વધો

સ્ટેપ ૩: નીચેના ફોટો માં બતાવ્યા પ્રમાણે મોબાઈલ નંબર ની ખરાઈ કરવો. OTP આવશે પછી જ તમે આગળ વધી શકશો, જેથી મોબાઈલ નંબર સરખી રીતે જોઇને એન્ટર કરો.

નોંધ: અહી લખવામાં આવેલો મોબાઈલ નંબર અને OTP ફક્ત રેફરન્સ માટે છે, તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે અને એ નંબર પર OTP નો મેસેજ આવશે.

સ્ટેપ ૪: તમારી માહિતી બારકોડ, નામ અને અન્ય વિગત અથવા EPIC નંબર દ્વારા શોધો.

અગર તમારી પાસે હાલનું ચુંટણી કાર્ડ છે તો તમે સીધો કાર્ડ પર નો બારકોડ સ્કેન કરી શકો છો. અથવા તો EPIC નંબર એન્ટર કરીને પણ તમારી માહિતી જોઈ ને પ્રમાણિત કરી શકો છો. અગર તમારી પાસે કાર્ડ કે EPIC નંબર નથી, તો તમારા નામ, સરનેમ વિગેરે ડીટેલ સાથે પણ સર્ચ કરી શકો છો. પણ આ નામ ડીટેલ વાળા સર્ચ માં એક કરતા વધુ ભળતા નામ નું લીસ્ટ આવશે અને તમારે ખુબ જ ઝીણવટ થી આમાંથી તમારું નામ શોધવું પડશે.

તમારું નામ અને બાકીની માહિતી મળી જાય, ત્યાં નીચે ના ફોટો માં બતાવ્યા પ્રમાણે “It’s Me” નું બટન હશે એના પર ક્લિક કરવાથી મોબાઈલ નંબર લીંક કરવો છે કે નહિ એની ખરાઈ થશે.

 

તમારો મોબાઈલ નંબર લીંક થઇ જાય પછી, તમારે આ બધી માહિતી ને પ્રમાણિત કરવી પડશે. એટલે કે તમારી ઓળખ પુરવાર કરવી પડશે. આ સ્ટેપ ખુબ જ અગત્ય નું અને જરૂરી છે. કેમકે આવી ખરાઈ જો ના થાય તો કોઈ પણ ના નામ પર કોઈ પણ પોતાનો મોબાઈલ નંબર લીંક કરી શકે અથવા કોઈ બીજા ના નામ અને અન્ય માહિતી માં સુધારો વધારો પણ કરી શકે.

સ્ટેપ ૫: તમારી માહિતી ની ખરાઈ કરો અથવા સુધારો કરો

અગર તમારી તમામ માહિતી બરોબર છે અને એમાં કોઈ સુધારો કરવાની જરૂર નથી તો આગળ ના સ્ટેપ માં Verify બટન ક્લિક કરીને સીધી જ તમારી માહિતી પ્રમાણિત કરી શકો છો. અને અગર તમારા નામ કે બીજી કોઈ માહિતી માં ભૂલ છે અને સુધારાની જરૂર છે તો Modify બટન ક્લિક કરીને સુધારો પણ કરી શકો છો. નીચે ના ફોટો માં દર્શાવેલ સ્ટેપ્સ ફોલો કરો.

સ્ટેપ ૫: તમારી માહિતીને પ્રમાણિત કરવા પુરાવો એટેચ કરો

હવે તમારી બધી માહિતી બરોબર છે ત્યારે, તમારી ચુંટણી કાર્ડ ની માહિતી ને પ્રમાણિત કરવા કોઈ એક પુરાવો તમે એટેચ કરી શકો છો. આધાર કાર્ડ, ડ્રાયવીંગ લાયસન્સ, બેંક પાસબુક, રેશન કાર્ડ, રેન્ટ એગ્રીમેન્ટ, લાઈટ/ગેસ/પાણી વેરા બીલ વિગેરે જોડીને તમે માહિતી પ્રમાણિત કરી શકો છો. નીચે ફોટો માં સ્ટેપ્સ દર્શાવેલા છે.

બસ, આ છેલ્લું સ્ટેપ હતું તમારી માહિતી પ્રમાણિત કરવાનું. આના પછી પોલીંગ સ્ટેશન માટે તમારે ફીડબેક આપવો હોય અથવા કમ્પ્લેન હોય તો કરી શકો છો અને એના પછી તમારા ફેમીલી ના સભ્યો ને પણ તમારા પ્રોફાઈલ હેઠળ એટેચ કરી શકો છો. એની વિસ્તૃત માહિતી આના પછી ના લેખ માં આપીશું.

અને એકદમ છેલ્લે બધા સ્ટેપ પુરા થઇ જાય પછી તમને ચુંટણી પંચ દ્વારા પ્રમાણપત્ર મળશે જે તમે ડાઉનલોડ કરી શકો છો અથવા પ્રિન્ટ પણ કાઢી શકો છો.

૧૫ ઓકટોબર સુધી ચાલી રહેલા ચુંટણીપંચ ના આ મહાયજ્ઞ માં ભાગ લઈને આપની માહિતી પ્રમાણિત કરીએ અને બીજા મિત્રો, સગા સંબંધીઓ ને પણ આ માહિતી ની ખરાઈ કરવા માટે આહવાન કરીએ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!