‘શોલે’ ના આ મહત્વના અને મશહુર કલાકારે અંતિમ વિદાય લીધી – બચ્ચન અને ધર્મેન્દ્ર ભાવુક થયા

‘શોલે’ ફિલ્મમાં ગબ્બર સિંહ એક ડાયલોગ બોતા હતા, ‘કિતની આદમી થે કાલીયા?’ આ ડાયલોગ આજ સુધી પ્રખ્યાત છે. આ ફિલ્મમાં કાલિયાનો કિરદાર વિજૂ ખોટે એ નિભાવ્યો હતો. ઇંડસ્ટ્રીજમાં સાચી ઓળખાણ આ ફિલ્મ થી જ મળી હતી. અમારે ઘણા દુખ સાથે કહેવું પડે છે કે પ્રખ્યાત અભિનેતા વિજૂ ખોટે જી હવે આ દુનિયામાં નથી રહ્યા. તે આજે એટલે કે 30-Sep-2019 ના રોજ સવારે 6:55 વાગ્યે 77 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા છે.

જાણવા મળેલ માહિતી મુજબ આ સમયે તે મુંબઇમાં તેના ઘરે જ હતા. વિજૂએ તેના કરિયરની શરુઆત 1964 માં કરી હતી અને તેના કરીયર દરમિયાન તેને 300 થી પણ વધારે હિન્દિ અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યુ છે. શોલે ના કાલિય સિવાય તેને ફિલ્મ ‘અન્દાજ અપના અપના’ ના રોબર્ટ કિરદારથી પણ ઘણી પોપ્યુલારિટી મળી છે. તેમજ તેને ઘણા ટીવી શો માં પણ કામ કર્યુ છે. જેમાથી ‘જુબાન સંભાલ કે’ પણ ખુબ જ પોપ્યુલર થયુ હતુ.

જણાવી દઇએ કે વિજૂ ખોટા બોલ્લેવુડના ખુબ જ એક્ટીવ અભિનેતા રહ્યા છે. જો કે પછલા થોડા વર્ષોથી તેને કામ કરવાનું બંધ કરી દિધુ હતુ અને તેનુ કારણ તેની તબિયત જ હતુ, તેના ઘણા અંગોએ કામ કરવાનું બન્ધ કરી દીધુ હતુ. અને આ કારણે આજે સવારે નિંદરની અવસ્થામાં જ તેનું મૃત્યુ થઇ ગયુ.

તેને વર્ષ 2015માં ટાઇમ્સ ઓફ ઇંડિયા માં આપેલ એક ઇંટર્વ્યુમાં જણાવ્યુ હતુ કે તેની ફિલ્મોની લોકપ્રિયતા ના કારણે તેને લોકોનો પ્રેમ મળી રહ્યો છે. લોકોને તેનો કાલિયાનો કિરદાર ખુબ જ પસન્દ આવ્યો હતો. શોલે માં ગબ્બરની ભુમિકા ભજવનાર અમજદ ખાન સાથે તેને કામ કર્યુ હતુ, અને બન્નેએ ઘણી ફિલ્મો સાથે કરી છે. વિજૂની એક મોટી બહેન શુભા પણ છે અને તેને પણ બોલીવુદમાં ખુબ કામ કર્યુ છે.

વિજૂ ખોટેની ભત્રીજી અને એક્ટ્રેસ ભાવના બલસાવરએ મીડિયાને જણાવ્યુ કે, ” વિજૂ ખોટેજી એ આજે સવારે 6ને 55 વાગ્યે નિવાસ સ્થાને નિન્દ્રા અવસ્થામાં શાંતિપુર્ણ અંતિમ શ્વાસ લિધા. તે થોડા સમયથી બિમાર હતા. તેના અમુક અંગોએ કામ કરવાનું બન્ધ કરી દિધુ હતુ. તે હોસ્પિટલમાં મરાવા નહોતા માંગતા તેથી અમે તેને થોડા દિવસો પહેલા જ ઘરે લાવ્યા હતા. અને તે અમારા બધા માટે ખુબ મોટુ નુક્શાન છે.”

મીડિયા અનુશાર વિજૂ ખોટેના અંતિમ સંસ્કાર આજે જ ચંદન વાદીમાં રાખવામાં આવસે. તેના મૃત્યુના સમાચાર બાદ આખી ફિલ્મ ઇંડસ્ટ્રીજ માં શોક નો માહોલ છે. ખાસ કરીને તેના ફેંસને આ સમાચાર સાંભળીને ખુબ જ દુખ થયુ. આ દુખના સમયમાં અમારી સહાનુભૂતિ અને દુવાઓ તેના પરિવાર સાથે છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે તે વિજૂ ખોટેના આત્માં ને શાંતિ આપે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!