જો તમારી સાથે આમાંથી કોઈ ઘટના બની છે તો સમજજો કે આ માનવ યોનીમાં તમારો પહેલો જન્મ નથી

ઘણી વખત આપણા જીવનમાં એવી ઘટનાઓ બનતી હોય છે કે જેનું આપણાં વાસ્તવિક જીવન સાથે કંઈ લેવા-દેવા ન હોય અથવા અમુક અજાણ્યા લોકો સાથે આપણી પહેલી મુલાકાત હોય એમ છતાં અમુક બાબતોમાં સમાનતા હોય અને કેટલીક વસ્તુ એકદમ નજીક હોય કે આજુબાજુના લોકો આશ્ચર્યચકિત થઈ જાય. આનો સંબંધ તમારા પાછલા જીવન (પૂર્વ જન્મ) સાથે હોય શકે. આત્મા અને પુનર્જન્મની વાતો આપણાં માટે એક રહસ્ય છે. જો તમે પણ આ બધી વાતો પર વિશ્વાસ રાખતા હોવ તો તમારે જાણવું જોઈએ કે, તમે આ પહેલા જન્મ લીધો છે કે નહીં? આ તમારો કયો જન્મ છે?

આજે અમે વાત કરવાના છીએ 5 લક્ષણો વિશે. જો આ 5 લક્ષણ તમારા જીવન સાથે સંકળાયેલા હોય તો એનો મતલબ તમે આ પહેલા પણ જન્મ લઈ ચુક્યા છો અને આ જન્મ તમારો પુનર્જન્મ છે. અજાણ્યો

ભય :


જો તમને કોઈક વાતનો ખૂબ જ ડર લાગતો હોય પરંતુ વર્તમાનમાં તમારે એની સાથે કોઈ નિસબત ન હોય, તો એનો સંબંધ તમારા પૂર્વ જન્મ સાથે હોય શકે. કેટલાક લોકો ઊંચાઈ, પાણી અને આગથી વિના કારણ ડરતા હોય છે. એમના જીવનમાં આ બધી વસ્તુઓથી ડરવાની કોઈ ઘટના ન બની હોય તોયે એમને આ બધી વસ્તુઓથી ડર લાગે છે.

એકનું એક સપનું વારંવાર આવવું :

એકનું એક સપનું વારંવાર આવતું હોય તો એનો સંબંધ પૂર્વ જન્મ સાથે હોય શકે. સપનામાં દેખાતા કેટલાક લોકોને જોઈને એવું લાગે છે કે, તમે એને કંઈક જોયા છે પણ ક્યાં એ યાદ નથી આવતું. આ લોકો તમારા પાછલા જન્મ સાથે જોડાયેલ હોય શકે. એમની સાથે તમારો સંબંધ હોય શકે.

પહેલી મુલાકાતમાં પોતાપણું :

કોઈ અજાણ વ્યક્તિને મળીને તમને પોતાના હોય એવી લાગણી થતી હોય તો એ પૂર્વ જન્મ સાથે સંકળાયેલ હોય શકે. ઘણીવાર આપણે એવા લોકોને મળતા હોય કે જેને આપણે પહેલા ક્યારેય ન મળ્યા હોય એમ છતાં એવું લાગે કે એની સાથે વર્ષોની ઓળખાણ છે. આપણે સમજી નથી શકતા કે પારકા લોકો પ્રત્યે આટલો લગાવ કેમ! હકીકતમાં તમે તમારા પાછલા જન્મમાં એની સાથે સારા સંબંધો ધરાવતા હતા. બની શકે કે એ તમારા સગાવહાલાં હોય. એટલે અજાણ્યા લોકો પ્રત્યે આવી લાગણી થઈ આવે.

કોઈ વસ્તુ પ્રત્યે ખાસ લગાવ :


કોઈ વસ્તુ કે વ્યક્તિ માટે ખાસ ભાવનાત્મક લગાવ તમારા પૂર્વ જન્મ સાથે જોડાયેલ હોય શકે. આ લોકો અથવા અમુક વસ્તુ જોઈને તમારા મનમાં દયા અને સહાનુભૂતિનો ભાવ આવે. જો તમારા મનમાં પણ કોઈ વસ્તુ કે વ્યક્તિ વિશે આવો ખાસ લગાવ હોય તો તે તમારા પૂર્વ જન્મ સાથેની બાબત હોય શકે. બની શકે કે, પૂર્વ જન્મમાં તમે એ પરિસ્થિતિમાંથી પસાર થયા હોવ એટલે તમારા મનમાં દયાભાવ જાગે. એનો અર્થ એવો થયો કે તમે પહેલા પણ જન્મ લઈ ચુક્યા છો.

પૂર્વ આભાસ :


કેટલાક લોકોને અનહોની થવાનો અહેસાસ પહેલા જ થઈ જતો હોય છે. તમને પણ આવા લોકો મળ્યા હશે. કંઈક અજુગતું થવાનો ડર આ લોકોના મનમાં સતત રહેતો હોય છે. જેને આપણે વહેમ પણ ન કહી શકીએ કારણ કે, ઘણી બધી વાતોમાં કંઈકને કંઈક તથ્ય ચોક્કસથી હોય છે. આપણે બધા જાણીએ જ છીએ એ રીતે ઉંમર સાથે જ વ્યક્તિ મેચ્યોર થાય છે. અહીંયા પણ આ જ નિયમ લાગુ પડે છે. તમારા શરીરમાં એક પ્રૌઢ આત્મા છે કે જે પહેલા પણ જન્મ લઈ ચુકી છે.

એટલે ભવિષ્યમાં થનાર ઘટનાઓ વિશે એને પહેલેથી જ આભાસ થવા લાગે છે. જોકે પાછલા જન્મના અહેસાસ સાથે આ જીવનનો કોઈ સંબંધ હોતો નથી. પરંતુ એટલો મતલબ ચોક્કસ છે કે તમારી આત્મા પહેલા જન્મ લઈ ચુકી છે એવી જ રીતે તમે આગળ પણ જન્મ લેતા રહેશો.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!