પ્રેગનન્સી દરમિયાન વજન વધતા ટ્રોલ થઇ સમીરા – લાલ આંખે કહ્યું અહિયાં બધી કરીના નથી કે…….

બાળકને જન્મ આપ્યા પછી લગભગ દરેક મહિલાનું વજન વધી જવું એ સ્વાભાવિક છે. પરંતુ કેટલાક લોકો બોલિવૂડ અભિનેત્રીઓને જાડી જોઈ શકતા નથી. તેઓ ભૂલી જાય છે કે તેણી અભિનેત્રી હોવાની સાથોસાથ એક મહિલા પણ છે. તેઓ ભૂલી જાય છે કે, બાળકને જન્મ આપ્યા પછી જે વસ્તુ સામાન્ય મહિલા સાથે થાય એવું જ અભિનેત્રીઓ સાથે થઈ શકે છે.

પરંતુ અમુક લોકો તો આ વસ્તુ જાણવા છતાં બોલિવૂડ અભિનેત્રીઓને ટ્રોલ કરવાનું ચુકતા નથી. ઘણી બોલિવૂડ અભિનેત્રીઓ વધુ વજનને કારણે ટ્રોલ થતી રહે છે. આ વખતે પણ આવું જ કંઈક થયું છે, બોલિવૂડ અભિનેત્રી સમીરા રેડ્ડી સાથે. જણાવી દઈએ, સમીરા રેડ્ડી ફરી એક વખત માતા બનવાની છે અને આ ખુશીનાં સમયે લોકોએ તેણીને વધતા વજનને કારણે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. ટ્રોલ થવાને કારણે સમીરાને ગુસ્સો આવી ગયો અને તેણીએ યૂઝર્સને જોરદાર ફટકાર લગાવી.

સમીરાએ લીધી ટ્રોલર્સની ક્લાસ :

જણાવી દઈએ કે, સમીરાએ પોતાના બેબી બમ્પ સાથે ફોટો શેર કર્યો હતો. આ ફોટો પર લોકોનાં ખરાબ-ખરાબ કમેન્ટ્સ આવવા પર તેણી રોષે ભરાઈ અને આ રીતે જવાબ આપ્યો : “મારી જેવા ઘણાં લોકો છે જે પ્રેગનેન્સી દરમિયાન વધેલ વજનને લાંબા સમય બાદ ઓછું કરી શકે છે.

હું ટ્રોલર્સને પૂછવા માંગુ છું કે, તમારી મમ્મી તમારા જન્મ પછી હોટ હતી? બાળકનાં જન્મ પછી વજન ઓછું કરવામાં હંમેશા સમય લાગે છે. હવે હું બીજા બાળકની માતા બનવા જઈ રહી છું. દરેક મહિલા પ્રેગનન્સીમાં કરીના કપૂરની જેમ હોટ ન દેખાઈ શકે.” સમીરાએ આગળ જણાવ્યું, “પહેલી પ્રેગનન્સી દરમિયાન મને ખુબ શરમ આવતી હતી. હું પોતાની જાતને કવર કરતી રહેતી. પરંતુ બીજી પ્રેગનન્સી ટાઈમે વસ્તુઓ બદલાઇ ગઈ છે. મને લાગે છે કે, હું પ્રેગનન્સીમાં પણ હોટ દેખાઈ શકું છું.”

તમને જણાવી દઈએ કે, આ પહેલી વખત નથી કે કોઈ અભિનેત્રીને આવી રીતે વજનને કારણે ટ્રોલ કરવામાં આવી હોય, આ પહેલા અભિનેત્રી નેહા ધુપિયા પણ પ્રેગનન્સી બાદ વધેલ વજનને લઈને ટ્રોલ થઈ ચૂકી છે.

નેહા ધૂપિયા પણ ટ્રોલ થઈ ચૂકી છે :


હમણાં જ પ્રેગનન્સી બાદ નેહાનાં વધી ગયેલ વજન વિશે એક પબ્લિકેશનએ ફૈટ શેમિંગ કરતા આર્ટિકલ લખ્યો હતો. જેના જવાબમાં નેહાએ કહ્યું હતું કે, “મારે આ વિશે કોઈ ચોખવટ કરવાની જરૂર નથી અને હું આ બધી બાબતોની પરવાહ નથી કરતી. પરંતુ ફૈટ શેમિંગ (શરમજનક ચરબી) જેવી મોટી સમસ્યાને લઈને હું કહેવા માંગુ છું કે, આવા આર્ટિકલથી ફક્ત સેલેબ્સ નહીં પણ એવી મહિલાઓ પણ પ્રભાવિત થાય છે કે જેઓ આ સમસ્યાથી પીડાઈ રહી છે. એટલે એને રોકવાની જરૂર છે.

હું હમણાં જ મમ્મી બની છું અને હવે હું પોતાની બેબી માટે ફિટ, હેલ્ધી અને એનર્જીથી ભરપૂર રહેવા માંગુ છું. જેના માટે હું દરરોજ કસરત કરું છું અને ક્યારેક તો દિવસમાં બે વખત કારણ કે ફિટનેસ મારી પ્રાયોરિટી છે. લુક માટે લોકોએ જે સ્ટાન્ડર્ડ બનાવ્યા છે એમાં મને ફિટ થવાનો કોઈ શોખ નથી. આશા રાખું છું કે ભવિષ્યમાં લોકો આ પ્રકારની કમેન્ટ્સથી દુર રહેશે.”

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!