રાજકોટની સ્કુલ બહાર બુટપોલીશ કરતા આ કાકા – જયારે બાળકીઓ આવે ત્યારે …..

રાજકોટ માં નિર્મલા કોન્વેન્ટ સ્કુલ સામે કાટખૂણે નીચે રોડ પર એક મોચી દાદા બેસે, સ્કૂલે આવતી બાળાઓ ના બુટ સાંધી દે, પોલીશ કરી દે, થેલા ફાટયા હોય તો સીવી દે, એવું છુટક કામ કરી ગુજરાન ચલાવે.હું પણ ત્યાં પોલિશ કરાવવા ઉભો રહ્યો , મેં ભાવ પુછ્યા પોલિશ ના 10 રૂપિયા !!!

ખૂબ જ વ્યાજબી કહેવાય કેમ કે બધે 20 રૂપિયા થઈ ગયા છે. મેં પૂછ્યું કેમ 10 રૂપિયા જ તો દાદા એ જે જવાબ આપ્યો તે સાંભળી હું છક થઈ ગયો, દાદા કહે કે આ દિકરીયું ભણવા આવી હોય તેની પાસે પોતાના વાપરવા ના પૈસા માંડ હોય એમાં હું વધારે પૈસા લઉં તો એમને નાસ્તો – ભાગ લેવા કે વાપરવા માં ખૂટે એટલે હું 10 રૂપિયા જ લઉં છું., આ વાતચીત ચાલતી હતી , હું દાદા ની ફિલસુફી સમજવા નો પ્રયાસ કરતો હતો ત્યાં જ સ્કુલ છુટી અને એક પછી એક બાળાઓ આવતી જાય, દાદા ને આત્મિયતાપુર્વક રામ રામ કરતી જાય અને પાસે પડેલા ડબ્બા માં થી પીપર લેતી જાય.

મને કંઈક અલગ લાગ્યુ એટલે મેં દાદા ને પૂછ્યું કે આ બધું શું છે ? દાદા હસતા હસતા કહે કે દીકરીઓ ને ખાલી હાથ થોડી જવા દેવાય, બધી દીકરીઓ ને રોજ અહીં પીપર ખાવા ની ટેવ પડી ગઈ છે. દાદા શ્રમજીવી છે એ કોઈ એટલા અમીર નથી કે રોજ એક મોટી કોથળી ભરી ને પીપર પુરી કરી નાખે પણ તો ય એ છુટ થી પીપર ની લ્હાણી કરે.

દાદા પાસે પીપર પણ ના ખૂટે અને વ્હાલ પણ…. અને છેલ્લે મને કહે શું સાથે લઈ જાવું છે ??? હવે આનો મારી પાસે કોઈ જવાબ નહોતો…..

એમની ઉદારતા ને સલામ…. એમના મનોબળ ને સલામ…

– Divyesh Dabhi

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!