નરેન્દ્ર મોદીની એનર્જીનું રહસ્ય ફાયદાઓથી ભરપુર ખીચડી – આ રેસીપીથી બને છે પૌષ્ટિક ખીચડી
ભારતના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્યોર વેજિટેરિયન છે, આ વાત તો બધા જાણે છે પરંતુ શું તમે જાણો છો કે એમની પસંદગીનું ભોજન શું છે? નરેન્દ્ર મોદી 69ની ઉંમરમાં પણ ખુદને તંદુરસ્ત રાખે છે અને એની પાછળનું કારણ એ છે કે મોદીજી સંપૂર્ણ શાકાહારી છે. એમના જણાવ્યા મુજબ, માણસે સાત્વિક ભોજન કરવું જોઈએ જેનાથી ખરાબ વિચાર અને બૂરાઈથી માણસ દૂર રહી શકે છે. નરેન્દ્ર મોદીનું ફેવરીટ ભોજન ખીચડી છે અને આ છે પીએમ મોદીની પૌષ્ટિક ખીચડી બનાવવાની લાજવાબ રીત, તમારે પણ જાણવી જોઈએ.
આ છે પીએમ મોદીની પૌષ્ટિક ખીચડી બનાવવાની લાજવાબ રીત:

નરેન્દ્ર મોદી ખૂબ જ ઉર્જાવાન પ્રધાનમંત્રી છે અને 24 કલાકમાંથી 18 કલાક કામ કરનાર આ નેતા કોઈ દિવસ બીમાર નથી પડતા. પીએમ આ ઉંમરમાં પણ ફિટ અને એનર્જીથી ભરપૂર છે એની પાછળનું કારણ એમનો સંતુલિત ખોરાક છે. સવારે તેઓ 5 વાગ્યે ઉઠીને કસરત કર્યા બાદ ગુજરાતી નાસ્તો કરે છે. પછી દિવસે જમવામાં ખીચડી, કઢી, ઉપમા અથવા ખાખરા ખાય છે. નરેન્દ્ર મોદી સવારે એક કપ ચા જરૂર પીવે છે અને નાસ્તાને લીધે તેઓ બપોર સુધી ઉર્જાવાન રહી શકે છે. નરેન્દ્ર મોદીને ખીચડી ખૂબ પસંદ છે અને એમના ઈન્ટરવ્યૂમાં એમણે આ વિશે ઘણીવાર વાત કરી છે. જો તમે પણ પીએમની ફેવરિટ ખીચડી ખાવા માંગતા હોવ તો તમારે નીચે મુજબની સામગ્રી સાથે આ રીતે ખીચડી બનાવવી જોઈએ.
ખીચડી બનાવવા માટે જરૂરી સામગ્રી:
- ચોખા : 1/2 કપ
- તુવેર અથવા અડદની દાળ : 1/2 કપ
- તેલ : 2 ચમચી
- પાણી : જરૂર મુજબ
- જીરૂં : 1 ચમચી
- બારીક કાપેલ ડુંગળી,
- બારીક કાપેલ આદુનો એક ટુકડો.
- લીલા મરચા : 1 નંગ
- ટામેટું : 1 નંગ
- હળદર પાઉડર : 1/2 ચમચી
- હિંગ : ચપટી
- નમક : સ્વાદ અનુસાર
ખીચડી બનાવવાની રીત:
સૌથી પહેલા ચોખા અને દાળને બરાબર ધોઈ લો. ત્યારબાદ ગેસ ચાલુ કરીને ચૂલા પર કુકર ચડાવો. તેમાં થોડું તેલ અને જીરૂં નાખીને તડકો લગાવો. હવે તેમાં બારીક સમારેલ ડુંગળી નાખીને શેકી લો. ત્યારબાદ એમાં બારીક સમારેલ આદુ, મરચાં અને ટામેટું નાખી દો. ત્યારબાદ હિંગ અને હળદર નાખીને મીક્સ કરો. આ બધું બરાબર શેકયાં બાદ એમાં ધોયેલા ચોખા અને દાળ નાખો. ત્યારબાદ નમક અને પાણી ભેળવીને પ્રેશર કુકરનું ઢાંકણું બંધ કરી દો. કુલ પાંચથી છ સીટી વાગ્યા બાદ ગેસ બંધ કરી દો. જ્યાં સુધી પ્રેશર કુકરનો ગેસ ન નીકળે ત્યાં સુધી ઢાંકણું ન ખોલો. હવે તૈયાર છે પીએમ મોદીની પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ખીચડી.
મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ ઉપયોગી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.