લાખોના દિલમાં રાજ કરતી આ સુંદર એક્ટ્રેસના કેરિયરની પથારી ફરી ગઈ – કર્યો હતો આવો કાંડ

બોલીવુડ ની આ એક્ટ્રેસ જે એક સમયે લગભગ દરેક ના દિલ પર રાજ કરતી હતી અને ખુબ જ હીટ ગયેલ હિરોઈન છે તેમ છતાં અચાનક એ ક્યાં ગુમ થઇ ગઈ અને એના કેરિયર પર પાણી ફરી વળ્યું. હા મિત્રો, અમે વાત કરી રહ્યા છીએ  અભિનેત્રી રિમી સેનની કે જે ખુબ જ લોકપ્રિય અને હોટ ફેવરીટ હતી અને રાતોરાત ગુમ થઇ ગઈ. કહેવાની જરૂર નથી કે એની ગણતરી આજે પણ તેમાં થાય છે કે જે પહેલા હિટ હતી. રીમી સેન ની  બોલિવુડમાં એન્ટ્રી શાનદાર હતી પરંતુ પછી તેનો જલવો ધીમે ધીમે ફિક્કો પડી ગયો.

અગર આપણે થોડું પાછળ જઈએ અને વર્ષ 2000ની વાત કરીએ તો એ વર્ષનાં શરૂઆતમાં રીમી લગભગ ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી, જેમાંથી મોટાભાગની ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર હિટ રહી અને રીમી પણ. આ ફિલ્મોમાં રિમીની એક્ટિંગને પણ લોકોએ ખુબ પસંદ પણ કરેલી હતી . અહી અમે જણાવી દઈએ કે રિમીએ 2001માં બંગાળી ફિલ્મ પરોમીતર એક દિનથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. અને વર્ષ 2003માં તેણે હિન્દી ફિલ્મ હંગામાથી હિંદી ફિલ્મોમાં ડેબ્યૂ રોલ કર્યો. લગભગ બધાને પસંદ પડેલી હંગામા એક કોમેડી ફિલ્મ હતી અને ખુબ હિટ ગયેલી.

નોંધનીય છે કે હંગામા ની સફળતા પછી રિમીએ અક્ષય કુમાર સાથે મળીને ગરમ મસાલા, ફિર હેરા ફેરી અને દીવાને હુએ પાગલ જેવી સફળ ફિલ્મો કરેલી. આ સિવાય તે રોહિત શેટ્ટીની ગોલમાલ સીરિઝ, ધૂમ સીરિઝ, ક્યોંકિ અને બાગબાન જેવી સુપરહિટ ફિલ્મોનો રોલ પણ લીધેલો. પરંતુ દુખની વાત એ બની કે રીમી પોતે જાતે મહેનત થી મેળવેલી આ સફળતાને પચાવી ન શકી. રોહિત શેટ્ટી સાથે ગોલમાલ જેવી ખુબ જ સફળ અને લોકપ્રિય ફિલ્મો કર્યા બાદ તેણે એક ઈન્ટરવ્યૂ દરમિયાન કંઇક એવું કહ્યું અને કંઇક એવી કોમેન્ટ કરી કે તેનું આગળ વધી રહેલું કરિયર અચાનક જ ત્યાં ખત્મ થઈ ગયું.

મળેલ માહિતી મુજબ, રિમી સેને પોતાની ચાલી રહેલી અને હીટ ગયેલી  ફિલ્મ ગોલમાલના પ્રમોશન વખતે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, ‘મેં ફિલ્મમાં એક સ્વીટ અને બ્યૂટિફુલ ગર્લનો રોલ પ્લે કર્યો છે. મને આ ફિલ્મ એટલા માટે ગમી કારણ કે તેમાં ચાર હીરો છે અને હું એક જ હીરોઈન છું. રોહિત શેટ્ટી ડાયરેક્ટર તરીકે અમેઝિંગ છે, તે કોઈ બ્લેક આફ્રિકન છોકરીને પણ સુંદર બનાવી શકે છે’

અને બસ થઇ ગયો લોચો…..આ એક નિવેદન ને લીધે અને નીવેદ બાદ રિમીનાં કરિયર પર ફુલ સ્ટોપ લાગી ગયું. આવું કહેવા બદલ આ એક્ટ્રેસ ઘણા વિવાદોમાં ઘેરાઈ અને આપણી  હ્મૂયન રાઈટ્સ સંસ્થાએ તેનો વિરોધ કર્યો.

અને એવું સાવ નથી કે, આટલા વિવાદો પછી રિમીએ સારી ફિલ્મો માટે કોઈ પ્રયત્નો ના કર્યા… એને ત્યાર બાદ પણ ફિલ્મો કરી પણ નશીબ ખરાબ કે લગભગ બધી જ ફિલ્મો બોક્સ ઓફીસ પર ફ્લોપ સાબી થઇ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!