એક જાહેરાતનાં આ સ્ટાર્સ લ્યે છે અધધ..આટલા રૂપિયા – ટાઈગર શ્રોફના ચાર્જીસ વાંચી આંખો પહોળી થઇ જશે

આમ તો દરેક હીરો-હિરોઈન એક ફિલ્મમાં કામ કરવાના કરોડો રૂપિયા વસુલે છે પરંતુ આ ઉપરાંત બીજા માધ્યમથી પણ તેઓ કરોડો રૂપિયા કમાય છે. એડ ફિલ્મ્સ, ઉદ્દઘાટન, લગ્ન પ્રસંગમાં પરફોર્મન્સ અથવા ગેસ્ટ અપિયરેન્સના માધ્યમથી પણ તેઓ તગડી કમાણી કરે છે.

તમે અલગ-અલગ વસ્તુઓની જાહેરાતમાં અલગ-અલગ હીરો-હિરોઈનને જોતા હશો. આજના સમયમાં કોઈ સ્ટાર ક્રીમ-પાઉડરની એડ કરી રહ્યા છે તો કોઈક નમક અને બિસ્કીટ. બોલીવૂડના ઘણા કલાકારો છે કે જે ફિલ્મો સિવાય જાહેરાત કરવામાં પણ આગળ છે.

આપણે તો આ આકર્ષક જાહેરાત જોઈને નીકળી પડીએ છીએ જે-તે વસ્તુ ખરીદવા માટે પણ શું તમે જાણો છો કે આ 1 થી 3 મિનિટની જાહેરાત કરવા માટે સ્ટાર્સ કેટલા રૂપિયાની કમાણી કરે છે? જો નહીં, તો આજની આ પોસ્ટમાં અમે તમને બોલિવૂડના કેટલાક એવા સ્ટાર્સ વિશે જણાવીશું કે જે બ્રાન્ડ ઈન્ડોર્સમેન્ટ માટે કરોડો રૂપિયાની કમાણી કરે છે.

(1) આમિર ખાન :


આમિર ખાન ચાઈનીઝ મોબાઈલ ફોન કંપની ‘વિવો’ નાં બ્રાન્ડ એમ્બેસેડર છે. તમે એને સેમસંગ, કોકાકોલા, સ્નેપડીલ, ટાઈટન વગેરેની જાહેરાતમાં જોયા હશે. તેઓ એક જાહેરાતનાં 11 કરોડ લે છે.

(2) શાહરુખ ખાન :


શાહરુખ ખાન બિગ બાસ્કેટ, ફૂડ પાંડા, પેપ્સી, નેરોલેક પેઇન્ટ, વિડીયોકોન, એરટેલ, લક્સ, ફ્રુટી અને એજ્યુકેશન એપ્લિકેશન બાય જૂસની જાહેરાતમાં જોવા મળે છે. તેઓ એક જાહેરાત માટે અધધ … 9 કરોડ લે છે.

(3) અમિતાભ બચ્ચન :


અમિતાભ નવરત્ન તેલ, કેડબરી, ડૉ. ફિક્સઇટ, બોરો પ્લસ, મેગી અને ગુજરાત ટુરિઝમની જાહેરાતમાં પણ તેઓ ચમક્યા હતા. તેઓ એક જાહેરાત માટે 8 કરોડ લે છે.

(4) અક્ષય કુમાર :


હોન્ડા, હારપિક, માઈક્રોમેક્સ મોબાઈલ, રસના, ડોલર અંડરવેર ઉપરાંત ઘણા ડિયો અને પરફ્યુમની જાહેરાતમાં પણ જોવા મળે છે. અક્ષય એક જાહેરાત કરવાનાં 7 કરોડ ચાર્જ કરે છે.

(5) સલમાન ખાન :


સલમાન ખાન ઓનલાઈન પેમેન્ટ એપ્લિકેશન ભારતપે નાં બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. આ સિવાય તેઓ થમ્સઅપ, રિવાઈટલ, રિલેક્સો, સુઝુકી, એસ્ટ્રલ પાઇપ વગેરે એડમાં જોવા મળે છે. તેઓ આવી જાહેરાત માટે 7 કરોડ રૂપિયા વસુલે છે.

(6) રણબીર કપૂર :


રણબીર નિશાન કારનો બ્રાન્ડ એમ્બેસેડર છે. ઉપરાંત લેઇસ વેફર્સ, પેપ્સી, પેનાસોનીક, લીનોવો જેવી બ્રાન્ડની પણ એડ કરે છે. રણબીર આ જાહેરાત માટે 5 કરોડ રૂપિયા લે છે.

(7) વિક્કી કૌશલ :


ઉરી ફિલ્મથી આગળ આવનાર વિક્કી હેવેલ્સની ઈલેક્ટ્રિકલ આઈટમનો બ્રાન્ડ એમ્બેસેડર છે. ઉપરાંત તે ઘણા મોબાઈલ ફોન અને અન્ય પ્રોડક્ટ માટે પણ જાહેરાત કરે છે. હાલમાં તે એક જાહેરાતનાં 3 કરોડ લે છે.

(8) ટાઇગર શ્રોફ :


ટાઇગર શ્રોફ પેપ્સી, ગાર્નીયર મેન, મેચો અન્ડરવેર અને ઘડિયાળ વગેરેની એડમાં આવે છે. તે જાહેરાત માટે 2.5 કરોડ રૂપિયા લે છે.

(9) આયુષ્યમાન ખુરાના :


ફિલ્મ ડ્રિમ ગર્લની સફળતા બાદ હાલમાં આયુષ્યમાન ખુરાના રિયલમી નામના મોબાઈલની જાહેરાતમાં જોવા મળી રહ્યો છે. તે એક જાહેરાત માટે 2.5 કરોડ લે છે.

(10) રાજકુમાર રાવ :


રાજકુમાર રાવે પણ ઘણી સફળ ફિલ્મો આપી છે. એ ઘણો ઉમદા કલાકાર છે. રાજકુમાર મચ્છર મારવાની દવા મેક્સો, યસ બેન્ક, ટાઈટન વગેરેની એડમાં જોવા મળે છે. જેના માટે તેઓ 1.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો

Leave a Reply

error: Content is protected !!