જોકર જેવી ભૂમિકાથી મશહુર Mr. Bean રાજા મહારાજની જીંદગી જીવે છે – જુવો તસ્વીરો

90નાં દશકને ગોલ્ડન એરા કહેવાય છે જ્યારે એ સમયનાં બાળકો પાસે આધુનિક વસ્તુઓનો સાથ પણ હતો અને જૂની વસ્તુઓથી પણ તેઓ રમ્યા છે, એમણે જોયું છે અને મહેસુસ કર્યું છે. બાળપણ ખૂબ જ યાદગાર હોય છે જો બાળપણ બરાબર ન વીત્યું હોય તો માણસની જવાની અને ગઢપણ બંને કંટાળાજનક લાગે. પહેલા તો ટીવી શો પણ ખૂબ જોરદાર આવતા. 90નાં દશકમાં આવો જ એક ટીવી શો શરૂ થયો અને વર્ષ 2000 સુધી ખૂબ પોપ્યુલર રહ્યો.

જેને આજે પણ લોકો ઈન્ટરનેટ પર સર્ચ કરે છે. આ શોનું નામ હતું Mr Bean (મિ. બિન), આ શોમાં લીડ ઍક્ટર તરીકે Rowan Atkinson એ શાનદાર અભિનય કર્યો હતો. પણ શું તમે જાણો છો કે, તમારા ફેવરિટ મિ. બિન રાજા-મહારાજા જેવી જીંદગી જીવે છે? ચાલો જાણીએ એમની રોયલ લાઈફ સ્ટાઇલ વિશે….

રાજા-મહારાજા જેવી જીંદગી જીવે છે મિ. બિન :


મિસ્ટર બિન ટીવી શો નાના-મોટા સૌને ખૂબ ગમતો. એ સમયે લોકો આ શોનાં દિવાના બની ગયા હતા. ત્યારે આ સૌથી લોકપ્રિય કોમેડી શો હતો. આ શોનાં હીરો રોવન એટકીન્સન હોલિવૂડનાં એક પોપ્યુલર ઍક્ટર હતા અને આજે પણ લોકો એમને મિ. બિન કહીને જ બોલાવે છે. તેઓ મિસ્ટર બિન ઉપરાંત ‘બ્લૈકેડર’, ‘નાઈન ઓ ક્લોક ન્યુઝ’, ‘ધી સિક્રેટ પુલીસમેન્સ બોલ્સ’ અને ‘ધી થીન બ્લૂ લાઇન નામ’ જેવા ટીવી શોમાં પણ કામ કરી ચુક્યા છે.

મિસ્ટર બિન સિરીઝ દુનિયાના લગભગ 200 દેશોમાં અલગ-અલગ ભાષાઓમાં પ્રસારીત થઈ ચૂકી છે અને ભાગ્યે જ કોઈ એવો દેશ બચ્યો હશે કે જ્યાં આ ફની સિરીઝને લોકપ્રિયતા ન મળી હોય. રોવન એમેરિકાનાં ડરહમમાં જન્મ્યા હતા અને ત્યાં જ તેઓ મોટા થયા. ત્યારબાદ એમણે ઓક્સફોર્ડનાં કવીન્સ કોલેજથી ઈલેક્ટ્રિકલ એન્જીનીયરીંગ કર્યું. એક સમયે એમને લૉરી (ટ્રક જેવું) ચલાવવાનો પણ ખૂબ શોખ હતો. કદાચ એટલે જ આજે પણ એમની પાસે લૉરી ડ્રાઈવર લાઇસન્સ છે.

રોવનને એક્ટિંગ માટે યુનાઈટેડ કિંગડમની મહારાણીએ વર્ષ 2013માં કમાન્ડર ઓફ ધ મોસ્ટ ઍક્સેલેન્ટ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ અમ્પાયરનાં એવોર્ડથી સન્માનિત કર્યા હતા. હાલમાં મિસ્ટર બિન 8 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે અને એમનું નામ બ્રિટનનાં સૌથી ધનિક લોકોમાં ગણાય છે. એમનું સ્ટારડમ મોટા એક્ટર્સ કરતાંયે ઘણું છે અને લંડનમાં એમનો આલિશાન મહેલ પણ છે. આ મહેલની કિંમત અરબોમાં છે.

આ ઉપરાંત મિસ્ટર બિન પાસે દુનિયાની સૌથી મોંઘી કારનું કલેક્શન છે જેમાં એક કાર છે મૈકલોરેન એફ-1 જેની કિંમત વર્ષ 1990માં 5 લાખ 40 હજાર યુરો હતી. હાલના સમયમાં આ કારની કિંમત 80 થી 100 કરોડ રૂપિયા છે. જોકે હવે આવી એન્ટિક કાર મળવી ખૂબ મુશ્કેલ છે. 14માં એપિસોડ બાદ મિસ્ટર બિનનો શો પૂરો થઈ ગયો હતો પણ આ શોનું રિપીટ ટેલિકાસ્ટ પોગો ચેનલ પર થતું રહે છે. ટાઈમ બદલાતો ગયો અને એમણે ઘણી ફિલ્મો, શોઝ અને વેબ સિરીઝ કર્યા છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!