સવજીભાઈના દીકરાની લાઈફસ્ટાઈલ એમ છે – પિતા પોતાના સ્ટાફને ગાડી બોનસ આપે અને દીકરાને…

દિવાળી આવે એટલે નોકરી કરતા લોકો બોનસની રાહ જોતા હોય છે. જો કે દરેક કંપનીમાં સરખુ બોનસ નથી મળતુ. પરંતુ દિવાળી આવે એટલે આપણા ગુજરતનાં સમાચારોમાં સુરતના ડાયમંડ કિંગ સવજીભાઇ ધોળકિયા ખુબ જ ચર્ચાઓમાં રહે છે. તે દર વર્ષે તેના કર્મચારીઓને દિવાળીના બોનસ રુપે ફ્લેટ, કાર અથવા મોટી રકમ આપતા હોય છે અને તે ખુબ જ ચર્ચાઓમાં રહે છે.

વર્ષે કરોડો અબજોનું ટર્ન ઓવર કરતી સવજીભાઇની કંપનીના કર્મચારીઓને સવજીભાઇ દરવર્ષે મોંઘામાં મોંઘુ બોનસ આપવાનો પ્રયાસ કરે છે. જેની કંપનીના કર્મચારીઓની લાઇફ આવી હોય તો જરાક વિચારો તેના પરીવારના સભ્યોની લાઇફ કેવી હસે. તો ચાલો આજે આપણે જાણીએ સવજીભાઇના દિકરાની લાઇફસ્ટાઇલ વિશે.

માત્ર ભારતમાં જ નહિ પરંતુ દુનિયાભરમાંં સુરતના હરેકૃષ્ણ એક્સ્પ્પોર્ટ પ્રાઇવેટ લિમિટેડના માલિક સવજીભાઇ ધોળકિયાને ડાયમંડ કિંગ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો તમે બધા જાણો જ છો કે દરવર્ષે સવજીભાઇ પોતાની કંપનીના કર્મચારીઓને કેટલી મોટી રકમ અથવા કટલુ મોટુ બોનસ આપે છે. તેમજ વર્ષે લાખો કરોડોનું દાન પણ કરે છે. લોકો તેને દાનેશ્વર પણ કહે છે.

 

View this post on Instagram

 

now you can officially call me captain

A post shared by Dravya Dholakia (@dravyadholakia) on

4
મિત્રો આજે આપણે વાત કરવાના છિએ સવજીભાઇ ધોલકિયાના પુત્ર દ્રવ્ય ધોળકિયા વિશે. દ્રવ્ય ધોળકિયાએ એમ.બી,એ નો અભ્યાસ ન્યુયોર્કની પેસ યુનિવર્સિટીમાં કર્યો છે. અમિર લોકોના શોખ વિશે તો તમે બધા જાણો જ છો. તેને ખાવા પિવાનો અને મોંઘા મોંઘા કપડાઓ પહેરવાનો શોખ હતો. જો કે આવા શોખ અમિર લોકોમા સામાન્ય છે.

 

View this post on Instagram

 

Just tell me where

A post shared by Dravya Dholakia (@dravyadholakia) on

તે જ્યારે ન્યુયોર્કથી ભણતર પુરુ કરીને સુરત આવ્યો ત્યારે સવજીભાઇએ તેના બિજનેશમાં સામેલ ન કર્યો અને એક ફ્રેશર તરીકે નોકરી કરવા માટે કહ્યુ. તેની પહેલી નોકરીમાં તેનુંં કામ સોલાર વેચવાનું હતુ. પરંતુ અમિરના દિકરા આવુ કામ થોડુ કરવાના? તેને પગાર લીધા વગર જ અઠવાડિયામાં કામ મુકી દિધુ. જો કે તેના પપ્પાના કહેવાથી તેને નોકરી કરી હતી.

 

View this post on Instagram

 

couldn’t find a lighter to pretend to light the cigar I wouldn’t smoke

A post shared by Dravya Dholakia (@dravyadholakia) on


એકવખત જ્યારે સવજીભાઇ તેના કામ માટે જ્યારે ન્યુયોર્ક ગયા તો તેના દિકરાને પણ સાથે લઇ ગયા અને તે બન્ને બાપ-દિકરો એક હોટલમાં જમવા ગયા. સવજીભાઇએ દિકરાને ઓર્ડર આપવાનુંં કહ્યુ અને તેને જરુરત કરતા કંંઇક વધારે જ ઓર્ડર કર્યુ અને તેના કારણે બિલ પણ વધારે આવ્યુ. જો કે આ સમયે સવજીભાઇએ કસુ કહ્યુ નહી પરંતુ તેને મનમાં નક્કે કરી લિધુ કે હવે તેના દિકરાને પૈસાની કિંમત સમજાવવી પડશે.

સવજીભાઇના દિકરાએ હોટલમાં કર્યુ હતુંં કામ :

સવજીભાઇએ તેના દિકરાને કહ્યુ કે આપણી કંપની સંભાળવા કાબીલ બનવા માટે તારે તારી ઓળખાણ છુપાવીને ક્યાંક નોકરી કરવી પડશે. જો કે તેના દિકરાને જીવનનું સમજાવવા સવજીભાઇ એ આવુ કરેલુ. મિત્રો તમને જાણાવી દઇએ કે દ્રવ્યએ થોડી ઘણી રોકડ રકમ અને ત્રણ ચાર જોડી કપડા લઇને એક મહીનાનો સમય કોચિનમાંં પસાર કર્યો હતો.

પોતાના દિકરાને પૈસાની કિંમત સમજાવાવા સવજીભાઇએ લીધેલ આ નિર્ણય સફળ ગયો અને એ દિવસ આવી ગયો કે તેનો દિકરો પૈસાની અને જીંદગીની કિંમત સમજવા લાગ્યો. આ નિર્ણય પછી સવજીભાઇનો દિકરો સામાન્ય એટલે કે જરુરીયાત પુરતી જ જીંદગી જીવે છે. જો કે તેના મોંઘા મોંઘા શોખ હવે જીવનમાં મહત્વના રહ્યા નથી. અને હવે તે કરોડપતી હોવા છતા એક સામાન્ય જીંદગી જીવી રહ્યો છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!