જયારે RTO ઇન્સ્પેકટરે પૂછ્યું – જમણી બાજુ વળવું હોય ત્યારે કેવું સિગ્નલ આપીશ અને …

90’s માં ક્યારેક લર્નિંગ લાઈસન્સ લેવા આર.ટી.ઓ. ગયેલો

એ વખતે કોમ્પ્યુટર ટેસ્ટ તો હતી નહિ, પણ બારી પર લાઈન હોય, જેનો વારો આવે એમને થોડું પૂછે અને લર્નિંગ લાઈસન્સ આપી દે…

મારો ચોથો વારો હતો… મારી આગળ વાળા ૩ માંથી પહેલા નો પૂછ્યું “ડાબી બાજુ બાઈક વાળવું હોય તો શું કરીશ?”

એ સમયે ઈન્ડીકેટર નું ચલણ બહુ ઓછું હતું , હાથે થી જ સિગ્નલ આપવી પડતી…. જો કે આજે ઈન્ડીકેટર નું ચલણ છે તેમ છતાં એક વર્ગ એવો છે જેને કઈ ફરક નથી પડતો, એ તો બેફામ દીધે જ જાય છે… અને આવા બહોળા વર્ગ ને લીધે જ આજે બધાને થોડું સહન કરવું પડે છે…..

એની વે…..પેલા એ “ડાબી બાજુ નો હાથ લાંબો કર્યો”

પછી પૂછ્યું, “જમણી બાજુ વળવું હોય તો?”
પેલા એ “જમણી બાજુનો હાથ લાંબો કર્યો”

એનું રીઝલ્ટ પાસ આપ્યું કે ફેઈલ એ તો ખબર ના પડી, પણ મારી આગળ ના બધાને આ જ પૂછ્યું , આ સમય દરમિયાન મને ખબર નહિ ક્યાં પણ ક્યાંક થી નોલેજ મળેલું કે જમણી બાજુ વાળતી વખતે જમણો હાથ છુટ્ટો મુકીએ તો લીવર બંધ થાય જે ના કરાય….

એટલે મારો વારો આવ્યો અને મને જયારે સેઈમ પ્રશ્ન પૂછ્યો, મેં “ડાબી બાજુનો હાથ લાંબો કરીને લોટા થી જલેબી પાળતા હોઈએ એવી રીતે ગોળ ફેરવ્યો..” – મને પાસ તો કરી દીધો એટલે એવું લાગ્યું કે આ સાચું હશે, પછી ક્યારેય આ સાચું હતું કે ખોટું એની ખરાઈ કરવાનું યાદ નથી આવ્યું કે નહિ ક્યારેય આ સિગ્નલ નો યુઝ કરેલ…

આજે અચાનક , આટલા વર્ષે આ વાત યાદ આવી કેમકે સવારે ૮ વાગ્યા આસપાસ રૈયારોડ પર કનૈયા ચોક માં એક ૬૦-૬૫ વર્ષના કાકા ને Turn લેતી વખતે આવું કરતા જોયા….. મોજ આવી ગઈ…

પણ સાથે એક વાત જોવા મળી… એ કાકા ગભરાયેલા હતા એટલે આ રીતે હાથ થી સિગ્નલ આપી રહ્યા હતા…. ટ્રાફિક ના નવા નિયમો નો ડર લોકોમાં છે અને હોવો જોઈએ, પણ આ કાકા નો ડર જોઇને થોડી તકલીફ પડી….એવું થયું કે આજ ની પેઢી ના અમુક નોન સેન્સ અને રસ્તાને બાપા નો માનીને ચલાવનારા લોકોને લીધે આગલી પેઢી એટલે કે મારા તમારા પપ્પા ની પેઢી ને તકલીફ ભોગવવી પડે છે…. શું આ ઉમરે આ નિયમો અને આ ડર જ આપવાના છે આપણે આપણા વડીલો ને?

જો કે આટલો બધો ડર પણ ના હોવો જોઈએ… ટેઈક ઈટ ઇઝી લેવું પડશે… નિયમો અત્યાર સુધી આકરા નહોતા એટલે જ આ ટ્રાફિક સેન્સ કેળવાણી નથી… જો સરકાર અને પોલીસ કડક વલણ અપનાવશે તો આવનારા દિવસો માટે જ સારું છે, થોડો સમય લાગશે ટેવ બદલતા… સરખી રીતે ચલાવવાની ટેવ બદલતા થોડો સમય લાગશે…. પણ પછી ઘણી રાહત રહેશે….

ચાલો આ બદલાવ આપણા થી લાવીએ…. ૨૫ મીટર કે ૫૦ મીટર નું પેટ્રોલ બચાવવા રોંગ માં ના ચલાવીએ… રસ્તાને અનુકુળ સ્પીડ મેઈન્ટેન કરીએ…. રસ્તા પર જ્યાં ને ત્યાં વાહન ચલાવતા પિચકારી ના મારીએ…. પાર્કિંગ વ્યવસ્થિત કરીએ….. બીજા વાહન ને અગ્રતા આપવા આપણા વાહન ને બ્રેક મારવામાં સંકોચ ના કરીએ….

– ધમભા (આ ફેરે #Dhoomkharidi વાળા)

Leave a Reply

error: Content is protected !!