મોટા દીકરાએ પપ્પાને છ-છ મહિના સાચવવાનો નિર્ણય લીધો – આ સાંભળીને પપ્પાએ લીધો કંઈક આવો નિર્ણય

મિત્રો આજના સમયમાં લગ્ન પછી મોટાભાગના યુવાનો માં-બાપથી અલગ અલગ રહેવાનો નિર્ણય લેતા હોય છે, ઘણા લોકો એવું માનતા હોય છે કે લગ્ન પછી અલગ થવાનું કારણ વહુ છે. જો કે ઘણી જગ્યાએ આ કારણ સાચું પણ સાબિત કરવામાં આવે છે. લગ્ન પછી તરત જ દીકરાને માં-બાપથી અલગ થઇ જતા હોય છે. અને જો બે દીકરા હોય તો માં-બાપને બંને દીકરાના ઘરે થોડો થોડો સમય રહેવું પડે એવું પણ બનતું હોય છે.

તમે જનો છો કે આજના સમયમાં વૃદ્ધાશ્રમમાં પણ વૃદ્ધ માં-બાપની સંખ્યા વધતી જાય છે તેનું પણ આજ કારણ છે. માં-બાપે લાખો રૂપિયા ખર્ચીને બાળકોને ભણાવ્યા હોય તેને જરૂરી તમામ ચીજ વસ્તુઓ પૂરી પાડી હોય અને અંતે તે જ માં-બાપને વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડે છે આ આજના સમયનું એક કડવું સત્ય છે. આજે અમે તમને આ જ વિષય પર એક કહાની સંભળાવવા જઈ રહ્યા છીએ.

વૃદ્ધ બાપના બે દીકરા સંપતિના ભાગલા પાડવા અને માં-બાપને સાથે રાખવા વિશેની વાત છે જેમાં પિતા પોતાની કંઇક અલગ જ મરજી જણાવે છે જે સૌથી અલગ છે અને આજના દરેક વ્યક્તિને વાંચવા જેવી છે.

રાજિન્દરસિહના મોટા દીકરાએ વ્યંગમાં કહ્યું. “પપ્પા પંચાયત ભેગી થઇ ચુકી છે હવે સંપતિના ભાગ પડી દો”.

તેમજ સાથે તેના નાના દીકરાએ પણ એવી જ રીતે જણાવ્યું “પપ્પા હવે અમને ભાગ પડી જ આપો હવે અમારાથી ભેગું નથી રહેવાતું”.

ત્યારે સરપંચે રાજિન્દરના ખભા પર હાથ રાખીને પૂછ્યું ” એ વાત તો બરોબર છે કે જયારે ઘરમાં શાંતિથી રહી ના શકાતું હોય ત્યારે દીકરઓને ભાગ પડી દેવા જોઈએ પણ હવે ભાગ પાડ્યા પછી તમે કયા દીકરા સાથે રહેશો”.

ત્યારે તેના મોટા દીકરાએ જવાબ આપતા કહ્યું “અરે એમાં પૂછવાનું શું હોય પપ્પા છ મહિના મારી સાથે રહેશે અને છ મહીંના નાના ભાઈ સાથે રહેશે”.

આ નિર્ણય સાંભળીને આગળ સરપંચ બોલ્યા હવે તમારો નિર્ણય થઇ ગયો હવે  બંને ભાઈને જમીનની વહેચણી કરીએ.

પરંતુ એક બાપ કે જેને એક જ છત પર લાડ લડાવીને બંને દીકરાઓને મોટા કાર્ય તેનાથી આ સાંભળીને રહેવાયું નથી અને તે જોરથી બોલ્યા ” આ તે કેવો નિર્ણય થઇ ગયો સાચો નિર્ણય તો હવે હું બંને છોકરાઓને ઘરની બહાર કાઢીને કરીશ”.

તેમને આ જ નિર્ણય પર વધુ જણાવ્યું કે “એક પછી એક દીકરો છ મહિના મારી પાસે રહેશે અને બાકીના છ મહિના પોતાની રીતે રહેવાની વ્યવસ્થા કરશે.”

 

“હજુ જમીનનો માલિક હું છું એ નહિ”

પંચાયતમાં હાજર દરેક લોકો અને બંને છોકરાઓના મોઢા ખુલ્લી ગયા અને આશ્ચર્યચકિત થઇ ગયા જાણે કે કંઈક અલગ જ ઘટના બની હોય.

મિત્રો જો તમને આ આર્ટીકલ સારો લાગે તો શેર કરવાનું ભૂલતા નહી…

Leave a Reply

error: Content is protected !!