નરેન્દ્ર મોદીને સ્મશાન ઘાટ પર આવેલો બાજપાઈજી નો ફોન – એ મળેલ ખબરે જિંદગી બદલાવી દીધી

આપણા દેશના પીએમ શ્રી નરેન્દ્ર મોદીનું આજે લગભગ 70મું વર્ષ ચાલી રહ્યુ છે. મોદીજીના કાર્યોની ચર્ચા માત્ર ભારતમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં થઇ રહી છે. જો કે દેશના વડાપ્રધાન બન્યા તે પહેલા મોદીજી ગુજરાતના મુખ્ય મંત્રી હતા. પરંતુ શુ તમે જાણો છો કે મોદીજી સીએમ કેવી રીતે બન્યા? તેને આ ખુશ ખબરી ક્યારે અને કેવી રીતે મળી હસે? જો કે તેની પાછળ એક મોટી કહાની છે…

નરેન્દ્ર મોદીને સીએમ બનવાની વાત સૌ પ્રથમ દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઇએ જણાવી હતી. જ્યારે તેને અટલ બિહારી વાજપાઇનો ફોન આવ્યો હતો ત્યારે તે સ્મશાન ઘાટમાં હતા. આ વાત તે સમયની છે જ્યારે વર્ષ 2001માં કોંગ્રેસના મહાન નેતા માધવ રાવ સિંધિયાનુંં એક પ્લેન ક્રેસમાં મૃત્યુ થયુ હતુ. આ જ પ્લેનમાં એક ગોપાલ નામના પત્રકારે પણ જીવ ગુમાવ્યો હતો.

હવે માધવ રાવ સિંધિયાના અંતિમ સંસ્કારમાંં તો મોટા મોટા નેતાઓ આવ્યા હત પરંતુ પત્રકારના અંતીમ સંસ્કારમાં થોડા જ લોકો આવ્યા હતા. મોદીજીને આ વાતનુંં દુખ લાગ્યુ અને તે પત્રકારના અંતિમ સંસ્કાર મા શામેલ થઇ ગયા. જો કે તે સમયે મોદીજી દિલ્લીમાં જ રહેતા હતા.

મોદીજી જ્યારે પત્રકારના અંતીમ સંસ્કાર  માટે શમશાન ઘાટ પર હતા ત્યારે અટલ બિહારી વાજપાઇનો તેને કોલ આવ્યો અને તેને પુછ્યુ ‘ક્યા છો?’ તેના પર મોદીજીઓ જવાબ આપ્યો ‘હું અત્યારે શમશાન ઘાટ પર છું’ આ વાત પર અટલજી હસીને બોલ્યા ‘હવે તમે શ્મશાન ઘાટે છો તો શું વાત કરુ?’ ત્યારે મોદીજીએ કહ્યુ ‘ તમે ફોન કર્યો છે તો જરુર કંંઇક કામ હસે બોલો..’ ત્યારે અટલજીએ કહ્યુ કે ; તમે શ્મશાન ઘાટે કેમ છો અને ક્યા સુધીમાં પરત આવો છો’ ત્યારબાદ મોદીજીએ અટલજીને આખી વાત કરી…

તો દોસ્તો આવી રીતે શ્મશાન ઘાટ પર જ મોદીજીને ગુજરાતનાં સીએમ બનવાને સુચના મળી હતી. આમ તો તેને અટલજી ની આ ઓફરને ફોન પર જ સ્વીકારી લીધી હતી પરંતુ મોદીજી રાતે અટલજીને મળવા નિવાસ સ્થાને પહોંચ્યા હતા. અને આવી રીતે એક ફોન પર વર્ષ 2001 માં મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી બની ગયા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!