કોઈ જ સર્જરી વગર દેખાય છે આ એક્ટ્રેસીસ આટલી સુંદર – ઈશ્વરે ખુબ જ ફુરસદથી બનાવી હશે જોઇને એવું લાગે

સુંદર દેખાવા માટે મણસ શુ નથી કરતો. આજના જમાનામાં દરેક લોકો સુંદર અને જવાન દેખાવા  માંગે છે. અને તેના માટે લોકો લાખો રુપિયા ખર્ચ કરવામાં પણ પાછા નથી પડતા. જો કે લાખો રુપિયા ખર્ચ કરીને પણ પ્લાસ્ટિક સર્જરીની મદદથી જ તેને મનપસંદ રુપ મળે છે. પ્લાસ્ટિક સર્જરીનો સૌથી વધુ ફાયદો એવા લોકોને મળે છે જે કોઇ દુર્ઘટનામાં તેના શરીરનું કોઇ અંગ ગુમાવ્યુ હોય. તેમજ આગમાં ઘાયલ થયેલ વ્યક્તિ માટે પણ સર્જરી એક વરદાન રુપ સાબિત થયુ છે.

પરંતુ હવે પ્લાસ્ટિક સર્જરી અહિં સુધી જ સીમિત રહી નથી. આજના સમયમાં પ્લાસ્ટિક સર્જરીનો સૌથી વધુ ઉપયોગ સુંદર દેખાવા માટે કરવામાં આવે છે. ઘણા હોલીવુડ અને બોલીવુડના સ્ટાર્સે પણ પ્લાસ્ટિક સર્જરીનો સહારો લિધો છે.પરંતુ દરેક વખતે એવુ જરુરી નથી હોતુ કે પ્લાસ્ટિક સર્જરીથી દરવખતે તમને મનપસંદ રુપ મળી જ રહે, જો કે મોટાભાગે પ્લાસ્ટિક સર્જરી સફક રહે છે. પરંતુ અમુક સમયે પરિણામ સાવ અલગ જ જોવા મળે છે.

ઘણીવખત તમે જેવો લૂક ઇચ્છતા હો તેવો લૂક થઇ નથી શકતો જેથી સારો લૂક પણ ખરાબ થઇ જાય છે. જ્યા ખુબસુંદર ચહેરો બનાવવા મટે પ્લાસ્ટિક નો સહારો લે છે ત્યારે બોલીવુડમાં અમુક અભિનેત્રી એવી પણ છે જે પહેલેથી ખુબસુંદર છે કે તેને કોઇ પણ પ્રકારની સર્જરીની જરુર જ નથી, અને તેને આજસુધી એકપણ સર્જરી કરી નથી. આજે આપણે આ આર્ટીકલમાં બોલીવુડની અમુક એવી નેચરલી બ્યુટીફુલ અભિનેત્રીઓ વિશે જાણીશુ.

સોનમ કપૂર :

બોલીવુડની જાણીતી અભિનેત્રી સોનમ કપૂર દેખાવમાં ખુબ જ સુંદર છે, આજકાલ તે બોલીવુડની સૌથી ટોપ અભિનેત્રીઓ માંથી એક છે. આજકાલ સોનમનુંં નામ પણ બોલીવુડની હાઇએસ્ટ પેડ અભિનેત્રીઓમાં આવે છે. અને તેનુ કારણ છે કે તેને બોલીવુડમાં એક થી એક સુપરહિટ ફિલ્મો આપી છે.

સોનમે નીરજા, પેડમેન, વીરે દી વેડિંગ અને સંજુ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યુ છે જો કે તેના આન સિવાય પણ સોનમ કપૂરે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે જેને સારી એવી સફળતા મળી છે. મિત્રી તમને જણાવી દઇએ કે સોનમ નેચરલી જ એટલી સુંદર છે કે તેને પ્લાસ્ટિક સર્જરીની કોઇ જરુર નથી અને તેને આજ સુધિ સર્જરી કરાવી પણ નથી.

સોનાક્ષી સિન્હા :

બોલીવુડની દબંગ ગર્લ સોનાક્ષી દેખાવમાં એકદમ સુંદર અને સ્ટાઇલીસ છે. તેને આ સુંદરતા તેની માં પૂનમ સિન્હા પાશેથી વારસામાં મળી છે. આજે બોલીવુડની ટોપ એક્ટ્રેસમાં સોનાક્ષી સામેલ છે. તે બોલીવુડના દરેક મોટા મોટા સિતારાઓ સાથે કામ કરી ચુકી છે. મોટાભાગની અભિનેત્રીઓ સુંંદર દેખાવા માટે પ્લાસ્ટિક સર્જરીનો સહારો લેતી હોય છે જ્યારે સોનાક્ષી નેચરલી જ સુંદર છે. આજસુધી સોનાક્ષીએ કોઇપણ સર્જરીનો સહારો લિધો નથી.

યામી ગૌતમ :

બોલીવુડની સૌથી જાણીતી અભિનેત્રીઓમાં યામી ગૌતમનુંં નામ પણ સામેલ છે. તેને તેની બોલીવુડ કરિયરની શરુઆર આયુષ્માન ખુરાના સાથે ફિલ્મ ‘વિક્કી ડોનર’ થી કરી હતી. લાખો ફોલોવર્સ ધરાવનાર યામી દેખાવમાં ખુબ જ સુંદર છે. જણાવી દ ઇએ કે યામી કુદરતી જ એટલી સુન્દર છે કે તેને આજસુધી કોઇ પણ સર્જરીનો સહારો લેવો પડ્યો નથી.

આલિયા ભટ્ટ :

આલિયાની દરેક ફિલ્મમાં લોકો તેના અભિનયના વખાણ કરી રહ્યા છે. આલિયાએ હાઇવે, ડિયર જીંદગી, હંપટી શર્મા કી દુલ્હનિયા, રાજી જીવી ફિલ્મોમાં જબરદસ્ત અભિનય કર્યુ છે. તેની હાલમાં જ રિલીજ થયેલ ફિલ્મ ‘રાજી’ સુપરહિટ સાબિત થઇ છે. જણાવી દ ઇએ કે આલિયા માત્ર 25 વર્ષની છે અને આટલી નાની ઉંમરમાં તે બોલીવુડની ટોપ હિરોઇન બની ગઇ. અને તે કુદરતી જ એટલી સુંદર છે કે તેને કોઇ પણ જાતની સર્જરી કરવાની જરુર પડી નથી.

દીપિકા પાદુકોણ :

મિત્રો દીપિકા પાદુકોણને આજે કોણ ઓળખતુ નહિ હોય. બોલીવુડને આજસુધી ઘણીબધી સુપરહિટ ફિલ્મો આપનાર દીપિકા બોલીવુડની ટોપ અભિનેત્રી બની ગઇ છે. દુનિયાભરમાં લાખો ફેંસ ફોલોવિંગ ધરાવનાર દીપિકા અને રણવીર ની હાલમાં જ રોયલ વેડિંગ થયા હતા. દીપિકાની સુંદરતાના લાખો દિવાના છે. તે કુદરતી જ એટલી સુંદર છે કે તેને સુંદર દેખાવા માટે કોઇ પણ પ્રાકરની સર્જરીનો સહારો લેવો પડ્યો નથી.

 

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!